________________
૧૬૪
ધાના વેન સા નિરdદવં સત્યં પર થીદિા (શ્રી ભાગવનું મંગલાચરણ) અર્થાત્ પોતાની સ્વયંજયોતિથી સર્વદા અને સર્વથા માયા અને માયાકર્મથી પૂર્ણતઃ મુક્ત રહેનારા પરમ સત્ય રૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. (પત્રાંક ૩૦૨,૩૦૭)
ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી. માટે અમે સનાતન ધર્મરૂપ પરમ સત્ય તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. જે સત્યનું ધ્યાન કરે છે તે સત્ય હોય છે. (પત્રાંક ૩૦૭)
તે પરમ સત્ય એટલે?
પકારક પરમ સત્ય છે. તેનું ધ્યાન વર્તે છે. આ જ કારક કેવી રીતે? ૧. કર્તા : પરિણમનાર દ્રવ્ય કર્તા છે. દ્રવ્ય સ્વતંત્રપણે પરિણમીને પરિણામનો કર્તા થાય છે. ૨. કર્મ :
કર્તાનું ઇષ્ટ તે કર્મ. દ્રવ્યનું પરિણામ થયું તે કર્મ. ૩. કરણ : સાધન. કાર્ય રૂપે પરિણમવામાં પોતાનો સ્વભાવ જ સાધકતમ સાધન છે. તેથી દ્રવ્ય પોતે જ
કરણ છે. ૪. સંપ્રદાન : કર્તાએ જે કાર્ય નીપજાવ્યું છે જેને આપે તે સંપ્રદાન છે. તેથી દ્રવ્ય પોતે જ સંપ્રદાન છે. ૫. અપાદાન : જેમાંથી કાર્ય કરવામાં આવે તે ધ્રુવ વસ્તુ અપાદાન છે. અર્થાતુ પોતાનામાંથી પૂર્વભાવનો વ્યય
કરીને નવીન ભાવ કરતું હોવાથી અને દ્રવ્ય રૂપે ધ્રુવ રહીને નવીન કાર્ય નિપજાવતું હોવાથી પોતે
જ અપાદાન છે. ૬. અધિકરણ : જેના આધારે કર્મ કરવામાં આવે છે તે અધિકરણ છે. તેથી પરિણમનાર દ્રવ્ય સ્વયં અધિકરણ છે.
ટૂંકમાં, દ્રવ્ય સ્વતંત્ર છે, ગુણ સ્વતંત્ર છે, પરિણમન સ્વતંત્ર છે.
આત્મા, આત્માને, આત્માથી, આત્મા માટે, આત્મામાંથી અને આત્મામાં – આમ છ નિશ્ચયકારકો જ પરમ સત્ય છે. એકત્વ-વિભક્ત શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન કરાવનાર જ્ઞાની ભગવંતના અસીમ ઉપકારને
અનન્ય ભાવે નમસ્કાર છે. વ્યાકરણની વિભક્તિથી શું ? એમ અવર્ણવાદ કરતાં જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. છઠ્ઠી વિભક્તિ સિવાયની છ વિભક્તિ તો પરમ સત્ય છે, પરમ સત્યનું ભાન કરાવે છે, જ્ઞાન કરાવે છે.
मा चिट्ठह मा जंपह मा चिन्तह किं वि जेण होइ थिरो । अप्पा अप्पम्मि रओ इणमेव परं हवे ज्झाणम् ॥
બૃહદ્ દ્રવ્ય સંગ્રહ, ગાથા પ૬ : નેમિચંદ્ર સિદ્ધાંતદેવ
અર્થાતુ કાયાથી ચેષ્ટા ન કરો, વચનથી ન બોલો, મનથી ન વિચારો. જેથી આત્મા આત્મામાં જ સ્થિર રહે. કારણ કે, જે આત્મામાં તલ્લીન રહે તે જ પરમ ધ્યાન છે.
આ શાસ્ત્રમાં પરમ સત્-પરમ ધ્યાનને ૬૮ વિશેષણો-નામોથી નવાજવું છે. સોરઠ દેશ, વવાણિયા નગરે, જન્મ્યા રાજચંદ્ર દેવ; ઇડર ગિરિ પર આવિયા રે, દ્રવ્યસંગ્રહ સંભળાવિયો રે, કીધા ભવથી પાર હો પ્રભુજી ! તારણતરણ જિહાજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org