________________
૯૪
કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી. અને સ્વરૂપને આવી ‘તત્ સત્’ની ધન્યતા-કૃતાર્થતા બ્રહ્મ-પરબ્રાહ્મી પરિપૂર્ણતાએ
છતાં ય બસ છે તે. (પત્રાંક ૯૧) સ્વયં સ્થાપે છે.
એટલે બે જ માસમાં, પોષ માસમાં સમ્યક્ત્વ તેનું અધિકોજ્જવલ સ્વરૂપ પ્રકાશે છે : સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ. (પત્રાંક ૯૫)
બધાય ગુણોને અંશે ઉલઝાવીને પૂર્ણતા પ્રતિ પોષતું. ‘સહગામી ગુણાઃ’ની અત્રનિર્વ્યાજ
પ્રશસ્તિ છે. પ૨મકૃપાળુ દેવ તેને થોડો ઠપકો પણ આપે છે : આવા પ્રકારે તા૨ો સમાગમ મને શા માટે થયો ? અમે ક્ષાયિકની નિષ્ઠાપના લઇને આવ્યા છીએ. એટલે અમારે તો ક્ષાયિક જ પ્રગટાવવું હતું. ઉપશમમાં થયેલી પછડાટની અમને પૂરી યાદ છે. અને વધુ તો તારી ચાર વાર પણ હાથતાળી દેવાની રમત અમને પરવડે તેમ નથી. ક્યાં તારું ગુપ્ત રહેવું થયું હતું ? આ પરિગ્રહ પ્રપંચમાં ક્યાં તું આવી ચઢ્યું ? આવ્યું તો ભલે ! પણ હવે પુનઃ સંતાઇ ન જતું.
ભાખું મોક્ષ એ તો જાણે એમની અરિહંતા પ્રતિજ્ઞા છે. એ ચાર પુરુષાર્થનો માત્ર એક પુરુષાર્થ છે. તે વસ્તુતાએ તો આત્મારૂપ પુરુષની સનાતન સાંપ્રદાયી કરુણા-સાર્થકતા છે. વીરના બોધનો આમૂલાગ્ર સિદ્ધાંત તો છે, ‘ાં નાળફ સે સર્વાં નાળફ ।' તેનો આ દૃઢયોગી સ્વરાટ-વિરાટમાં અનુયોગ સાધે છે. એની ભવ્યતાનાં દર્શન દર્શનોપયોગની સમગ્ર મહાસત્તાને માપી લેવાની શક્તિમાં કરાવતાં શ્રીમદ્ પડકારે છે :
લોક પુરુષ સંસ્થાને કહ્યો, તેનો ભેદ તમે કંઇ લહ્યો ? એનું કારણ સમજ્યા કાંઇ, કે સમજાવ્યાની ચતુરાઇ ?
શ્રીમને તો અધિષ્ઠાનની વિરાટતા બ્રહ્મ-પરબ્રહ્મતા અભિપ્રેત છે. પણ તેમને શરીર પરથી એ ઉપદેશ સમજાવવો છે, જ્ઞાન-દર્શનના ઉદ્દેશથી. કેવલજ્ઞાન-કેવલદર્શનને આવરણ છે, તેનાથી મુક્ત ક૨વાં છે અને યથાર્થ લોકાલોકને માપી લે તેવા પ્રગટાવવાં જ છે. આ પુરુષાર્થ તો જાણે લોકપુરુષનાં બે પાસાં છે. મોક્ષ અને ધર્મ-અર્થના સુબોધ પુરુષના માત્ર સહજપૂર્ણ આવિષ્કાર છે. લોક સ્વરૂપ અલોકે દેખવાની ત્યાં ઓર ગુરુગમ છે ! સંસ્થાનવિચય ધ્યાન પૂર્વધારીઓને પ્રાપ્ત થાય છે તો તે સાધી લીધું અને ગીતાર્થ કર્યું. હવે બસ, મુક્ત ભાવમાં મોક્ષ છે. (પત્રાંક ૧૨૦)
Jain Education International
(પત્રાંક ૧૦૭)
લોકાલોકની આકાશી વ્યાપ્તિથી જ્ઞાન-દર્શનને તેના મુક્ત સ્વરૂપમાં મૂક્યાં. હવે ઉપદેશનીય અથ-ઇતિ ગમમાં – દિશામાં છે એટલે વીરના વિહારને પ્રશંસતાં લખે છે.
‘નળ નાં વિર્સ ફØરૂ તળું તાં વિર્સ અપડિવન્દ્વ' (પત્રાંક ૧૨૪) જે જે દિશે જાવું ઇચ્છે તે તે તેને (મુક્ત) ખુલ્લી સદા !
એવો મુક્તભાવ પામવા માટે પૂરણ-ગલન જ જેનો સ્વભાવ છે એવા પુદ્ગલની રચના સમું આ જગત છે. ત્યાં ચેતનાને, આત્માને સ્તંભિત કરવો ઉચિત નથી. (પત્રાંક ૧૨૪) ‘સિદ્ધાન્તોમુત્તમા' થી પ્રયાણ આદર્યાં છે - મોક્ષાર્થે. તો પુદ્ગલથી પર થવું તેવી પરાત્પરા તત્પરતા ઘટે. બસ, અલિપ્ત ભાવમાં રહેવું. એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શતા ! અસંગ, અપ્રતિબદ્ધ ! (પત્રાંક ૭૩૮:૧૮)
પરમકૃપાળુ દેવની સન્નિષ્ઠા - આત્મનિષ્ઠા સહજ સ્વભાવી સ્વરૂપસ્થિતિ રૂપ છે, તેની ભૂમિકા તો તેમનું દૃઢ યોગીપણું છે. સત્ની ધ્રુવતા સમું. એ ધ્રુવતાનો પણ તે નિષ્કર્ષ કાઢે છે. આત્માની સ્વ-પરપ્રકાશક સત્તાને આકાશની વ્યાપ્તિમાં મૂકી લોકને પુરુષ સંસ્થાને જોયો તેમ હવે કાળની વ્યાપ્તિને વીરત્વે સમેટે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org