SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યથી અભેદ એવા આત્માનો એક પળ પણ વિચાર કરો. (પત્રાંક ૨૧-૨૧) એ વિચાર-ધ્યાને આત્મત્વ સમસ્ત વિશ્વથી પર, પરાત્પર બની રહેઆ ચારે ય પ્રકારે; એ છે પરમાત્મપણું અને ત્યાં સ-ચિ-આનંદપણું. “હું'માં અનુભવાતાં ધ્રુવતા સ્વભાવે-સ્વરૂપે, અસ્તિત્વે નિત્યત્વે ઉત્પાદ-વ્યયને આકાર-આધાર આપે-શમાવે ત્યાં સસ્વરૂપ ત્રિપદીનો ઉપયોગ અનન્ય બની રહે ! દ્વાદશાંગી તેનું માત્ર સ્કૂરણ છે. આત્માનો ધર્મ તો આત્મામાં જ છે. (પત્રાંક ૨૧-૯૯) વસ્તુને વસ્તુગતે જુઓ (પત્રાંક ૨૧-૮૪) અને જગત જેમ છે તેમ તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ જુઓ. (પત્રાંક ૨૧-૭૩) પણ એમની વ્યથા માત્ર આટલી છે : શુક્લ અંતઃકરણ વિના મારાં કથનને કોણ દાદ આપશે ? (પત્રાંક ૨૧-૪૭) છતાં કહી છૂટે છે : એક નિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધનાં તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. (પત્રક ૨૧-૭૧) સાથે સાથે બીજી ભલામણ પ્રથમ જ છે : યથાર્થ વચન ગ્રહવામાં દંભ રાખશો નહીં કે આપનારનો ઉપકાર ઓળવશો નહીં. (પત્રાંક ૨૧-૨૯) આત્મા જેવો કોઇ દવા નથી. (પત્રાંક ૨૧-૧૨૪) પ્રભુશ્રીના શબ્દોથી જરા ઉથલાવીએ - આ શું તને ગાળ દીધી? ‘નારીસ્સ સિદ્ધહાવો, તારિસ સહાવો સળંગવાઈ' સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તેથાય. (શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા ૧૩૫) એમ general કહ્યું. સ્વ-પર-પ્રકાશકતાને નાતે ‘સામાન્ય” તેવું જ તેનાથી ‘અવિયુત' એવું ‘વિશેષ' પણ કહ્યું, “તું છો મોક્ષસ્વરૂપ”. આવી છે પરમકૃપાળુ દેવની કૃપાદૃષ્ટિ. એના લક્ષ લક્ષ થયો તો પવિત્ર પુરુષોની કૃપાદૃષ્ટિ એ જ અનાદિની દેહ સાથે આત્માનો જે જોડનો ભાવ-યોગ તેને પલટાવી પરમાત્મા સાથે એક્તા કરાવતા પરમયોગ દષ્ટિ તે જ સમ્યગ્દર્શન ! (પત્રાંક ૨૧-૧૧૦) જેવી દૃષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દૃષ્ટિ જગતના સર્વ આત્મા વિષે છે. (પત્રાંક ૪૬૯) આ સ્થિતિની ઉત્તરોત્તર વિકાસગામી ત્રણ સ્થિતિ જોવામાં આવે છે; તેમાં આત્મજ્ઞાનના આવિર્ભાવમાં થતો ઉત્કર્ષ છે. પણ આ ઉત્કર્ષની સમ્યક્દર્શના સમીચીનતા સમજવા માટે સપુરુષાર્થની આદરણીય સરણી ઓર છે. તે થોડી અંતર્ગત કરીએ, આત્મસાત થવા. આ ઉત્કર્ષ, ઉપરનું આકર્ષણ છે, જળહળ જ્યોતિ સ્વરૂપનું. ‘વેત્તાર નો પુત્તમ' માં, પ્રથમ દ્રયમંગલરૂપ ‘રિહંતા મંત્તિમ્ સિદ્ધ મંકાનમ્' નું સ્વ-૫૨-પ્રકાશક ચૈતન્ય સત્તાનું, પરાત્પર સ્થિતિને પામેલા પરમાત્માનું. એનો “અવગ્રહ' આત્માના ઉપયોગને થયો તો તો દષ્ટિને અંજનશલાકા થઇ જ ગયાં. પ્રત્યક્ષ યોગે વગર સમજાવ્ય સ્વરૂપસ્થિતિ સંભવે છે. કારણ ? મૂર્તિમાન મોક્ષ તે સપુરુષ છે. (પત્રાંક ૨૪૯) અહો ! સપુરુષની...મુદ્રા... દર્શન માત્રથી નિર્દોષ. એટલે જ એ અપૂર્વ સ્વભાવના પ્રેરક નીવડે છે. (પત્રાંક ૮૭૫) ધ્યેયનું આ આકર્ષણ દૃષ્ટિને ધારણા આપી ધ્યાન પ્રગટાવે છે. સત્પષની મુખાકૃતિનું એક વખત હૃદયથી અવલોકન કરતાં સૂર્યમુખી ધ્યાનાત્મક જીવન બની રહે છે. તે તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી... સત્ સતું નિરુપમ, સર્વોત્તમ શુક્લ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન; (પત્રાંક ૯૧) પૂર્વભવમાં શ્રી મહાવીર દેવના આ છેલ્લા શિષ્ય ભગવાનનાં દર્શને ય કેવી દષ્ટિથી, કેવી આત્મીયતાથી તેજો અમી ઝીલ્યાં છે, આકંઠ પીધાં છે ! એ જ તો ક્ષાયિકની નિષ્ઠાપના થઇને રહ્યાં છે. છે તે ની આ સંનિષ્ઠા ! સત્ના ધ્રુવત્વની પરિણતિસારા છે.... સમ્યક જ્યોતિર્મય, ચિરકાળ કુન્દન સમી આનંદની પોતાની પ્રજ્ઞાશીલતાએ એક્તાથી જ જાણી લીધેલી અને આત્મસાત્ થયેલી તેવી ‘પ્ર-આપ્તિ', આત્મભૂત થઈને રહે તેવી અદ્ભુત !' એવી તો છે સત્ સ્વરૂપદર્શિતાની બલિહારી ! બસ, છે તે. (પત્રાંક ૯૧) એ તો સ્વભાવમૂલક અસ્તિત્વને નાતે નિત્ય જ બની રહેલ છે ! વીરનાં આ ક્ષાયિક દર્શન-જ્ઞાનના પ્રતાપે પ્રભાવે ઉપશમ પામતી ચંદ્રાનના વૃત્તિ શ્રી રાજચંદ્ર દેવની દર્શનપૂર્ણિમા થઇને રહે તેમાં નવાઈ કશી ? ક્ષયોપશમ દર્શનની આ ઉજજવલતા મતિ-શ્રુતને કેવાં નિરવધિ કરી મૂકે, અવધિ - મન:પર્યવને કેવાં આમંત્યમાં ઝબોળે? કેવાં લીન કરી દે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001330
Book TitleRajchandra Nirvan Shatabdi Smaranika
Original Sutra AuthorN/A
AuthorSahaj Shrut Parab Rajkot
PublisherSahaj Shrut Parab Rajkot
Publication Year2001
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Rajchandra
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy