SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ તીર્થકર થવારૂપ નામપ્રકૃતિ પરવડે પણ નહીં ને? પરંતુ તીર્થકરે કર્યા પ્રમાણે કરવા ઇચ્છા છે. એ મહાકામ માટે તો તે જન્મ્યા છે. (પત્રાંક ૭-૧) એ મહાકામ તે શું? “મોક્ષમાર્ગનો ઉદ્ધાર” – સત્ય ધર્મનો ઉદ્ધાર ! વારુ, મોક્ષમાર્ગના પ્રકાશની વાત અત્રે નથી. અત્રે તો મોક્ષમાર્ગને તેના મૂળ આત્મામાં ઊર્ધ્વતાએ “ધારવો' છે. सम्यक्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः । | (શ્રી તત્ત્વાર્થ સૂત્ર, અ. ૧, સૂત્ર ૧ : વાચક ઉમાસ્વાતિજી) એ માર્ગને ઉચ્ચતમ એવા લોગુત્તમા’ પદે સ્થાપવો છે, આતમામાં ‘ઊર્ધ્વતાએ ધારવો છે' – ‘ઉદ્ધારવો છે'. મોક્ષરૂપ જ રાખવો છે. ‘ઊર્ધ્વમૂળ તરુવર અધશાખા રે.” (શ્રી સુવિધિનાથ સ્તવન ઉપાધ્યાય યશોવિજયજી) | ‘ભાખું મોક્ષ' એમ ગ્રંથારંભે તો કહ્યું જ છે ને ? વળી જેતપરમાં તેની મહત્તા છત્રનો પ્રબંધ કરીને મૂર્તિમંત કરી છે અને તેમાં જ તે ભાવના ઉદાત્તતાએ સ્થાપી છે, વર્ણવી છે : અરિહંત આનંદકારી અપારી. બસ, અપાર આનંદ ! આનંદ અપાર એટલે અનંત તો ખરો જ છતાં ય પાર પામ્યા પછી નહીં, આ તો વણ પાર પામ્ય, દેહ છતાં નિર્વાણ એવી કેવળ અવસ્થાએ જ, કારણ ? કેમ ? ભલા એ તો છે. સદા મોક્ષદાતા તથા દિવ્યકારી! ‘પૂત પૂfમુચ્યતે' એ ન્યાયે મૂર્તિમાન મોક્ષમાંથી સદાય મોક્ષ જ સ્ફરે; એટલે દુર્લભ એવા મોક્ષદાતા તો સદાય મોક્ષનું જ દાન દે અને તે પણ જગદીપનકરની અદાથી. તથા એટલે ‘યથાર્થ સ્વપર-પ્રકાશકતાએ જ દિવ્યકારી. અત્ર તો સહજનાં ‘સુહ’–‘શુભ' તે તો ‘સુખ'રૂપ છે અનંત સૌખ્ય રૂપ. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, rather અનંતજ્ઞાનાદિ તો ચતુષ્ટયરૂપ છે. ‘સમાવી અT:' એ અરિહંતા રીતિ સૂત્રાત્મકતા પામી છે. સિદ્ધાંતની સનાતનતાએ ! ‘રી'ની ‘સહજ’ સ્વરૂપકારકતા દિગંતવ્યાપી આકાશવ્યાપી ‘ખ'રીને ? ભગવાનની ન બોલતા તો ય સહાય ભારતી તેવી પરાવાણી. વિશ્વની અનુકંપાથી સઘળા ય લોકપ્રમાણ આત્મપ્રદેશો કંપતાં ઉદભવેલી. લોકપુરુષની ‘પરમકૃપાળુદેવા’ સ્વરૂપ ! બસ ‘સહજ’ - જે પુરુષ આ ગ્રંથમાં સહજ નોંધ કરે છે તે પુરુષ માટે પ્રથમ ‘સહજ’ તે જ પુરુષ લખે છે. આવી પરમ કૃપાળુનાં વચનામૃતની-વાણીની-અપૂર્વતાછે, પૂર્વાપર અવિરુદ્ધતાથી તેની પરિપૂર્ણતા છે. તે પણ આબાદ વેધકતાથી વિનયાત્મક (વિશિષ્ટ નયાત્મક?) સ્વરૂપમાં - તે પૂર્ણનો પરમ ‘મુમુક્ષુ છે એટલે જ પૂર્ણને પણ મુક્તભાવે મોક્ષરૂપે જ મૂકવાનું સહજ છે ! તો એનો વિધાતા પણ પરમ પુરુષરૂપ છે : તે ધર્મની વિધિ, અર્થની વિધિ, કામની વિધિ અને તેને આધારે મોક્ષની વિધિને પ્રકાશી શકે તેવો છે. આવો એ ચતુર્વિધ પુરુષાર્થનો નિધિ છે, વિધાતા છે. (હાથનોંધ ૧:૪). એમના સહજ સ્વરૂપની પણ કેવા પ્રકારે ઉપસ્થિતિ છે, તે સ્વયં સમજાવે છે : વાસ્તવ્ય તો એમ છે કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળ જ્ઞાની મુક્ત છે, દેહાદિને વિષે અપ્રતિબદ્ધ છે..એવા જે જ્ઞાની તેને કોઇ આશ્રય કે અવલંબન નથી... નિરાશ્રય એવા જ્ઞાનીને બધું ય સમ છે. અથવા જ્ઞાની સહજ પરિણામી છે, સહજ સ્વરૂપ છે, સહજપણે સ્થિત છે... તે કર્તવ્યરહિત છે. તે સહજ સ્વરૂપ છે. (પત્રાંક ૩૭૭) જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું પાચકપણું મટી, સર્વ કાળને માટે અયાચકપણું પ્રાપ્ત હોય છે એવો જો કોઈ હોય તો તે તરણતારણ જાણીએ છીએ, તેને ભજો. મોક્ષ તો આ કાળને વિષે પણ પ્રાપ્ત હોય અથવા પ્રાપ્ત થાય છે. પણ મુક્તપણાનું દાન આપનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે. મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. (પત્રાંક ૩૭૯) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001330
Book TitleRajchandra Nirvan Shatabdi Smaranika
Original Sutra AuthorN/A
AuthorSahaj Shrut Parab Rajkot
PublisherSahaj Shrut Parab Rajkot
Publication Year2001
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Rajchandra
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy