________________
૧૫૬
ધારક-રમક-ગ્રાહક ત્વરાથી થાઓ વગેરે બોલ નં.૧૦૩થી ૧૧૯માં, વિધિ-નિષેધરૂપ અસ્તિ-નાસ્તિનો અને કાન સિદ્ધાંત પ્રરૂપતાં, મોહ વિકલ્પના ત્યાગનો ઉપાય બતાવ્યો છે.
- વળી, શિક્ષાપાઠ ૯માં, આ સંસાર તે મારો નથી. હું એથી ભિન્ન, પરમ અસંગ, સિદ્ધ સદેશ આત્મા છું, એવી આત્મસ્વભાવવર્તના તે નિશ્ચય ધર્મ છે. શ્રી સમયસારજીની ગાથા ૧૧મી પણ એ જ કહે છે ને ? પોતાનો ત્રિકાળ સ્વભાવ પરમ અસંગ સિદ્ધ સંદેશ આત્મા છે અને એને જ આશ્રયે સમ્યક દર્શનાદિ સર્વ શુદ્ધ અવસ્થાઓ પ્રગટે છે. અહો જ્ઞાન ! અહો સ્વરૂપ ! ૧૪-૧૫-૧૭ વર્ષની વયે તત્ત્વનો કેવો નિર્ધાર છે ! અહો ! અહો ! શ્રી સદ્ગુરુદેવ ! હો વંદન અગણિત.
આત્માના અનંત ધર્મોમાં મુખ્ય ધર્મ જ્ઞાનછે. પરાશ્રય બુદ્ધિછૂટી, અંતર્મુખ થવામાં જ્ઞાન જ કારણ છે. જ્ઞાનમાં જ્ઞાન માત્રનું વદન થવું એ જ અંતર્મુખપણું છે. તે સમયે નિજ જ્ઞાન વેદનમાં રાગ અને પરનાં વેદનનો અભાવ છે, તેમ અનુભવગોચર થતાં, રાગ અને પરથી ભિન્નપણું થયું કહેવાય. તેથી જ્ઞાન થતાં શ્રદ્ધાન થાય છે. અને ત્યારે જ ઉપયોગ સ્વરૂપમાં ઠરવા-સ્થિર થવા સમર્થ થાય છે.
- ચેતના સ્વભાવ સર્વ જીવોમાં વિદ્યમાન છે. તેના થકી જ જીવ સ્વને અને પરને જાણે છે. તેનો સ્વભાવ જ જાણવું અને દેખવું છે. જે સ્વને જાણે છે તેને દર્શન કહે છે, પરને જાણે છે તેને જ્ઞાન કહે છે. આત્મામાં એક ચેતન ગુણ છે અને તેમાં દીપકની જેમ સ્વ પર અવભાસક (સ્વ પર પ્રકાશક) ગુણ છે. આ સિવાયના સર્વ ગુણ નિર્વિકલ્પ છે. આ જ્ઞાન ગુણ એક જ વિકલ્પવાન છે. અત્રે વિકલ્પનો અર્થ છે, અર્થને અવભાસ કરવું જણાવવું. આ ગુણ જ આત્માને અને પરને અવભાસ કરે છે. ચૈતન્યનો ચમત્કાર જ આત્માનું અસ્તિત્વ બનાવે છે.
‘પંચાધ્યાયી'માં, ઉપયોગનું બદલવું તે વિકલ્પ. તે વિકલ્પ જ્ઞાનની પર્યાય છે. જ્ઞાનોપયોગ એક પદાર્થથી બીજા પદાર્થ તરફ જાય તે જ ઉપયોગ સંક્રાન્તિ. વિકલ્પ બે પ્રકારે, રાગાત્મક અને જ્ઞાનાત્મક, રાગના સદૂભાવમાં જ જ્ઞાનમાં જ્ઞપ્તિ પરિવર્તન થાય છે તે રાગાત્મક વિકલ્પ, રાગના અભાવને કારણે કેવલજ્ઞાન , સ્વસંવેદન જ્ઞાન કે શુક્લધ્યાન નિર્વિકલ્પ થાય છે. આમ, મોહના વિકલ્પથી સંસાર છે અને અંતર્મુખતામાં મોહના અભાવે મોક્ષ છે.
विष और अमृत दोनों एक ही समंदरमें है । शंकर और कंकर दोनों एक ही कंदरमें है । ज़माना चुनाव का है, चुनाव कर लो ।
प्रभुता व पशुता दोनों तुम्हारे ही अंदर है । વિવેકબુદ્ધિ નથી તેથી મોહ છે, પશુતા છે અને વિવેક છે તેથી અંતર્મુખતા છે, પ્રભુતા છે.
ઉપયોગનું પરમસ્વરૂપમાં જોડાણ થવું તે યોગભક્તિ. આ યોગભક્તિ નિર્વાણની હેતુભૂત હોવાથી નિર્વાણભક્તિ. જિનોક્ત તત્ત્વમાં આત્માને જોડવો તે સમાધિભક્તિ. સમ્યફ રત્નત્રય પરિણામોનું ભજન તે નિશ્ચય ભક્તિ.
આવી ભક્તિને વરતાં ને ભગવત્ સ્વરૂપને ભજતાં થકાં આ આખરી સંદેશો અણમોલ ઉપહાર છે, અમૂલ પ્રાભૃત છે,અનોખી ભેટ છે, અનન્ય સિદ્ધિ છે, નિયમસાર છે.'
संकल्पसंक्षयवशाद्गलिते तु चित्ते संसार मोहमिहिका गलिता भवन्ति । स्वच्छं विभाति शरदीव खमागतायां चिन्मात्रमेकमजमाद्यमनन्तमन्तः ।।
મહોપનિષદુ, શ્લોક ૫૩
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org