________________
૧૭૬ ૮. પ્રવધૂત :
એ કહેતાં, આશાઓ રૂપ બંધનોથી છૂટેલો અને સાવંત નિર્મળ હોવાથી નિત્ય આનંદમાં જ વર્તતો આત્મા. 2 કહેતાં, જેણે વાસના છોડી હોય, જેનું વચન નિર્દોષ હોય અને જે વર્તમાનમાં જ વર્તે છે તે આત્મા. ઘૂ કહેતાં, જેનું મન સંકલ્પ-વિકલ્પથી છૂટી ગયું હોય, ધ્યાન-ધારણાથી જે મુક્ત થયો હોય, અલખના નામની ધૂણી ધખાવી હોય કે ધૂન મચાવી હોય અને અલક્ષ્યના દેદારનાં દર્શન કર્યા હોય તે આત્મા. ત કહેતાં, જેણે તત્ત્વનું ચિંતન ધર્યું હોય, જે સાંસારિક ચિતા તથા ચેષ્ટાથી રહિત હોય અને અજ્ઞાન તથા અહંકારથી મુક્ત થયો હોય તે આત્મા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થ જાણે વર્જી દીધા હોય અને પછી લખીને સ્પષ્ટતા કરી દીધી પત્રાંક ૧૭૬માં, અબધુ થયા છીએ. અભુત દશા નિરંતર રહ્યા કરે છે. પ્રભુશ્રીજી પ્રકાશતા, અબધુ એટલે આત્મા. ૯. વીર :
- વાણી જેને વર્ણવી શકતી નથી અને ઇન્દ્રિયો દ્વારા જયાં પહોંચી શકાતું નથી તે માત્ર અનુભવગોચર જ્ઞાનને સર્વજ્ઞ ભગવંત પણ વચનયોગમાં પ્રકાશી શકતા નથી. તો આ અન્ય વાણી તો શું કહે ? પત્રાંક ૯૧માં, જે પુરુષ એમ લખી દેછે કે, “છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી. છે તે.” તો એવા પુરુષની આત્મદશાના ગુણગ્રામ આપણે શું કરી શકીએ ? ૧૦. મન્ના :
અન્ + હતી | સંપૂર્ણપણે ગ્રહણ કરે છે, જાણે છે તે પરાશક્તિ કહો કે પછી પરમાત્મદેવ કહો, અલ્લાહ કહો કે અલીમ કહો કે ભગવાન કહો. જળહળ જ્યોતિ સ્વરૂપ તું, ભયભંજન ભગવાન. (પત્રાંક ૧) ૧૧. અસ્વસ્થ વળ્યું:
જન્મથી કે લગ્નથી, લોહીની સગાઇથી કે પ્રીતની સગાઇથી તો સંસારમાં સ્વાર્થ સંબંધે સંબંધીઓ અને બાંધવો કંઇક હશે પણ નિઃસ્વાર્થ કેવળ શુદ્ધ પરમાર્થ સંબંધે સાચું પરમાર્થબંધુત્વ તો તારું છે જે પરમાર્થની જ ભેટ આપે છે. બીજા સંબંધ બંધનકારક છે, આ સંબંધ બંધનછેદકછે, અબંધ છે. ૫.પૂ.શ્રી બ્રહ્મચારીજીના શબ્દોમાં, પ્રજ્ઞાવબોધ' પુષ્પ ૯૭, ‘આત્મભાવના'માં
શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદું મુમુક્ષુના જે પરમાર્થ બંધુ આ યુગમાં જે પ્રગટાવનારા
યથાર્થ શુદ્ધાત્મ વિચારધારા... શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદું... ૧ ૨. માનન્વન્ત:
આંતર શત્રુઓ પર વિજય મેળવ્યો હોવાથી શોકને અવકાશ નથી. આનંદસ્વરૂપ પ્રભુનાં દર્શનથી આપણે પણ આનંદનો છંદ પામીએ છીએ અને એટલે આનંદનું અખંડ ગાન ગાઇ શકીએ છીએ. કંદ તો ગમે ત્યાંથી ઊગ્યા કરે, ફૂટ્યા કરે, ઘરમાં કે ભૂમિમાં, તેમ કૃપાળુદેવને ગમે ત્યાંથી વાંચો, લખો કે ભાળો, નિહાળો કે . પરખો, નીરખો પણ એ તો આનંદનો કંદ, જિનનો નંદ, સુખનો કંદ હોવાથી આપણને પણ આનંદ આપે છે, કલ્યાણ કરે છે અને પ્રસન્નતા અર્પે છે. માનન્દ્રમાનન્દ્ર પ્રસન્ન જ્ઞાનસ્વરૂપ નિનવધરૂપમ્ . . . . ! ૧૩. માર્ષિક્ષત્ર:
કવિ તો દૃષ્ટા છે, ઉદ્દગાતા છે, ક્રાન્તદર્શી છે. કારણ કે, આર્ષકવિ તો સર્વ આવરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org