________________
૧૨૭
ટૂંકમાં, પુદ્ગલ પરાવર્તનથી ખ્યાલ આવે છે કે, અનંત કાળ કેમ થતો હશે ? આ સંબંધી પદ્યમય શૈલીથી સમજવું કદાચ વધુ સુગમ પડે એ આશયથી નીચે એક કાવ્ય આપ્યું છે.
પુદ્ગલ પરાવર્તન કાવ્ય
“કર્મ પૂછે છે જીવને, તને સાંભરે રે ? હાં જી અનંત પુદ્ગલ પરાવર્ત, મને કેમ વીસરે રે ? આપણે મિત્ર અનાદિના, તને૦ હાં જી ક્ષણ એકનો ન વિયોગ, મને૦ દ્રવ્ય પરાવર્તન કર્યાં, તને૦ હાં જી પુદ્ગલ ભોગવ્યાં સર્વ, મને૦ અનુક્રમે ગ્રહણ કર્યાં, તને૦ હાં જી ઔદારિક દેહે પ્રથમ, મને૦ વૈક્રિયિક દેહે ગ્રહણ કર્યાં, તને૦ હાં જી તેજસ ને કાર્યણ, મને ક્ષેત્ર પરાવર્તન કર્યાં, તને૦ હાં જી જન્મમરણથી ત્યાંય, મને ક્ષેત્ર સ્પર્યાં ત્રણ લોકનાં, તને હાં જી સામાન્યપણે એમ, મને૦ પ્રથમ જન્મ્યો મેરુ તળે, તને હાં જી અસંખ્ય અસંખ્ય વાર, મને૦ બીજે પ્રદેશે જન્મ થયો, તને૦ હાં જી ત્રીજે-ચોથે મળ્યો જન્મ, મને૦ ક્રમથી પ્રદેશ પૂરા કર્યા, તને૦ હાં જી મરણથી પણ સ્પર્ધા તેમ, મને૦ કાળ પરાવર્તન કર્યાં, તને૦ હાં જી જન્મમરણથી એમ, મને૦ ઉત્સર્પિણી-અવસર્પિણી વિષે, તને૦ હાં જી જન્મમરણની ગાંઠ, મને પ્રથમ સમયે જન્મ્યો હતો, તને૦ હાં જી બીજે, ત્રીજે, ઘણે કાળ, મને૦ સમય ખપાવ્યા અનુક્રમે, તને૦ હાં જી ઉત્સર્પિણી-અવસર્પિણીના જ, મને૦ મ૨ણ કર્યાં પણ તે રીતે, તને હાં જી ભવમાં ભમ્યો હું એમ, મને૦ ભાવ પરાવર્તન થયાં, તને૦ હાં જી મૃત્યુ સમયના ભાવ, મને૦ કષાયની તરતમ્યતા, તને ં હાં જી ઉત્કૃષ્ટ શુભથી અશુભ, મને૦ અનુક્રમે થયા મરણપળે તને૦ હાં જી વિભાવ ભેદ અનંત, મને૦ અનંતકાળથી આથડ્યો, ગુરુરાજજી રે, અરે ! કર્મની સોબતે એમ, મને૦ કર્મની મૈત્રી તોડવા, ગુરુરાજજી રે, ખરે ! આપનું ચરણ-શરણ, મને૦ સમાધિમરણ કરશું હવે, ગુરુરાજજી રે, હાં જી લઇશું ભવનો પાર, મને૦” (પત્રસુધા ભાગ ૩, પૃ.૪૧૬, પત્રાંક ૪૨૩)
માર્ગની ઇચ્છા જેને ઉત્પન્ન થઇ છે, તેણે બધા વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ ક૨વો અવશ્ય છે : અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી ? અને તે શું કરવાથી થાય ? આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે; અને એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના, તેને માટે દૃઢ થઇ ઝૂર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી; પૂર્વે થયું નથી; અને ભવિષ્યકાળે પણ નહીં થશે. (પત્રાંક ૧૯૫)
આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા આવવા યમનિયમાદિ સાધનો શાસ્ત્રમાં કહ્યા છે. પણ જીવની સમજણમાં સામટો ફેર હોવાથી તે સાધનોમાં જ અટકી રહ્યો અથવા તે સાધન પણ અભિનિવેશ પરિણામે ગ્રહ્યાં. (પત્રાંક ૬૩૧)
Jain Education International
ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૭
For Private & Personal Use Only
www.jainelibrary.org