SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ આ સંસારમાં ગમે તેટલા અનુકૂળ અને ઉજજવળ સંયોગ સાંપડ્યા હોય તો યે એ બંધન છે, બેડી છે, સોનાની પણ બેડી છે. આ સંસારબંધનની જંજીરથી ક્યારે છૂટીશ? સમ્મૃ બધી બાજુથી જેમાં સરી પડાય છે, લસરી જવાય છે તે સંસાર. ક્ષણે ક્ષણે વિભાવમાં વહ્યો જ જાય છે તે છે સંસાર. આ સંસારે રે હું હજી ડૂબિયો, પામ્યો ન કેવળજ્ઞાન; ક્યારે જ્યારે રે હે પ્રભુ! આપશો? આ બાળકને ય ભાન. જાગો હે જીવો રે, મોહ કરો પરો. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૧૦૪ : પ.પૂ.બ્રહ્મચારીજી ૩. પૂર્વકર્મ નથી એમ ગણી પ્રત્યેક ધર્મ સેવ્યા જવો. તેમ છતાં પૂર્વકર્મ નડે તો શોક કરવો નહીં. પૂર્વસંચિત કર્મને જ આગળ ન કરવાં એમ કહે છે. કર્મ એ જડ વસ્તુ છે. જે જે આત્માને એ જડથી જેટલો જેટલો આત્મબુદ્ધિએ સમાગમ છે, તેટલી તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય, એમ અનુભવ થાય છે. (પત્રાંક ૫૫) પરમોપકારી પ.પૂ.પ્રભુશ્રીજીના બોધમાં ખાસ આવે કે, કર્મ જડ છે, બકરાં છે. આત્મા ચેતન છે, સિંહ છે. આપણે ઘેટાં-બકરાંના ટોળાવાળાં કે સિંહનાં ? શ્રી મહાવીર સ્વામીએ કેટકેટલા ઉપસર્ગ-પરિષહ વેદ્યા? એ જ મહાવીર પ્રભુનાં આપણે સંતાનો છીએ, મહાવીર સ્વામીનાં શાસનમાં જીવી રહ્યાં છીએ, મહાવીર દેવનું લંછન-ઓળખચિન પણ સિંહ હોવાથી શૂરવીરતા દાખવીને, પૂર્વકર્મ નથી એમ ગણીને, કર્મભાવને અજ્ઞાન માનીને, પ્રત્યેક ધર્મ એટલે દરેક ફરજ-કર્તવ્ય બજાવતા રહેવું, વિરક્ત ભાવે, નિર્વેદ સાથે. વળી, પ્રત્યેક ધર્મ એટલે એક આત્મા પ્રત્યેનો ધર્મ, આત્મધર્મ. એક કહેતાં જ આત્મા. તેના પ્રત્યેનો ધર્મ, ફરજ શું છે ? તેની દયા, સ્વદયા, સ્વરૂપ દયા, નિશ્ચય દયા કરતાં આત્માની જ યાદ રહેવાની. છતાં એવાં કોઇ કર્મ નડે તો, તેનું દુઃખ ન લગાડવું, શોક ન કરવો. પૂર્વનાં અશુભ કર્મ ઉદય આવ્યું વેદતાં જો શોચ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે, નવા બાંધતાં પરિણામે તેવાં તો બંધાતાં નથી? (પત્રાંક ૮૫) ૪. દેહની ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંત ગણી ચિંતા આત્માની રાખ, કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે. જો જીવને ખરાં સુખની ખબર હોય, ભલે ને બુદ્ધિબળે કે વિચારનાં ધોરણે, તો આત્માની ચિંતા અવશ્ય કરે. આ દેહમાં આવ્યાને કેટલાં વરસ થયા? તેમાં સુખી થયો કે દુ:ખી ? કાયાનાં દુઃખ કંઇ ઓછા નથી. દેહની આળપંપાળ ને સાર સંભાળમાં કેટલો વખત વીત્યો? અને વળી દેહનાં સુખે સુખી નથી. શરીર એ જ વેદનાની મૂર્તિ છે. (પત્રાંક ૯૨૭) પોતાનાં સુખનું જ જીવને ભાન નથી, એ જ ખરું દુઃખ છે. હવે જો ભવભ્રમણના ફેરા ઓછા કરવા હોય તો, આત્મા સુખી થાય તેવું કંઇક કરવું જોઇએ. દેહની ચિંતા ઓછી રાખીએ અને આત્માની વધુ રાખીએ તો, અનંતકાળથી પ્રાપ્ત ન કર્યું તેવું અપૂર્વ સમ્યક્ત પણ સિદ્ધ થઇ શકે. અને તો પછી આ એક ભવમાં અનંત ભવ ટાળી શકીએ. દેવોને ય દુર્લભ એવા આ મનુષ્ય દેહ ધર્મ પામવાનો કંઇક પુરુષાર્થ થઇ શકશે. જો કે પુદ્ગલનો એ દેહ, તો પણ ઓર સ્થિતિ ત્યાં છેહ. (પત્રાંક ૧૦૭) ટૂંકમાં, દેહ દેવળ કરતાં દેવળમાં વિરાજમાન દેવની ચિંતા, ચિંતવના, દયા ખાવા જેવું છે. કારણ કે, આત્મા જેવો કોઈ દેવ નથી. (પત્રાંક ૨૧-૧૨૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001330
Book TitleRajchandra Nirvan Shatabdi Smaranika
Original Sutra AuthorN/A
AuthorSahaj Shrut Parab Rajkot
PublisherSahaj Shrut Parab Rajkot
Publication Year2001
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Rajchandra
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy