SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ ઉપશાંત-ક્ષીણમોહ ધીર પુરુષ વિરલ મુક્તિગાની વીર બને તેમાં નવાઇ પણ શી ? તે મોક્ષપુર પ્રત્યે જ જાય. પંચાસ્તિકાયનું પંચામૃત ! પરમકૃપાળુ દેવ વિ.સં.૧૯૪૬ની શરૂઆતથી જ વીરદેવની તપોધ્યાના ચર્યામાં વિહાર કરી આવ્યા છે. એ જાણે મોક્ષમાલાના પૂર્ણકાલિકા મંગલના રવિને આત્મસાત્ કરવાનું સપ્તક જ નૈને રમાવે છે. માગશર સુદ ૧-૨ રવિએ દરશે છે : એકાદશ વર્ષની પર્યાયે વિચરતા વીરની - નિરંતર આત્મતા ભાવતાં અનિમેષ નયનની ઉપયોગની એકાગ્રતાએ સમાધિમય વીરની ચૈતન્યઘના પ્રતિમા ! પ્રત્યક્ષ મૂર્તિમાન મોક્ષનું આ સ્વ-રૂપધ્યાન ! શ્રીમને જાતિસ્મૃતિ જ્ઞાનથી શ્રી મહાવીર દેવના સમયમાં સમવસરણ પ્રવેશે પૂર્વભવનું જ્ઞાન થતાં ભાન આવેલું જ કે પોતે ‘પ્રત્યક્ષ દર્શનના અભાવે” અને “માર્ગના અજાણપણાથી' ઉપશમશ્રેણીથી પડતાં પાંચ અનુત્તરમાં ગતિ-સ્થતિ પામેલા. એટલે શ્રી મહાવીરદેવના પ્રત્યક્ષ આત્મસ્વરૂપની શુદ્ધતા પૂર્ણતા ઉપયોગપૂર્વક ધ્યાનમાં લઇ દર્શનની કૃતાર્થતાથી ક્ષાયિક-સમ્યકત્વી નિષ્ઠાપના તો પામેલા જ. અને એ સ્વરૂપદૃષ્ટિથી સમ્ય દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ માર્ગથી આત્મસ્વરૂપનું ભાન પણ સહજ પ્રાપ્ત થયેલું. એટલે એમ તો એકસામટો પુરુષાર્થ અનેકવિધ કતાર્થતાની ધન્ય નોંધો બની રહે છે. સં.૧૯૪૬નાં શ્રીમદનાં મનોમંથનો તેની અવધિ પામતાં નિરવધિ પૌરુષની ઓર સિદ્ધિ બની રહે છે. મહાવીર્યની પુરુષાર્થની એક અદ્ભુત શ્રેણી સામાન્ય કેવળીથી વિશિષ્ટ શ્રી તીર્થંકરદેવ સુધીનું ભાગવતી અર્થ સામર્થ્ય દર્શાવે છે. (પત્રાંક ૧૫૧) આશુપ્રજ્ઞની આ પ્રજ્ઞાપના-સમાપ્તિ. સં.૧૯૪૬ના દશેરાનાં વિજયપ્રયાણ વીરનાં જ છે : (પત્રાંક ૧૫૭) બીજજ્ઞાન. શોધે તો કેવલ જ્ઞાન. ભગવાન મહાવીરદેવ જ્ઞાની રત્નાકર + આ બધી નિયતિઓ કોણે કહી? અમે જ્ઞાન વડે જોઇ પછી યોગ્ય લાગે તેમ વ્યાખ્યા કરી! કેવું પ્રજ્ઞા-પ્રામાણ્ય ! જ્ઞાની બસ કેવળજ્ઞાને એક, અને સમ્યગુ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રણ રત્નોની આત્મક્યતાથી અનંતાનંત ગુણ-રત્નોના નિધિ. તેરમા ગુણસ્થાનકે, વિશિષ્ટતાથી શ્રી તીર્થંકરદેવ ૨૪. જ્ઞાન-દર્શન-ઉપયોગની યુગલ એકતાથી અનંત ચતુષ્ટયના નિધિ. બસ બે દૂચાર જેવી નિયતિ, જોઇ તેવી જ્ઞાનપ્રમાણે માપી લીધી, દ્રવ્ય-ભાવે સ્થાપી દીધી. ક્ષેત્રે-કાલે સનાતન ! દશેરાએ પ્રયાણ આદર્યા, અગિયારશે ડંકા દીધા : કેવળજ્ઞાન હવે પામશું, પામશું, પામશું રે. કે. (પત્રાંક ૧૫૨) બસ, હવે તો વિશ્વનું પોતાના સંસાર સમસ્તનું અધિષ્ઠાન તો “તો'ગુત્તમાં રિહંતાસિદ્ધા' સ્વરૂપ દેહ છતાં નિર્વાણ અનુભવતા સ્વયં ‘સહજ’ પુરુષ. અને એ જ સ્વયં બોધે છે : ઉદાસીનતા અધ્યાત્મની જનની છે. (પત્રાંક ૧૫૩) લોક પુરુષ સંસ્થાને જ્ઞાન-દર્શને જાણ્યો-જોયો ત્યારે ગાયેલું : For Private & Personal use only Jain Education international www.jainelibrary.org
SR No.001330
Book TitleRajchandra Nirvan Shatabdi Smaranika
Original Sutra AuthorN/A
AuthorSahaj Shrut Parab Rajkot
PublisherSahaj Shrut Parab Rajkot
Publication Year2001
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Rajchandra
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy