________________
૧૮૪
છે તે ધર્મમૂર્તિ. ધર્મ જ જેનું સૌન્દર્ય છે તે ધર્મમૂર્તિ. જેમનાં દર્શન માત્રથી પણ અપૂર્વ સ્વભાવ-ધર્મની પ્રેરણા થાય તે ધર્મમૂર્તિ. ધર્મ જ જેનાં અસ્થિ અને ધર્મ જ જેના મિંજા છે, ધર્મ જ જેનું લોહી છે, ધર્મ જ જેનું આમિષ છે, ધર્મ જ જેની ત્વચા છે, ધર્મ જ જેની ઇન્દ્રિયો છે, ધર્મ જ જેનું કર્મ છે, ધર્મ જ જેનું ચલન છે, ધર્મ જ જેનું બેસવું છે, ધર્મ જ જેનું ઊઠવું છે, ધર્મ જ જેનું ઊભું રહેવું છે, ધર્મ જ જેનું શયન છે, ધર્મ જ જેની જાગ્રતિ છે, ધર્મ જ જેનો આહાર છે, ધર્મ જ જેનો વિહાર છે, ધર્મ જ જેનો નિહાર (!) છે, ધર્મ જ જેનો વિકલ્પ છે, ધર્મ જ જેનો સંકલ્પ છે, ધર્મ જ જેનું સર્વસ્વ છે, એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે, અને તે મનુષ્યદેહે પરમાત્મા છે. (પત્રાંક ૧૩૦) સત્પુરુષના અંતઃકરણે આચર્યો કિવા કહ્યો તે ધર્મ. (પત્રાંક ૨૧-૬૮) નહીં રાગ ને વળી દ્વેષનો લવલેશ આત્મપ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મમૂર્તિ દેહધારી વેશમાં.
પ્રભુતુલ્ય મહાશય તત્ત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. પૂ.શ્રી અંબાલાલભાઇ
निर्ग्रथ :
આત્યંતર ગ્રંથિનો છેદ ઉડાવી દેનાર એ નિગ્રંથ મહાત્મા બાહ્ય ગ્રંથિના સંપૂર્ણ છેદ માટે સુસજ્જ હતો, મુકિતની સમ્યક્ પ્રતીતિ કરાવે તેવું તેમનું દર્શન અને સત્સમાગમ હતા. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગનિગ્રંથ.'' શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથા ૧૨૩ અન્વયે, આત્માનું શુદ્ધ પદ તે મોક્ષ છે અને તે જેથી પમાય તે તેનો માર્ગ છે. શ્રી સદ્ગુરુએ - ૫૨મ કૃપાળુદેવે નિગ્રંથનો સર્વ માર્ગ સમજાવ્યો છે તે તે દશામાં આવ્યા બાદ. મિથ્યાત્ય ગ્રંથિ જેની છેદાઇ ગઇ તે સદ્ગુરુ, સદ્ગુરુ એટલે નિગ્રંથ. સ્નાતક - નિગ્રંથ તે છે જેણે વિષયકષાયનું સ્નાન કરી નાખ્યું - નાહી નાખ્યું છે. મોહનીય કર્મના ક્ષય અર્થે ‘પરમ ગુરુ નિગ્રંથ સર્વજ્ઞ દેવ'ની માળા ગણીએ છીએ, એટલો તો મહિમા છે. આત્મત્વ પ્રાપ્ત પુરુષ - નિગ્રંથ આત્મા - જ્યારે યોગ્યતા ગણી તે આત્મત્વ અર્પશે - ઉદય આપશે - ત્યારે જ તે પ્રાપ્ત થશે, ત્યારે જ તે વાટ મળશે. (પત્રાંક ૫૪)
૪૧.
निर्विकल्प :
૪૦.
અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે તે તો આત્માની સ્વરૂપ પરિણતિ વર્તતી હોવાને લીધે છે. આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાયે નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્ય ભાવને વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી. (પત્રાંક ૩૨૨)
પ્રત્યક્ષ જોગે વગર સમજાવ્યું પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ. (૫ત્રાંક ૨૪૯)
પૂર્ણ વીતરાગ સ્વભાવનાં કારણભૂત સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્તમાગમ છે. (પત્રાંક ૮૭૫) સત્પુરુષનો ઉપયોગ નિર્વિકલ્પ હોય છે ત્યારે યોગ્ય મુમુક્ષુને અનુસંધાન થતાં
નિર્વિકલ્પતાનો અનુભવ થઇ જાય છે.
निर्विकार :
૪૨.
નિર્વિકાર મનના મુમુક્ષુઓ જેનાં ચરણકમળની ભક્તિ સેવા ઇચ્છે છે તેવો પુરુષ (હાથનોંધ ૧-૧૬) તો નિર્વિકાર હોય જ, હતો.
નિર્વિકારી દશાથી મને એકલો રહેવા દો. (પત્રાંક ૨૧-૧૦૨) સત્પુરુષો કહેતા નથી, કરતા નથી, છતાં તેની સત્પુરુષતા નિર્વિકાર મુખમુદ્રામાં રહી છે.
(પત્રાંક ૨૧-૧૨૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org