________________
૧ ૨૯
આપણે તો સ્વરૂપ સમજવા સ્વાધ્યાય, , , વિચારણા કરીએ છીએ. જે પુરુષ એમ લખે કે,
' છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. (પત્રાંક ૧૮૭)
વળી, લક્ષણથી-ગુણથી અને વેદનથી જેણે આત્મસ્વરૂપ જાણ્યું છે... પત્રાંક ૪૭૨)
‘સતું' કોઇ કાળે ‘સત્' સિવાયના બીજાં કોઇ સાધનથી ઉત્પન્ન થ શકે જ નહીં. (પત્રક ૨૭૪) ... “ તેવા સત્પરુપ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ સ્વયં લખે છે,
ઘણા જીવો તો સપુરુષનું સ્વરૂપ સમજતા નથી. કાં તો છકાયના રક્ષપાળ સાધુને, કાં તો શાસ્ત્રો ભણ્યા હોય તેને, કાં તો કોઇ ત્યાગી હોય તેને અને કાં તો ડાહ્યો હોય તેને પુરુષ માને છે પણ તે યથાર્થ નથી.
સપુરુષનું ખરેખરું સ્વરૂપ જાણવું જરૂરનું છે. મધ્યમ સપુરુષ હોય તો વખતે થોડા કાળે તેમનું ઓળખાણ થવું સંભવે, કારણ કે જીવની મરજી અનુકૂળ તે વર્તે, સહજ વાતચીત કરે અને આવકારભાવ રાખે તેથી જીવને પ્રીતિ થવાનું કારણ બને. પણ ઉત્કૃષ્ટ સન્દુરુષને તો તેવી ભાવના હોય નહીં અથતુ નિઃસ્પૃહતા હોવાથી તેવો ભાવ રાખે નહીં, તેથી કાં તો જીવ અટકી જાય અથવા મૂંઝાય અથવા તેનું થવું હોય તે થાય. (ઉપદેશ છાયા પૃ.૬ ૮૬)
ચોપાઇ જે સદ્ગુરુ સ્વરૂપના રાગી, તેને કહિયે ખરા વૈરાગી, જે સદ્ગુરુ સ્વરૂપના ભોગી, તેને જાણો સાચા યોગી.
પ.પૂ.બ્રહ્મચારીજી હવે કૃપાળુદેવે પણ મંગળાચરણ રૂપે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની આ પ્રથમ ગાથામાં શ્રી સદ્ગુર) ભગવંતને નમસ્કાર કર્યા લાગે છે, કેટલો વિનય શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર કર્યા હોય તો નવાઈ નહીં. વચનામૃતજીમાં, ઘણી જગ્યાએ સત્પરુષ કહેતાં તીર્થકર કહેવાનો એમનો આશય હોય તેમ અલ્પ મતિથી સમજાય છે.
| શ્રી સદગુરુદેવને ભગવંત કહ્યા, શા માટે ? અજ્ઞાનના અંધારા ઉલેચાવનાર શ્રી ગુરુને ભગવંત કેમ ન કહેવાય ? સહુ દેવ અને સત ધર્મને યથાર્થપણે ઓળખાવનાર તો શ્રી સદગુરુ તત્ત્વ જ ને ? ગોવિંદ દર્શાવનાર ગુરુ જ છે ! ભગવંતમાં, ‘ભગ’ શબ્દના ૧૩-૧૪ અર્થમાં, મુખ્યમાં મુખ્ય ૬ અર્થ તે આ પ્રમાણે છે : ઐશ્વર્ય, રૂપ, યશ, શ્રી, ધર્મ અને પ્રયત્ન. સદ્ગુરુમાં આ બધા જ ગુણ પૂરબહારમાં છે. શ્રી કહેતાં જ આત્મલક્ષ્મીથી સંપન્ન પ્રયત્નમાં અહીં તો વિશિષ્ટ પ્રયત્ન છે, વિશિષ્ટ પ્રેરણા છે. ગુરુનો ખાસ પ્રયત્ન-પ્રેરણા-વીર્ય (વિટ્ટ) છે કે, શિષ્ય કલ્યાણ કરે, શીધ્રમેવ કલ્યાણ કરે, સમયમાત્રના અનવકાશે સ્વસ્વરૂપ પ્રત્યે હો. (પત્રાંક ૪૩૦)
પરમેશ્વર ઔર પરમગુરુ, દોનો એક સમાન; સુંદર કહત વિશેષ પદ, ગુરુતે પાવે જ્ઞાન.
શ્રી સુંદરદાસજી ચૌદ પૂર્વના સાર રૂપ મંત્ર આપ્યો, સહજાન્મસ્વરૂપ પરમ ગુરુ. તેમાં યે સહજ સ્વરૂપનો જ મહિમા ગાયો. સદ્ગુરુ પદમેં સમાત હૈ, અતાદિ પદ સર્વ....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org