________________
૧ ૩૧
પત્રાંક ૯૫૪
રાજકોટ, ચૈત્ર સુદ ૯, વિ.સં.૧૯૫૭
૩%
૧.
શ્રી જિન પરમાત્મને નમઃ ઇચ્છે છે કે જો ગી જન, અનંત સુખસ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ. ૧ આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. ૨ જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઇ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઇ. ૩ જિનપ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી ગુરુ, સુગમ અને સુખખાણ. ૪ ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિ સહિત; મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત. ૫ ગુણ પ્રમોદ અતિશય રહે. રહે અંતર્મુખ યોગ: પ્રાપ્તિ શ્રી સદ્ગુરુવડે, જિન દર્શન અનુયોગ. ૬ પ્રવચન સમુદ્ર બિંદુ માં , ઊલટી આવે એ મ; પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. ૭ વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. ૮ મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ૯ રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઇષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહા ભાગ્ય. ૧૦ નહિ તૃષ્ણા જીવ્યા તણી, મરણયોગ નહિ ક્ષોભ; મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતલોભ. ૧૧ આવ્યું બહુ સમ દેશમાં, છાયા જાય સમાઇ; આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઇ. ૧ ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. ૨
સુખ ધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તદ્ ધ્યાન મહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org