________________
૪૬
૬૯મા પાઠ ‘બ્રહ્મચર્યની નવ વાડ’માં,
બ્રહ્મચર્ય જેવા ગંભીર વિષયને સમજાવતાં, બ્રહ્મચર્યને એક સુંદર વૃક્ષ કહીને તેની રક્ષા કરનારી નવ વિધિ કે નવ વાડનું સ્વરૂપ કહ્યું છે. આંબા વગેરે વૃક્ષને એક વાડ હોય પણ બ્રહ્મચર્ય તો ઉત્તમ વૃક્ષ હોવાથી તેને નવ વાર્ડ કહી છે. બ્રહ્મચર્ય વ્રત લેનારે શરીરને શણગારવું તે મડદાને શણગારવા બરોબર છે. તેણે તો આત્મામાં રહેવાનું છે. ગૃહસ્થાશ્રમમાં પણ બ્રહ્મચર્ય ધારણ કરવાની શીખ આપી છે. બ્રહ્મરૂપ-આત્મારૂપ થાય, બ્રહ્મમાં જ હરેફરે ને ચરે ત્યારે સાચું બ્રહ્મચર્ય અને તો પછી શાશ્વત કાળ સુધી સિધ્ધશિલા પર નિરંજનપદે બિરાજમાન થવાય.
૭૦મા પાઠ ‘સનત્કુમાર ભાગ ૧’માં,
વર્ણ-રૂપ-દેખાવમાં અત્યુત્તમ સનત્ ચક્રવર્તીની સુધર્મા સભામાં પ્રશંસા થતાં, બે દેવોને થયું કે, મનુષ્યનું તે શું રૂપ હોય ? એટલે જોવા માટે સનત્કુમારના અંતઃપુરમાં ગયા. તો તેનો દેહ સ્નાન અર્થે જતાં પહેલાં ચંદન, માટી, લોટ વગેરેથી ખરડાયેલો હતો. છતાં જે રૂપ હતું તે પ્રશંસા કરતાં યે વિશેષ હતું. તેથી તેમને પૂર્ણ આનંદ ઉપજ્યો. સનતકુમા૨ે ગર્વભેર કહ્યું કે, રાજસભામાં સિંહાસન પર બેસું ત્યારના મારાં રૂપ-વર્ણ જોવા યોગ્ય છે. અત્યારે તો આ ખેળભરી કાયા છે. રાજસભામાં રૂપ જોઇને બે દેવે (જે બ્રાહ્મણ થઇને આવ્યા હતા) તેમને કહ્યું કે, પહેલાંની કાયા અમૃતતુલ્ય હતી, હવે ઝેરતુલ્ય છે. પૂર્વસંચિત પાપકર્મના ઉદયે અને કાયાના મદ સંબંધી મેળવણ થવાથી બે ઘડીમાં ચક્રવર્તીની કાયા ઝે૨મય થઇ ગઇ હતી. મદ પ્રમાદના પ્રકારમાં જાય. પ્રમાદ કેટલું અહિત કરે છે ? પ્રમાદથી આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. (પત્રાંક ૨૫-૧) સમયે સમયે પર્યાય બદલાય છે, કેટલું સાચું ? એક ત્રિકાળી સ્વભાવ જ ધ્રુવ છે.
૭૧મા પાઠ ‘સનત્કુમાર ભાગ ૨’માં,
કાયા ઝે૨મય થઇ જતાં વિનાશી અને અશુચિ પ્રત્યે લક્ષ જતાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. આવી ને આવી અશુચિ સ્ત્રી, પુત્ર, મિત્રાદિનાં શરીરમાં રહેલી છે. આ સંસાર તજવા યોગ્ય છે. છ ખંડનું રાજ મૂકીને સાધુ થઇ ગયા. મહારોગ ઉત્પન્ન થયો. કોઇ દેવ વૈદ રૂપે આવીને રોગ ટાળવા માટે કહેવા લાગ્યો ત્યારે સનત કુમારમુનિએ કહ્યું કે, મારો કર્મરોગ ટાળવાની સમર્થતા હોય તો કહો. દેવે કહ્યું કે, એ સમર્થતા તો નથી. એ સમર્થતા સદ્ગુરુ વૈદ્ય પરમ કૃપાળુદેવ પાસે છે. પળમાં વણસી જવાનો જેનો સ્વભાવ છે અને જેના પ્રત્યેક રોમે પોણા બબ્બે રોગનો નિવાસ છે તેવા સાડા ત્રણ કરોડ રોમથી ભરેલી હોવાથી રોગના ભંડાર સમી કાયામાં શું મોહવા જેવું છે ? એ મોહ મંગળદાયક નથી. એટલે કે, એવો એ મોહ ન હોય તો આપણું મંગળ જછે.
૭૨મા પાઠ ‘બત્રીસ યોગ’માં,
અસંખ્ય યોગમાંથી શ્રી સમવાયાંગ સૂત્રમાં નિર્દિષ્ટ કરેલા બત્રીસ યોગની વાત છે. યોગનું કામ આત્માને ઉજ્જવળ - શુદ્ધ કરવાનું છે. મોક્ષની સાથે જોડે તે યોગ. મોક્ષે લઇ જાય તેવાં સાધન તે યોગ. મોક્ષ સાધવાના પ્રકાર પણ યોગ કહેવાય. પ્રત્યેક યોગ અમૂલ્ય છે. સઘળા સંગ્રહ કરનાર પરિણામે મોક્ષનાં અનંત સુખને પામે છે.
૭૩મા પાઠ ‘મોક્ષસુખ’માં,
બત્રીસ યોગથી મોક્ષ થાય તો હવે પ્રશ્ન છે કે, મોક્ષનું સુખ કેવું છે ? પાણીનો સ્વાદ કહી શકાતો નથી કે હવા બતાવી શકાતી નથી તેમ મોક્ષ શાશ્વત હોવા છતાં તેનું વર્ણન થઇ શકતું નથી. ગૌતમ ગણધર ભગવંતે મહાવીર ભગવંતને મોક્ષનાં અનંત સુખ વિષે પ્રશ્ન કર્યો ત્યારે મહાવીર સ્વામીએ કહ્યું કે, એ અનંતસુખ જાણું છુંછતાં કહી શકાય તેવી અહીં કંઇ ઉપમા નથી. જગતમાં એના જેવું કોઇ પણ વસ્તુ કે સુખ નથી. પછી એક ભીલનું દૃષ્ટાંત આપ્યું. ભીલે રાજવૈભવનું સુખ જાણ્યું-માણ્યું હતું છતાં ઉપમા યોગ્ય વસ્તુ ન મળતાં કહી શક્યો નહોતો તેમ અનુપમેય મોક્ષને, સચ્ચિદાનંદ સ્વરૂપમય નિર્વિકારી મોક્ષના સુખના અસંખ્યાતમા ભાગને પણ યોગ્ય ઉપમેય નહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org