________________
૧૭૮
ઉદાસીનતાનો જ્યાં વાસ, સર્વદુઃખનો ત્યાં છે નાશ. સર્વકાળનું ત્યાં છે જ્ઞાન, દેહછતાં ત્યાં છે નિર્વાણ .
ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા. (પત્રાંક ૧૦૭) ૧૭. સિંધુ :
સપુરુષનાં શરણ જેવું એક્કે ઔષધ નથી. આ નિશ્ચય વાત બિચારાં મોહાંધ પ્રાણીઓ નહીં જાણીને ત્રણે તાપથી બળતાં જોઈ પરમ કરુણા આવે છે. (પત્રાંક ૨૧૪)
પત્રાંક ૬૮૦માં, કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી, વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતાં છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરૂણાશીલ એવું અમારું હૃદય રડે છે.
આ અંતર અનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી, પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્ય વૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે.
આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. આ છ પદ - ષટુ સ્થાનક સમજાવીને રાજપ્રભુએ દેહ અને આત્માનો ભેદ બતાવીને અપાર કરુણા કરી છે. ૧૮. નાનાપત્રિત :
સૂર્યની બાર, ચંદ્રની સોળ, તત્ત્વજ્ઞાનની સોળ કળા જેમાં સહજે સમાયછે તેવી જ્ઞાનકળાથી જે જ્ઞાત છે, પ્રાપ્ત છે, ગૃહીત છે, ધ્વનિત છે, વિભૂષિત છે. તેવા સમ્યગ્દષ્ટિ મોરલાનો સ્વરૂપસિદ્ધ કેકારવ કે આ કાઠિયાવાડમાં ભૂલી પડેલી કોયલનો સ્વરૂપસિદ્ધ ટહૂકાર છે. કલાપ એટલે સમૂહ, મોરપિચ્છનો સમૂહ અને ચંદ્ર. ૧૯. શત્પનાતીત :
આ કાલ્પનિક પુરુષની વાત નથી પણ કલ્પનાથી પર એવા સત્ની, વાસ્તવિક પુરુષની હકીકત છે. બનાવેલો, ધારેલો, રચેલો પુરુષ નથી પણ નક્કર ભૂમિ પર થઇ ગયેલો અને સહુને ટક્કર મારે તેવો સ્વાભાવિક પુરુષ છે. મન માને નહીં, મગજ ચાલે નહીં, બુદ્ધિમાં બેસે નહીં અને કલ્પનામાં આવે નહીં તેવી આત્મદશાનાં ચઢાણ છેક સુધીનાં ચડી લીધાં, જડી દીધાં. ૨૦. પવૃક્ષ :
પત્રાંક ૬૮૦માં, ખાત્રી-ખુમાર-ખુમારીપૂર્વક ડિડિમ નાદથી લખી જ દીધું કે, મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં છે. (પત્રાંક ૪૬૬)
સમુદ્રમંથન પછીનાં ૧૪ રત્નની પ્રાપ્તિ થઇ તેમાં કલ્પવૃક્ષ પણ ખરું. દેવતાઇ મનાતાં આ વૃક્ષની પાસેથી જે માગો તે મળે તેવી માન્યતા છે. જિનાગમમાં પણ ૧૦ પ્રકારનાં કલ્પવૃક્ષ કહ્યાં છે. ઇચ્છો, ચિતવો કે વસ્તુ મળી જ સમજો. અરે, કૃપાળુદેવ રૂપી કલ્પવૃક્ષનાં વચનામૃત, મુદ્રા ને સત્સમાગમ સેવો કે આત્મવસ્તુની પ્રાપ્તિ થઇ જ સમજો . પાંચમા આરામાં ય કલ્પવૃક્ષ ! કળિકાળ કલ્પતરુ છે !
વૃક્ષનાં ફળને કોઇ ચૂંટી કે લૂંટી ન જાય એ માટે એની આસપાસ સંરક્ષક વાડ કરવામાં આવે છે પણ તેવી કોઇ પણ સંરક્ષક વૃત્તિ-વાડ તું કલ્પવૃક્ષની આસપાસ નથી. એટલે હે કૃપાળુ ! તું કલ્પવૃક્ષને સેવીને ગમે તે કોઇ ફાવે તેમ ફળ ચૂંટી વા લૂંટી શકે તેમ છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org