SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ વિષયો રૂપી વિષ અતિ દારુણ છે કે જેના વડે આત્મા વિભાવ ભાવ રૂપી પરભાવ પામતો જન્મોજન્મ જ્ઞાનચેતનાને જાણતો નથી. અર્થાત્ જ્ઞાનચેતનાના સજીવનપણાને પામતો નથી. जहा खरो चंदणभारवहो, भारस्स भागी न हु चंदणस्स । एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी न हु सुग्गईए । | ઉપદેશમાળા : શ્રી ધર્મદાસ ગણિ જેવી રીતે સુખડ-ચંદનનો ભાર વહન કરનારો ગધેડો ભારનો ભાગી છે, ચંદનનો નથી, તેવી જ રીતે વર્તન વગરનાં જ્ઞાનને જાણનારો જ્ઞાનનો ભાગી છે, સુગતિનો નથી. ગર્દભ સાકરનો બોજો ઉપાડે તેથી તેને કંઇ મીઠાશ આવતી નથી તેવી જ રીતે આચરણ વગરનું જ્ઞાન, બુદ્ધિ, મતિ માત્ર બોજો જ છે. ટૂંકમાં, વિષય પ્રતિભાસ જ્ઞાનથી વિષમ પરિણતિ હોય છે, તત્ત્વસંવેદના જ્ઞાનથી સમ પરિણતિ હોય છે. હવેની ત્રણ કડીઓમાં (ગાથા નં.૯,૧૦,૧૧) પાત્રતા કેળવવાનો સંદેશ આપે છે. મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. (૯) જેની વિષયાભિલાષા મોળી પડી છે, વિષયાસક્તિ મંદ થતી ચાલી છે, મન-વચનકાયાની પ્રવૃત્તિ સરળ, નિષ્કપટ, નિખાલસ, માયારહિત, અવંચક થઇ છે, જે જ્ઞાનીની આજ્ઞામાં એકતાન થઇ સુવિચારણાની ભૂમિકાએ પહોંચ્યો છે, દયા-શાન્તિ-સમતા-ક્ષમા-સત્ય-ત્યાગ-વૈરાગ્ય વગેરે ગુણોથી આત્માનાં પરિણામમાં કોમળતા આવી છે તેવા અલ્પારંભી જીવો માર્ગપ્રાપ્તિની પ્રથમ ભૂમિકામાં આવ્યા ગણાય. | ના પંડિત પ્રવર શ્રી બનારસીદાજીની ભાષામાં, આવા જીવોને સુંઘા કહીએ. જે ગુરુવચન પ્રેમપૂર્વક સાંભળે છે, ભદ્રપરિણામી છે, હૃદયમાં દુષ્ટતા નથી, મંદકષાયી છે પણ આત્મસ્વરૂપને ઓળખતા નથી તે છે સુંધા જીવ, આપણી ભાષામાં સીધા કહીએ તો ચાલે. આ વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય, તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. (પત્રાંક ૪૦) સરળતા બહુ મોટો ગુણ છે. આજે સરળતા અને નિખાલસતા નહિવતું દેખાય છે. કૃપાળુદેવના શબ્દોમાં, નિષ્કપટપણું હાનિને પામ્યું છે. (પત્રાંક ૧૬૩) જ્ઞાની પુરુષની આજ્ઞા ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. અપૂર્વ પુરુષના આરાધનથી અપૂર્વ વિચાર, અપૂર્વ જ્ઞાન થાય છે. (પત્રાંક ૫૧૧) જયાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઇ, પામે પદ નિર્વાણ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૪૧ વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે. (પત્રાંક ૭૪૯) શુક્લ અંતઃકરણ વિના મારાં કથનને કોણ દાદ આપશે? (પત્રાંક ર૧-૪૭) શુક્લ અંતઃકરણ કહીને આપણી પાસે માયા-કપટ રહિત સરળતા, વિષય-કષાય રહિત નિર્મળતા, આજ્ઞા-સર્વિચારણા For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001330
Book TitleRajchandra Nirvan Shatabdi Smaranika
Original Sutra AuthorN/A
AuthorSahaj Shrut Parab Rajkot
PublisherSahaj Shrut Parab Rajkot
Publication Year2001
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Rajchandra
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy