________________
૧૭૫ હાં, હાં ? એમ જછે. કૃપાળુદેવે પ્રગટાવ્યું જ ને ? વચનામૃતજી પત્રાંક ૨૧-૧૨ છે, જ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્ભુત નિધિના ઉપભોગી થાઓ. ચાલો ત્યારે, ગઝલ ગાઇ લઇએ કે, તરાવે ભવનિધિ માટે, ભજો ગુરુ રાજને ભાવે. (પૂ.રત્નરાજ સ્વામી) ૪. નામ :
જેમને અંતઃશ્વાસ નથી, ઉચ્છવાસ નથી, નામ નથી, કોઈ નામ ન્યાય ન આપી શકે એવા અતિ ઉત્તમ છે, પોતાનું શુદ્ધાત્મસ્વરૂપ સિદ્ધ (Realize) કરી જાણ્યું છે પણ આ નશ્વર જગતમાં પોતાનું ઇશ્વરત્વ અપ્રસિદ્ધ છે એવા કૃપાળુદેવનું આપણે ઇનામ મળ્યું છે, ભેટ મળી છે, પ્રાભૃત પ્રાપ્ત થયું છે, એ નજરાણું સાથે નજર મિલાવીએ. વચનામૃતજી પત્રાંક ૧૬૭ મુજબ, “મુક્તાત્મા હોવાથી વાસ્તવિક રીતે તેમને નામ, ઠામ, ગામ કાંઇ જ નથી; તથાપિ વ્યવહારે તેમ છે.” અનામના પ્રણામ (પત્રાંક ૧૩૯) લખનારને શું નામ આપવાનું? ૫. સત્તર :
જેનો કોઇ ઉત્તર નથી, જવાબ નથી, જોડ નથી તેવો લાજવાબ આત્મા, બેજોડ આત્મા. જેનાથી કોઇ ચઢિયાતું નથી, જેનાથી બધું ઊતરતું છે તેવો સર્વોત્કૃષ્ટ, સર્વશ્રેષ્ઠ પ્રધાન આત્મા. આ અનુત્તર યોગી પત્રાંક ૮૪માં, બોલ ૮-૮માં ફરમાવે છે તેમ, “અનુત્તરવાસી થઇને વર્ત.” ૬. સમાન :
મા ધાતુનો અર્થ છે માપવું. પત્રાંક ૨૧૩ અન્વયે, એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ, તેનું સપુરુષ જ કારણ છે. આટલી બધી સમર્થતા જેને આપણે માપી શકતા નથી તે અમાન પુરુષ. પ્રમાણ ચાર છે : પ્રત્યક્ષ, અનુમાન, ઉપમા અને શબ્દ. પ્રત્યક્ષ દેહે પરમાત્મા હોય છે ત્યારે ભાગ્યે જ કોઇ મહાભાગીને ઓળખાણ થાય છે. કોઈ બાહ્ય ચિહ્નથી અનુમાની શકાતા નથી, વ્યવહારમાં બેઠેલા દેખાય છે. ઉપમાથી માપવા જતાં આપણી મતિ મપાઇ જાય છે તેવા અમાની એટલે કે નિર્માની, નિરભિમાની કૃપાળુદેવનું અમાન એટલે કે શરણ લઇએ, આશ્રય લઇએ અને શબ્દદેહે ઓળખાણ કરી લઇએ. કપ
ળદેવ રચિત ‘મુનિન પ્રણામ ૧
મનિને પ્રણામ’ પદમાં, મનહર છંદમાં, “મુનિ તુમ આગે મેરે પ્રનામ અમાન હો.” ૭. મકૃતસાર:
જ્યાં રાગ, દ્વેષ, અજ્ઞાન છે ત્યાં કર્મ છે અને જયાં મળ, વિક્ષેપ, આવરણ છે ત્યાં મૃત્યુ છે. આ નાશવંત શરીરમાં અમૃતની પ્રાપ્તિ કેવી રીતે થાય તે કઠોપનિષદ્ ૨:૩ઃ૧પમાં કહ્યું છે તેમ, હૃદયની સર્વ ગ્રંથિઓ નાશ પામે છે ત્યારે મર્ય મનુષ્ય અમૃતસ્વરૂપ થાય છે. વચનામૃતજી પત્રાંક ૧૭૦માં, ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે.
અમત કહેતાં ચારની સંખ્યા યાદ આવે અર્થાતુ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એ અનંત ચતુષ્ટય જયાં લહેરિયા લે છે તે અમૃતસાગર કૃપાળુદેવ. સાતની સંખ્યા પણ સ્મૃતિમાં આવે છે, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યત્વ મોહનીય, અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ એ સાત પ્રકૃતિના ક્ષયથી આત્મા હસ્તગત થતાં કૃપાળુદેવ અમૃતસ્વરૂપ જ હોય ને ?
સત્ સત્ એનું જ રટણ છે. પરમ પીયૂષ અને પ્રેમભક્તિમય જ રહીએ! (પત્રાંક ૨૧૭)
વચનામૃતજી પત્રાંક ૬૮૦માં અંગત છતાં પ્રગટપણે લખી જ દીધું કે, સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઇચ્છતા પરમાર્થપ્રેમી જિજ્ઞાસુજીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ.
Jain Education International
For Private & Personal Use Only
wwwjainelibrary.org