SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ અપારી : આનંદ જેવું સીમાહીન (નિઃસીમ) તત્ત્વ એક સીમાબદ્ધ મનુષ્ય શરીરમાં પ્રગટ થાય છે તે જ એક અદ્ભુત વસ્તુ છે. અરિહંતના અભુત સ્વરૂપને સીમા નથી તેથી જ તેનાં આનંદસ્વરૂપને પણ સીમા નથી. એટલે જ, અપારી કહેતાં અપરંપાર, અસીમ, પારાવારી, અનહદ, પાર વિનાના, બેસુમાર, પુષ્કળ. જેનો પાર ન પામી શકાય તે અપાર, જેનો તાગ ન લઇ શકાય તે અતાગ, જેનું ઊંડાણ-તળ જાણી ન શકાય તે અગાધ, તેવા આનંદની વાત છે. - પરમકૃપાળુ દેવ જેવા પરમાત્મા રચે અને માત્ર આટલો જ અર્થ થોડો હોય ? સાંખ્ય દર્શનમાં, ‘પાર' એટલે એક પ્રકારનો માનસિક સંતોષ, તટસ્થતા. વિષય પ્રત્યેના વૈરાગ્યને પરિણામે ઉદ્ભવતો સંતોષ કે તુષ્ટિ તે ‘પાર'. અરિહંત પ્રભુ જેવું કોઇ તટસ્થ ખરું ? અરહંત પરમાત્મા જેટલું કોઇ સંતોષી ખરું ? અધ્યાત્મની પરિભાષામાં સંતોષ એટલે રાગ-દ્વેષ વિનાની સ્થિતિ સંસાર સાગરમાં બૂડતા-ડૂબતા જીવોને સંસાર સાગરથી પાર કરાવી શકે છે તે અપારી. પ્રભુશ્રીજીના શબ્દોમાં, ‘સફરી જહાજ' જે મોક્ષનગરીની સફરે લઈ જાય છે. અર્થની આરપાર પણ જેનું અસ્તિત્વ છે તે અપારી. અરિહંત માત્ર શબ્દ કે વર્ણનો સમૂહ નથી. વ્યવહારમાં કહીએ છીએ ને કે, અનુભવ જેવો કોઇ શિક્ષક નથી. તો પરમાર્થમાં, આત્માનુભવ જેવો કોઇ મંત્ર નથી ! અર્થ (Earth-પૃથ્વી) ને પેલે પાર... આઠમી પૃથ્વી પર... સિદ્ધ શિલા પર બિરાજમાન પ્રત્યેક સિદ્ધાત્માનું અલગ અલગ અલગારુ/અલાયદું અસ્તિત્વ છે જ. તેવાં સિદ્ધત્વની પ્રરૂપણા કરનાર તો અરિહંત પ્રભુ જ ને ? | વળી અનંત (અપાર પણ કહેવાય) સિદ્ધાત્મા થયા છે એટલે કે અનંત અરિહંત પ્રભુ પણ ખરા જ. નવ પ્રકારના અનંતમાં સિદ્ધાત્મા પગે અનંતે છે. નિગોદનો અનંતમો ભાગ જ મોક્ષગામી થયો છે છતાં તે પણ અનંત...અપાર છે ! અહો, સર્વજ્ઞ પ્રભુનું જ્ઞાન ! સદા મોક્ષદાતા : જેનું સહજ જ્ઞાન સ્વરૂપ કેવલ બની ગયું, શુદ્ધ થઇ ગયું તે જિનેશ્વર. જે રાગ-દ્વેષ-મોહને જિતે તે જિન. જ્ઞાન અને આનંદનો અભિલાષી જ્ઞાનાનંદ મૂર્તિને વંદન કરે છે. સહજ જ્ઞાન સ્વભાવનો ભક્ત સહજ જ્ઞાન સ્વરૂપના પૂર્ણ વિકાસવાળાને જ પકડે છે. | મોક્ષની તદ્દન સાદી સચોટ વ્યાખ્યાછે, મોહનો ક્ષય. મુક્ત ભાવ તે મોક્ષ. નિજ શુદ્ધતા તે મોક્ષ. સમસ્ત કર્મોનો સંપૂર્ણ ક્ષય તે મોક્ષ. શુદ્ધ આત્મસ્વભાવની સંપૂર્ણ ઉપલબ્ધિ તે મોક્ષ. અન્વય પ્રધાનતાથી મોક્ષનું સ્વરૂપ કહીએ તો, દર્શન અને વીર્યાદિ ગુણ સહિત તથા સંસારના કલેશો રહિત ચિદાનંદમયી આત્યંતિક અવસ્થાને સાક્ષાત્ મોક્ષ કહે છે. (વચનામૃતજી પત્રાંક ૧૦૨) શ્રી એટલે? - જે આત્માનો આશ્રય કરે તેને શ્રી કહે છે. શ્રી આત્માનો આશ્રય કરે છે, પરંતુ મોહી જીવ ભ્રમમાં રહીને શ્રીનો આશ્રય કરવા જાય છે. શ્રી કહેતાં જ્ઞાનલક્ષ્મી, કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મી, જ્ઞાનશ્રી. આવી જ્ઞાનલક્ષ્મીથી વિભૂષિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001330
Book TitleRajchandra Nirvan Shatabdi Smaranika
Original Sutra AuthorN/A
AuthorSahaj Shrut Parab Rajkot
PublisherSahaj Shrut Parab Rajkot
Publication Year2001
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Rajchandra
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy