________________
૧૪૫
થઇ શકે તેવી પવિત્રતા અને સ્વચ્છ પાટી (જેથી લખાય) તથા વાળ્યા વળાય તેવી કોમળતા હોવાની પૂર્વશરતો મૂકી દીધી છે. આટલું હશે તો તેમનાં કથનને અને વચનને અવશ્ય દાદ આપી શકીશું.
રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ;
જગત ઇષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. (૧૦)
જે મુમુક્ષુજનો સ્પર્શ, રસ, શબ્દ વગેરે ઇન્દ્રિયોના વિષયોમાંથી આસક્તિ ટાળી, વિષયો પ્રત્યે તુચ્છ ભાવ લાવી, વૃત્તિને રોકીને ઇન્દ્રિયસંયમ સાધે છે તથા ૫રમાર્થસંયમનાં સાધનો - સત્સંગ, સદ્બોધ, સત્કૃત પ્રત્યે રુચિવાન થાય છે અને ‘આત્માથી સૌ હીન’ ગણે છે, આત્માને જ અગ્રેસર રાખતાં જગત-સંસારના સંગપ્રસંગ પ્રત્યે ઉપેક્ષાવંત થાય છે તેવા આત્માર્થી મહાભાગ્યવાન મોક્ષાર્થીઓ મધ્યમ પાત્ર કહેવાય છે.
પંડિતવર શ્રી બનારસદાસજી આવા જીવોને સૂંધા જીવ કહે છે. જે જીવો સાત વ્યસન ને સાત અભક્ષ્યના ત્યાગીછે, કૃપાળુદેવની આજ્ઞા શિરોમાન્ય કરે છે, સંસારથી વિરક્ત થઇને આત્મ-અનુભવનો રસ લે છે, શ્રી સદ્ગુરુદેવ કૃપાળુદેવનાં વચન બાળકની જેમ દૂધની પેઠે ચૂસે છે તે છે સૂંઘા જીવ.
‘શ્રી કાત્તિકેયાનુપ્રેક્ષા’માં લોકાનુપ્રેક્ષામાં ગાથા ૧૯૫-૯૬-૯૭માં, જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ અંતરાત્માનું વર્ણન કર્યું છે. ‘સો જ્ઞાનીનો એક મત’ જ હોય !
ટૂંકમાં,
અનુષ્ટુપ
ગણે ના જો કશું મારું, તો ત્રૈલોક્ય ધણી જ તું; યોગીને યોગ્ય જાણી તે, રહસ્ય પરમાત્માનું.
નહિ તૃષ્ણા જીવ્યા તણી, મરણ યોગ નહીં ક્ષોભ;
મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતલોભ. (૧૧)
જીવ્યા સુધી જે તૃષ્ણા ન રાખે તે મરણ વખતે શા માટે રાખે ? જિંદગીમાં કેટલાંક શુભ કામ ક૨વાં બાકી રહી ગયાં તેવો કર્તવ્યભાવ પણ હોતો નથી. પૌદ્ગલિક ઉપભોગની તૃષ્ણા તો રહેતી જ નથી. લક્ષ્મીસંચય કે શાસ્ત્રસંચય વાપર્યા-વાંચ્યા વિનાનો પડી રહેશે એવો વિકલ્પ પણ ઊઠતો નથી. ૫૨૫દાર્થ પ્રત્યે મૂર્છાનો અભાવ વર્તે છે. લોભ કષાયના કણીયા કિટ્ટુ જેટલું યે બાકી રહેતું નથી તેથી તો જિતલોભ કહ્યા છે.
Jain Education International
લોકો પ્રાણના નાશને મરણ કહે છે. પણ આત્માનો પ્રાણ તો જ્ઞાન છે. એ જ્ઞાન શાશ્વત હોવાથી કદી નાશ પામતું નથી, માટે મરણ જેવું કશું નથી તો પછી જ્ઞાનીને મરણનો ભય ક્યાંથી હોય ? શાથી હોય ? જ્ઞાની મહાત્મા તો સ્વયં નિઃશંક થઇને નિરંતર સ્વાભાવિક જ્ઞાનને જ અનુભવે છે.
निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु लक्ष्मी समाविशतु गच्छतु वा यथेष्टम् । अद्यैव मरणमस्तु युगान्तरे वा न्यायात्पथः प्रविचलन्ति पदं न धीराः ॥
નીતિશતક શ્લોક ૮૩ : શ્રી ભર્તૃહરિજી
અર્થાત્ નીતિનિપુણો નિંદા કરે કે સ્તુતિ કરે, લક્ષ્મી આવે કે જાય, હમણાં જ મરણ થાય કે યુગો પછી આવે પરંતુ, ધીર પુરુષો ન્યાયના માર્ગથી (પોતાની ચાલથી, શૈલીથી કે પદથી) વિચલિત થતા નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org