________________
૧૫૮
અર્થાત્ વિકલ્પ કેવળ કર્તા છે અને વિકલ્પ જ કેવળ કર્મ છે. જે જીવ વિકલ્પ સહિત છે. તેનું કર્તાકર્મપણું કદી નાશ પામતું નથી.
અત્રે વિકલ્પ એટલે શેયના ભેદથી જ્ઞાનમાં ભેદ માલૂમ થાય છે. અને સંકલ્પ એટલે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નોકર્માદિ પુદ્ગલ દ્રવ્યોમાં પોતાની કલ્પના કરવી તે.
સંકલ્પ-વિકલ્પથી રહિત થવું એ મહાવીરનો મુખ્ય માર્ગ છે. (પત્રાંક ૧૨૩)
સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ જ નિગ્રંથનો પરમ ધર્મ છે. એક સમય પણ ઉપયોગ બહિર્મુખ કરવો નહીં એ નિગ્રંથનો મુખ્ય માર્ગ છે. (પત્રાંક ૭૬૭)
निज रूपं पुनर्याति मोहस्य विगमे सति । उपाध्य भावतो याति स्फटिकः स्वस्वरूपताम् ।
યોગસાર, સંવર અધિકાર : શ્રી અમિતગતિ આચાર્ય
અર્થાત્ મોહનો વિનાશ થઇ જતાં જીવ ફરીથી પોતાનાં નિર્મળ સ્વરૂપને પ્રાપ્ત થાય છે. જેવી રીતે રક્ત પુષ્પાદિ રૂપ ઉપાધિનો અભાવ થઇ જવાથી સ્ફટિક પોતાનાં શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થાય છે.
એટલે કે, મોહના વિકલ્પથી સમસ્ત સંસારની ઉપજ-ઉત્પત્તિ-ઉત્પાદ હતો તે અંતર્મુખ અવલોકતાં, વિલય-વ્યય થયો અને આત્મા એની ધ્રુવતા ધારીને રહ્યો.
હણી મોહગ્રંથિ, ક્ષય કરી, રાગાદિ સમ સુખદુઃખ જે; જીવ પરિણમે શ્રમણ્યમાં, તે સૌખ્ય અક્ષયને લહે.
- પ્રવચનસાર ગાથા ૧૯૫ : શ્રી કુંદકુંદાચાર્યજી
એટલે કે, મોહગ્રંથિનો ક્ષય કરવાથી, મોહગ્રંથિ જેનું મૂળ છે એવા રાગદ્વેષનું ક્ષપણ થાય છે. તેથી સમસુખદુ:ખ એવા તે જીવને પરમ મધ્યસ્થતા જેનું લક્ષણ છે એવા શ્રમણ્યમાં ભવન-પરિણમન થાય છે, અને તેથી અનાકુળતા જેનું લક્ષણ છે એવા અક્ષય સૌખ્ય-સુખની પ્રાપ્તિ થાય છે.
કૃપાળુદેવ જેવા અપવાદરૂપ ઓલિયા પુરુષે અસાધારણ પુરુષાર્થથી મોહના ઘરમાં રહીને જ મોહને મહાત કર્યો. કુટુંબ છે તે મોહને રહેવાનો અનાદિ કાળનો પર્વત છે. (પત્રાંક ૧૦૩) મોહ નિર્મૂળ કરવાનો માર્ગ છે, માલિક સાથે મહોબ્બતનો. પરપ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે...
મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહિયે જ્ઞાની દશા, બાકી કહિયે ભ્રાંત.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા ૧૩૯ મઢી આ મોહની મૂકો, અનાદિ કેદથી છૂટો; સુદર્શનના બધા અંગો, ઉપાસી કર્મને કૂટો. ચઢીને મોક્ષને પંથે, મહા આનંદ રસ પામો, વિસારી સર્વ વિકલ્પો, સમાજો જયાં નહીં નામો.
પ્રજ્ઞાવબોધ પુષ્પ ૯૧ : ૫.પૂ.બ્રહ્મચારીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org