________________
“ઉદાસીનતાનો જ્યાં વાસ, સકલ દુઃખનોછે ત્યાં નાશ, સર્વકાલનું ત્યાં છે જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ.”
તે માટે ત્રણ કાળને મુઠ્ઠીમાં લેવાની પૌરુષને ગુરુચાવી દીધેલી. ત્યાં ભવ ક્યાં રહ્યા ? ફાગણનો ફાગ પણ તાગ લઇને વિરમે છે.
ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા. (પત્રાંક ૧૦૭)
શ્રી કેવલબીજ સંપન્ન સૌભાગ્યભાઇને લખે છે.
૯૭
જગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઇએ છીએ. (પત્રાંક ૧૬૫) બસ !
નિઃશંકતા, નિર્ભયતા, નિઃસ્પૃહતા છે, એટલે ઉલ્લાસથી લખે છે : કેવલ જ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તો નહીં જાય. મોક્ષની આપણને કંઇ જરૂર નથી... એથીયે અલૌકિક દશાની ઇચ્છા રહે છે. મોક્ષમૂર્તિ – મોક્ષરૂપ બનવું છે અને મુક્તપણાનું દાન કરવું છે. નિર્વિકલ્પ જ્ઞાન થયા પછી જે પરમ તત્ત્વનું દર્શન થાય છે તે પરમ તત્ત્વરૂપ સત્યનું ધ્યાન કરું છું. (પત્રાંક ૧૬૭)
આમ સ્વયં જ્ઞાનાવતાર (પત્રાંક ૧૬૭) કારતક શુદ ૧૨ રવિવારે લખે છે. અને બીજે દિને તો પૂર્વભવમાં જોયેલા શ્રી મહાવીરદેવના દર્શનનો તલસાટ છે.
હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે. (પત્રાંક ૧૬૮)
એટલે બીજી તે૨શે મંગલવારે તો અરિહંતા મંગલ સ્વયં સિદ્ધિદાતા બની રહે છે. પરમકૃપાળુ દેવ તેથી કાર્તિક સુદ ૧૪ના રોજ ઓર ઉલ્લાસમાં છે. એટલે પ્રભુશ્રીને પાઠવેલા પત્રમાં લખે છે. ગઇ કાલે (એટલે કે ૧૩ ને મંગળવારે) પરમ ભક્તિને સૂચવનારું આપનું પત્ર મળ્યું. તેનાથી શું થયું ? આહ્લાદની વિશેષતા થઇ પોતાને ક્ષાયિક સમક્તિ પ્રગટ્યાનો અનુભવ-આહ્લાદ હતો ત્યાં ૫૨મભક્તિના અભિનંદન મળ્યા એટલે આહ્લાદમાં વધારો થયો, વિશિષ્ટ બની ગયો ! પરમકૃપાળુ દેવ ખૂબ ઉલ્લાસમાં આવી ગયા એટલે નિર્વાણમાર્ગનાં રહસ્યરૂપ સપ્તપદી લખી દીધી. પ્રભુશ્રીને તો ઇશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ મળી ગયો ! અને સર્વકાળ જે કહેવાની ઇચ્છા છે તે સનાતન શિક્ષા પણ પાઠવી : એ સઘળાનું કારણ કોઇ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. (પત્રાંક ૧૭૨) આમ માર્ગને તેના ઊર્ધ્વમૂલ સત્પુરુષમાં સ્થાપે છે.
Jain Education International
આ પત્ર લખતાં પહેલાં તે જ દિવસે શ્રી સૌભાગ્યભાઇને પત્ર લખે છે : પહેલાં કંઇક પ્રેમભક્તિ સમેત લખવા ઇચ્છું છું. આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે; ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળ સત્ય વાત છે. (પત્રાંક ૧૭૦) આ ક્ષાયિક સમકિતથી ગ્રંથિભેદ થયો છે. ક્ષાયિક એક અનન્ય. (પત્રાંક ૯૨૬) એક વાર થાય; થયું તે થયું. સદાય રહેવાનું, અનન્ય થઇને. પણ થાય ત્યારે વર્તમાન અને પછી અનંત ભવિષ્યમાં રહેવાનું. આમ તો બે કાળ થયા. ત્રણે કાળ કેવી રીતે ? એ તો ક્ષાયિકનું નિષ્ઠાપન થયું ત્યારે જ મુક૨૨ હતું ને ? સર્વજ્ઞાની સર્વજ્ઞોએ એ વાત સ્વીકારીછે. શ્રીમદ્ન તો મન:પર્યવ હતું તે હવે વિપુલમતિ થતાં અન્ય ક્ષેત્રે વિચરતા કેવલી – ભગવંતો સાથે વિનય વંદનાપૂર્વક નયણે પણ કરી લેને ?
-
નિર્વિકલ્પતા તો છે જ.
હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ પામવી બાકી છે. (પત્રાંક ૧૭૦)
તીર્થંકર જે સમજ્યા અને પામ્યા તે રાજચંદ્ર આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે તેવું કંઇ જ નથી. આ નિર્ણય ઘણા વખત થયાં કરી રાખ્યો છે. જો કે તીર્થંકર થવા ઇચ્છા નથી. વારુ, ‘સહજ’ને વળી
For Private & Personal Use Only
www.jainelibrary.org