________________
૧૫૭
અર્થાત્ સંકલ્પોના નાશને લીધે ચિત્ત જયારે ગળી જાય છે ત્યારે સંસાર રૂપ મોહની ઝાકળ પણ ગળી જાય છે, પછી શરદ ઋતુનાં સ્વચ્છ આકાશની જેમ અજન્મા અને આદિ-અંત રહિત એક માત્ર ચૈતન્ય જ પ્રકાશે છે.
કૃપાળુદેવની શ્રીમુખે આજ્ઞાથી અને વરદ હસ્તે પ્રભુશ્રીજીને અપાયેલ પૂજ્યપાદ સ્વામી વિરચિત ‘સમાધિ શતકના સઘન સ્વાધ્યાયના પરિપાકરૂપે, ૧૭મી ગાથાનું ઓર માહાભ્ય ગાયું તે શું હશે ?
एवं त्यक्त्वा बहिर्वाचं त्यजेदन्तरशेषतः ।
एष योगः समासेन प्रदीप: परमात्मनः ॥ અર્થાત્ બાહ્ય વાચા તથા અંતર્વાચાનો સંપૂર્ણ ત્યાગ થતાં જ પરમાત્મપદ સાથે જોડાઇ જવાય છે.
જહાં કલપના-જલપના, તહાં માનું દુઃખકાંઇ; મિટે કલપના-જલપના, તબ વસ્તુ તીન પાઈ.
- હાથનોંધ ૧:૧૨ બાહ્ય વાચાનો ત્યાગ તો ઘણાં કરે છે અને મૌનવ્રત સેવે છે. પણ સાથે નદીના પ્રવાહની પેઠે ચાલ્યા જ કરતી અંતર વાચા, કલ્પના, જલ્પના મિટાવી દે તો તે સમયે ત્યાં જ રત્નત્રયની પ્રાપ્તિ થાય છે. પરમાત્મપદ રૂપી દીવો પ્રગટાવવાનો આથી ટૂંકો રસ્તો ક્યો છે?
यतो वाचो निवर्तन्ते विकल्पकलनान्विताः । विकल्पसंक्षयाज्जन्तो पदं तदवशिष्यते ॥
| અન્નપૂર્ણા ઉપનિષદ્દ, અધ્યાય ૨, શ્લોક ૩૩
અર્થાત્ વિકલ્પો કરવા સાથે જ્યાંથી પાણી પાછી ફરે છે તે પદ પ્રાણીના વિકલ્પોનો નાશ થવાથી બાકી રહે છે. ‘અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ.' (શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૫૧)
is ‘દશ્ય છે જ નહિ' એવા બોધ વડે મનમાંથી દશ્ય જો સાફ થઇ જાય તો, નિર્વાણની પરમ શાંતિ પ્રાપ્ત થાય છે, મોક્ષનો રસ્તો પણ સાફ થાય છે, મોક્ષ માર્ગ આપે છે. કારણ કે, સમસ્ત સંસાર માર્ગનું અંતર કપાઇ ગયું, એક માત્ર અંતર્મુખ અવલોકન થતાં.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે તેમ, अहं ममेति मन्त्रोऽयं मोहस्य जगदान्यकृत् ।
क्षयमेव हि नपूर्व : प्रतिमन्त्रोऽपि मोहजित् ॥ અર્થાત્ હું અને મારું એ મોહના મંત્ર આગળ “ન' લગાડી લેતાં તે મોહ જીતવાનો મંત્ર થઇ જાય છે.
| જિનાગમની શૈલીએ દર્શન મોહ અને ચારિત્ર મોહ કહો, વેદાંતની રીતિએ અજ્ઞાનની સાત ભૂમિકા કહો કે અધ્યાત્મ શૈલીએ શ્રી સમયસારજીની સાખે કર્નાકર્મપણું કહો –
આ મોહ છે, મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. विकल्पकः परं कर्ता विकल्पः कर्मकेवलम् । न जातु कर्तृ कर्म त्वं सविकल्पस्य नश्यति ।
શ્રી સમયસારજી કળશ ૯૫ : શ્રી અમૃતચંદ્રાચાર્યજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org