SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫ અનંત વીર્યને સ્થલકાલના પડકાર હોય છે. સમસ્ત વિશ્વને જાણવા જોવા માટે વીર્યને આનંત્યે છોડતાં પહેલાં તેને મુઠ્ઠીમાં લેવું પડે છે. જ્ઞાનને પ્રજ્ઞામાં નિષ્ઠિત કરી મુક્ત કરવાની રીતિ જેવી રીતિ વીર્યના આવિષ્કાર માટેછે. સર્વજ્ઞતા પ્રગટાવવા માટે એ સમયાત્મક છે તે સમજ એક સમતુલા બને છે. તે રહસ્ય પરમકૃપાળુ દેવ એક અનુભવમાં પામ્યા. “આ ભવ વણ ભવછે નહીં એ જ તર્ક અનુકૂળ, વિચારતાં પામી ગયા આત્મધર્મનું મૂળ.” આમ કાળને ધ્રુવતામાં થંભાવતાં ત્રણ કાળ મુઠ્ઠીમાં પ્રથમ જ લેતાં સઘળું મુઠ્ઠીમાં આવે છે. એ નચિંત અને નિર્વિકલ્પ બને છે. આમ બધું એક કરતાં યોગાઢતા આસાન બને છે. સઘળું કાલ સાથે મુઠ્ઠીમાં લેવાય છે; મુઠ્ઠી ખોલતાં સઘળું હસ્તામલકવત્ થાય છે. તે વાત પરમકૃપાળુ દેવની બીજા વીર સ્વરૂપે અલૌકિક સિદ્ધિ છે. (પત્રાંક ૭૭) પ્રથમ ત્રણ કાળ મુઠ્ઠીમાં લીધો એટલે શું થયું ? (પત્રાંક ૧૫૬) વીર સ્વયં મહાવીર બની ગયા. એટલે સમસ્ત વિશ્વને હસ્તામલકવત્ જોઇ શક્યા. જગતને આમ જોયું ! પલકારામાં પ્રગટ ! પરમકૃપાળુ દેવ એટલે જ કહે છે : શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, પણ મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. (પત્રાંક ૫૮) મૂંગાની શ્રેણે સમજાવનાર મુનિવરનું આ મૌન કોઇ ઓર છે. વીરત્વને ય ‘સહજ' કરનાર પોતાને માટે ‘સહજ’ સિવાય ક્યો શબ્દ વાપરે ! વ્યવહારથી નિશ્ચય સ્થાપવાની આ સૂઝ નિશ્ચયને વ્યવહારિત કરવાની કલા બક્ષે છે. શ્રીમદ્ આ સઘળું હજી પ્રજ્ઞામાં સંઘરી રાખ્યું છે. જ્ઞાન-દર્શનચારિત્રમાં વટાવ્યું નથી. It's a check (cheque) yet to be realized. બધું એકમાં છે. બાધો રૂપિયો છે, ‘રિ’ રૂપે, સમગ્ર અસ્તિત્વ, reality, as it is, altogether. દર્શનોપયોગની બાંધી મુઠ્ઠી ખોલવાનો અધિકાર જ્ઞાનોપયોગને તેની મુઠ્ઠીભર નિર્ભરતાથી સાંપડે છે. જ્ઞાન-ક્રિયા-ભક્તિયોગ પુરુષરૂપ ભગવાનનાં જ પ્રેરણાપૌરુષ છે. યોગાનુયોગે તે ચરિતાર્થ બને છે. જિજ્ઞાસા તેનો શોધવૃત્તિની પવિત્રતાએ શુદ્ધિથી જ જ્ઞાનને વરે છે. વસ્તુતાએ તો જિજ્ઞાસા જ્ઞાનની પ્રેયસી છે. શ્રી અંબાલાલભાઇ શ્રી લલ્લુજી સ્વામી (પ્રભુશ્રી) સાથે ભગવતી સૂત્રનો સ્વાધ્યાય કરતાં ‘સુદનોમાં પડુખ્ત બળરંભી' નો અર્થ શ્રીમદ્ન પૂછાવે છે. શ્રીમદ્ એક પત્રથી (પત્રાંક ૧૧૫) સમજાવી, બીજા પત્રમાં પાઠવે છે : શુદ્ધ યોગમાં રહેલા આત્મા અણારંભી છે.(પત્રાંક ૧૨૨) એ વાક્ય વીરની ભગવતીનું છે. મનન કરશો. શ્રીમદ્ ભગવતીસૂત્રને કેવા પ્યારથી લાડ કરે છે ઃ ‘વીરની ભગવતી !' જાણે, વીરત્વને વરવા માટે જ ભગવતી સૂત્ર ન હોય ! ભગવતી આખરે તો ભગવતી-વશ-ભક્તિવશ જ છે ને ? યોગોને પ્રવૃત્ત કરવા જતા આરંભ પણ થાય ને ? ઉપયોગ પ્રવર્તાવવો પડે ને ? અને યોગો ન હોય તો ઉપયોગ સ્થિર અને શુદ્ધ પણ બને તો ભગવાનમાં – તેમની મુદ્રામાં ઉપયોગને જોડતાં ઉપયોગ શુદ્ધ પણ બને ને ? આત્માની દૃષ્ટિ એક પ્રકારનું અંજનશલાકા પણ પામે ને ? મનન કરવા જતાં મન આત્મોપયોગની સ્થિતિ-ગતિને તેના મૂળ સ્વરૂપે પકડે તો આઠ રુચક પ્રદેશોની ધ્રુવતામયી નિરાવરણતામાંથી તેનું ગતિચક્રપણું પણ એક રહસ્યમયી સમસ્યા બની રહે ! न सा ययौ न सा तिष्ठौ । Jain Education International શ્રી અંબાલાલભાઇ તરફથી પ્રથમ પ્રશ્ન રુચક પ્રદેશો સંબંધી જ આવે છે. પ્રભુશ્રી અને અંબાલાલભાઇની તત્સંબંધી જિજ્ઞાસા એ જ તો એમની ક્ષાયિક સમકિત માટેની યોગ્યતાની સૂચક છે. અને તે શ્રીમને ય સફાળા જગાવે છે. શ્રીમદ્ આઠ રુચક પ્રદેશો નિરાવરણ છે તેને શ્રી ભગવતીસૂત્ર, પ્રજ્ઞાપણા, ઠાણાંગ આદિ સૂત્રોના સિદ્ધાંતો પુષ્ટિ આપે છે તેમ જણાવી ઉલ્લાસથી પ્રેરે છે કે, તેવી વાતો વિરલા પુરુષો માટે લખાઇ હોય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001330
Book TitleRajchandra Nirvan Shatabdi Smaranika
Original Sutra AuthorN/A
AuthorSahaj Shrut Parab Rajkot
PublisherSahaj Shrut Parab Rajkot
Publication Year2001
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Rajchandra
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy