SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ હનુમાનજી જે મોક્ષે પધાર્યા છે તેમને પણ સંધ્યાકાળના આકાશના બદલાતા ક્ષણિક રંગો અને વાદળાં પરથી વૈરાગ્ય આવ્યો હતો. શંકરાચાર્યજીના શબ્દોમાં, જેમ માળામાં દોરો મોતીઓથી ઢંકાયેલો છે, છતાં બે મોતી વચ્ચે દોરાની ઝલક પણ દેખાય છે. તેવી જ રીતે ચૈતન્ય શક્તિ બે વિકલ્પો વચ્ચે ઢંકાયેલી રહે છે, પરંતુ બેઉના વચલા ગાળામાં, બે વિકલ્પોની વચ્ચે ચૈતન્યશક્તિ પ્રગટ થાય છે. - આપણા શ્વાસોચ્છવાસ ચાલે છે ત્યારે પણ બે શ્વાસની વચ્ચે શાંત રહે છે. તે સમયે ચિત્ત પ્રગટ થાય છે. બાકી તો ચિત્ત વિચારો-વૃત્તિઓથી ઢંકાયેલું રહે છે. પરંતુ એક આવરણ દૂર થાય અને બીજું આવે એની વચ્ચેની ક્ષણોમાં એ સ્પષ્ટ દેખાય છે, એ ઉજજવળ સમય છે. બધી ચિંતા, વિચાર, વૃત્તિથી મુક્ત-શાંત સમય. આ વચગાળાની મુક્તિની – નિર્વિકલ્પ ક્ષણને લંબાવવાનો પુરુષાર્થ, એ જ ઉપાસના. जं सामण्णं गहणं, भावाणं णेव कट्टमायारं । अविसेसिदूण अठे, दंसणमिदि भण्णए समए ॥ આ બૃહદ્ દ્રવ્ય સંગ્રહ, શ્લોક ૪૩ : શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીદેવ અર્થાતુ પદોમાં વિશેષપણું કર્યા વિના-ભેદ પાડ્યા વિના, આકાર અર્થાત્ વિકલ્પ કર્યા વિના, પદાર્થોનું જે સામાન્યપણે (સત્તાવલોકન રૂ૫) ગ્રહણ તેને પરમાગમમાં દર્શન કહેવામાં આવે છે. તાત્પર્ય કે, જ્યારે કોઇપણ કંઈ પણ અવલોકે છે - જુએ છે ત્યારે જ્યાં સુધી તે વિકલ્પ ન કરે ત્યાં સુધી સત્તા માત્રના ગ્રહણ રૂપ દર્શન કહેવાય છે, વિકલ્પ થતાં જ્ઞાન કહેવાય છે. અહીં દર્શન કહેતાં દર્શનોપયોગ છે, જ્ઞાન કહેતાં જ્ઞાનોપયોગ છે. આમ, એક શેય તજી અન્ય શેયના ગ્રહણ પહેલાંની નિર્વિકલ્પ સ્થિતિની વાત આવી. આ સ્થિતિને “આવ્યું બહુ સમદેશમાં' કહી શકાય. આને ‘આવ્યું તેમ સ્વભાવમાં” પણ કહી શકાય. - શુકદેવજીને અંશે પણ અજંપો અને અધૂરપ લાગતાં જનક વિદેહી પાસે જ્ઞાનપ્રાપ્તિ માટે ગયા. શુકદેવજી શાંત થયા, નીચેનો શ્લોક જનકજી પાસેથી સાંભળીને. दष्टदर्शनदश्यानां मध्ये यदर्शनं स्मतम । नातः परतरं किंचिन्निश्चयाऽस्त्यपरो मुने ॥ | મહોપનિષદ્, શ્લોક ૬૯ 'હે મુનિ ! દષ્ટા, દર્શન અને દેશ્યની મધ્યે જે દર્શન કહેવાય છે, તેથી વધારે શ્રેષ્ઠ કંઇ નથી, આ સર્વોત્કૃષ્ટ નિશ્ચય છે. | બીજી રીતે, દૃષ્ટા અને દશ્યનો અસ્ત થતી વખતે વચ્ચે જે અવસ્થા થાય તે સ્વરૂપસ્થિતિનું નામ યોગભૂમિકા. આ યોગભૂમિકા એ જ મોક્ષ. આ સંધિકાળની ક્ષણને શૂન્યત્વ કહો કે અખંડ ક્ષણ કહો, મુક્તાત્માની ક્ષણ કહો કે ખાલી આકાશ જેવી બહારથી વ્યાપક અને અંદરથી શૂન્ય ક્ષણ કહો. ભીતરમાં છલાંગ લાગી જાય તો વૈશ્વિક ચેતના સાથે અનુસંધાન થઇ જાય. પ્રથમ ત્રણ કાળને મૂઠીમાં લીધો, એટલે મહાવીર દેવે જગતને આમ જોયું. (પત્રાંક ૧૫૬) અનંતતા Infinity ને મુઠ્ઠીમાં બંધ રાખવી અને શાશ્વતી – eternity ને ક્ષણમાં પ્રત્યક્ષ કરવી. William Black નામના કવિની કેવી મઝાની વાત? કવિરાજ કૃપાળુ પ્રભુએ પણ કેવો રાઝ રમતો મૂકી દીધો છે? આ ક્ષણને પકડી લેવાની છે. કણબીને કણની કિંમત, વેપારીને મણની કિંમત અને સાધકને ક્ષણની કિંમત હોય જ હોય. “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહો?” વિભાવ-પરભાવ ન કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001330
Book TitleRajchandra Nirvan Shatabdi Smaranika
Original Sutra AuthorN/A
AuthorSahaj Shrut Parab Rajkot
PublisherSahaj Shrut Parab Rajkot
Publication Year2001
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Rajchandra
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy