________________
૧૫૦
યાજ્ઞવક્ય : ના, ના, ના. તમારા મૃત્યુ બાદ શરીર કાંઇ સાથે આવવાનું નથી, એના પર તમારો શો અધિકાર ? મને તો તમારું મન આપો, તેથી મને સંતોષ થશે.
જનક હાથમાં જળ લઈને, સંકલ્પ કરીને, કહું છું કે, હે ગુરુદેવ! એ મન હવે આપનું છે. હવે મને શાંતિમંત્ર આપો. યાજ્ઞવક્ય : ઉતાવળે આંબા ન પાકે, રાજન્ ! અહીં ફરી આવીશ ત્યારે શાંતિમંત્ર આપીશ.
થોડા દિવસ બાદ, જનક : ગુરુદેવ ! મને હવે જલ્દી જલ્દી શાંતિમંત્ર આપો. મારું ચંચળ મન મને બહુ પરેશાન કરે છે.
યાજ્ઞવક્ય : તમારું મન તમને હેરાન કરે છે ? અશક્ય છે. મન તો તમે મને દક્ષિણામાં આપેલ છે; એ હવે તમારી પાસે હોય જ ક્યાંથી ?
જનક : મન જ સર્વ અનર્થનું મૂળ છે. મન જ આત્માને બંધ-મોક્ષનું કારણ છે. હે ગુરુદેવ ! મને શાંતિમંત્ર મળી ગયો. આજથી મન મારા પર અધિકાર નહીં ભોગવે. યાજ્ઞવક્ય : રાજન્ ! વાસનાનો ત્યાગ કરશો તો, છો ત્યાં જ વસશો, આત્મામાં જ રહેશો.
વિભાવ પરિણતિ ન કરે તો, સ્વભાવ તો છે જ. છીએ તે પામીએ. ध्यानधूपं मनःपुष्पं पंचेन्द्रिय हुताशनम् । क्षमाजाप सन्तोषपूजा पूज्यो देवो निरंजनः ॥
સિદ્ધ સ્તુતિ, શ્લોક ૧૫ આપણે સાયંકાલીન દેવવંદન વેળાએ આ શ્લોક બોલીએ છીએ, ખરું? હે નિરંજન દેવ ! હે સિદ્ધાત્મા પ્રભુ ! ધ્યાનરૂપી ધૂપ, મન રૂપી પુષ્પ, ક્ષમા રૂપી જાપ, સંતોષ રૂપી પૂજા વડે પાંચ ઇન્દ્રિયના વિષયોની હુતાશની-હોળી કરીને આપને નમું છું, મારો શુદ્ધાત્મા પણ તેવો જ પૂજય છે.
| ‘દેવવંદનમાં પ્રત્યક્ષ દેવને બોલાવ્યો છે’ આ રીતે પણ ખરો. બહિરાત્મભાવના કાચલાંછોતરાં ઉખડી જાય, આપણને સંસારભાવથી ઉખેડી નાખે અને અંતરાત્મ દશા કે આત્મભાવમાં આણી દે એવું એમાં દૈવત છે. વળી સંધ્યાકાળે જ શા માટે?
| ગોરજ ટાણે, ગોધુલિક સમયે, Twilight ટાઇમે - સમી સાંજે ગાયોનું ધણ પાછું ફરતું હોય, ડોકની ઘંટડીઓના મધુર રણકાર અને આરતી થતી હોય, નગારા વાગતાં હોય, ઘંટનાદ રણકતા હોય, ઝાલર વાગતી હોય, શંખ ફૂંકાતા હોય, ધૂપઘટાઓ પ્રસરતી હોય, ચામર વીંઝાતા હોય, મધુર નાદ ફ્લાતા હોય, અશુદ્ધિઓ દૂર થતી હોય, અધર્મો નાશ પામતા હોય અને જ્ઞાનનો-દીવાનો પ્રકાશ પથરાતો હોય તે સંધ્યા. સમ્યક્ પ્રકારે ધ્યાન થાય તે સંધ્યા. સૂર્યોદય સમયે સૂર્ય પોતાનાં કિરણો વ્યાપક રીતે લાવે છે અને સૂર્યાસ્ત સમયે બધાં કિરણોને પોતાનામાં જ સમેટી લે છે. પ્રભાતે પ્રસરણ અને સંધ્યાએ સંવરણ. ઉપાસનાના આહ્વાન અને વિસર્જનના બે સંયોગો મળીને આધ્યાત્મિક ઘટના ઘટે છે.
સંધ્યા થતાં રજોગુણનો દિવસ સમાપ્ત થયો, તમોગુણની રાત્રિનો પ્રારંભ હજુ નથી થયો. સંધ્યાના સમયની ગણના ન દિવસમાં થાય, ન રાત્રિમાં થાય. દિવસ અને રાતનો સંધિકાળ તે સત્ત્વગુણનો - આત્માના સમત્વનો અને પ્રશમત્વનો પ્રતિનિધિ છે.
વેદના કોઇ મંત્રમાં ઋષિ કહે છે, પક્ષીઓ સાંજે માળામાં પાછા ફરી રહ્યાં છે, તે રીતે અંતર્યામી પરમાત્મામાં નિવાસ કરવા-આશ્રય લેવા મારી તમામ વૃત્તિઓ પાછી ફરી રહી છે. પવનપુત્ર-અંજનાસુત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org