________________
૧૬૫
વિ.સં.૧૯૫૬ એટલે ઇતિહાસની આરસીમાં છપ્પનીયાના દુષ્કાળનું ચિત્ર છે. પણ પરમ કૃપાળુદેવ તરફથી ગાથા પદ-૫૮ ગાથાના ‘બૃહદ્ દ્રવ્યસંગ્રહ'ના બોધનો સુકાળ હતો, પરમાર્થની વર્ષા જ હતી.
જાપ મરે, અજપા મરે, અનહદ ભી મર જાય; સુરતિ સમાની સબદમેં, તાહિ કાલ નહિ ખાય.
કબીર સાહેબ સુરતિ એટલે તલ્લીન અવસ્થા. જીવની સુરતિ જ્યારે શબ્દમાં એટલે કે પરમ નાદમાં નિઃશેષપણે સમાઇ જાય છે ત્યારે કાળનો ભય રહેતો નથી. જાપ, અજપાજપ જાંપ (અવિરત, જંપ રહિત જા૫) કે અનાહત નાદ, આ બધું જ શબ્દની સુરતી-તલ્લીનતા-તત્ લીનતા, તે પદમાં લીન થતાં કાળ પણ શું કરી શકે ? કૃપાળુદેવ કાલાતીત બની રહે છે.
- આ આત્મા પણ તે પદનો અભિલાષી અને તે પુરુષનાં ચરણકમળમાં તલ્લીન થયેલો દીન શિષ્ય છે. તમને તેવી શ્રદ્ધાની જ તે શિક્ષા દે છે. (પત્રાંક ૩૭) પર શાંતિ અનંત સુધામય જે :
- પરમ શાંતિપદને ઇચ્છીએ છીએ, એ જ આપણો સર્વસંમત ધર્મ છે. અને એ જ ઇચ્છામાં . ને ઇચ્છામાં તે આપણને મળી જશે. (પત્રાંક ૩૭)
આ વિષમકાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમ કે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ. (પત્રાંક ૬૮૦)
પર શાંતિ એટલે ?
પર એટલે ઉત્કૃષ્ટ, સર્વોત્કૃષ્ટ, સર્વોચ્ચ, સર્વોત્તમ, ભિન્ન, મુખ્ય, પ્રધાન, અજનબી, અન્તિમ, મોક્ષ, પરબ્રહ્મ. તેવી શાંતિ તે પર શાંતિ.
પર લખતાં-વાંચતાં બાવન જ વંચાય ને ? બાવન અક્ષરમાં - ૩૬ મૂળાક્ષરો કે વ્યંજનો, ક થી જ્ઞ, અ,આ,ઇ થી એ, અઃ સુધીના ૧૨ સ્વર અને ઋ, લૂ વગેરે ૪ સ્વર હાલ ખાસ વપરાશમાં નથી તે.
- વાણી કે લેખિનીથી અકથ્ય પરા શાંતિ, પરા-પયૅતી વાણી જેવી, પરા વિદ્યાવાળી શાંતિ, બાવનીયાની બહારની ગતિ તે પરા શાંતિ. સર્વ વિભાવથી પર
સર્વ પરભાવથી પર સર્વ કાળથી પર
સર્વ ભૂમિકાથી પર સર્વ સંકલ્પ-વિકલ્પથી પર
સર્વ સુખદુ:ખની કલ્પનાથી પર સર્વ ગુણસ્થાનકની પરિપાટીથી પર જે શાંતિ છે તે સહજ શુદ્ધ પૂર્ણ સ્વભાવ સહિત સ્વરૂપની છે. પ્રભુશ્રીજીને અમદાવાદમાં આગાખાનને બંગલે, વિ.સં.૧૯૫૬માં, પ્રકાશ્ય કે, અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશો નહીં. પૂ.પોપટલાલભાઇને – મોક્ષમાર્ગના વરેડને કહ્યું કે, શ્રી પાર્શ્વનાથાદિ યોગીઓ અને અમારામાં કાંઈ ભેદ જાણશો નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org