________________
૧૪
વિનંતિ વણિકે વિવેકે વિચારી :
મોટા પુરુષોનો કેવો વિનય છે ? આજ્ઞા, આદેશ, ઉપદેશ કે સંદેશ નહીં લખતાં વિનમ્ર ભાવે લખી જણાવવા પરમકૃપાળુદેવ વિનંતિ શબ્દ પ્રયોજે છે.
વણિક પણ કેવા ?
પત્રાંક ૮૯માં, તેઓશ્રીના જ શબ્દોમાં, કોઇને મેં ઓછો અધિકો ભાવ કહ્યો નથી, કે કોઇને મેં ઓછું અધિકું તોળી દીધું નથી, એ મને ચોક્કસ સાંભરે છે.
‘વણિક વિષે’ કાવ્યના છપ્પા (શ્રી શામળ ભટ્ટ કૃત)નું આપને સ્મરણ કરાવું.
વણિક તેહનું નામ, જેહ જૂઠું નવ બોલે, વણિક તેહનું નામ, તોલ ઓછું નવ તોલે, વણિક તેહનું નામ, બોલ પોતાનો પાળે, વણિક તેહનું નામ, વ્યાજસોતું ધન આલે . વળી નામ વિવેકી વણિકનું, સુલતાન તુલે શાહ છે, વહેવાર ચૂકે જો વાણિયો, દુઃખ દાવાનળ થાય છે.
હવે વિવેકની વાત. હેય-જ્ઞેય ઉપાદેયનો કહો કે હિત-અહિતનો કહો, દેહ-આત્માનો
કહો કે જડ-ચેતનનો કહો, સત્ દેવ-અસત્ દેવ વચ્ચેનો કહો પણ વિવેક તે વિવેક. વ્યવહાર દૃષ્ટિએ જોતાં, બનેવી શ્રી ચત્રભૂજભાઇની વિનંતિને માન આપીને, વિવેકપૂર્વક વિચારીને આ પદ લખાયું છે. તેમના હિતાહિતનો પૂરો વિવેક જાળવીને લખ્યું છે. પોતે પોતાને વણિક..વ્યાપારી..વૈશ્ય કહીને જાણે કહે છે કે, સ૨વાળે ફાયદો શામાં છે, વધુ લાભ ક્યાં છે, કોને કેમ ભજતાં મહત્તમ કલ્યાણ લઘુતમ સમયમાં થાય વગેરેનો વિચાર કરેલો છે.
‘વિચાર’ શબ્દ પાસેથી કૃપાળુદેવે સમગ્ર વચનામૃતજીમાં ખરું કામ લીધું છે !
વડી વંદના સાથ હે દુઃખહારી :
હે અમ દુઃખભંજક અરિહંત ભગવંત ! આ જગતમાં આપનાથી વડું કોઇ નથી. આપ જ મહાદેવછો. કારણ કે, વીતરાગ સમો કોઇ દેવ નથી. આપ તો મહાત્મા, ના...ના, ૫૨માત્મા જ, પ્રભુ જ, દેવાધિદેવ, જયવંત જિનેશ્વરને વંદના પણ વડી (મહતી) કરું છું.
પરમાર્થથી અરિહંત પ્રભુને વંદના છે તો વ્યવહારથી મોટા...વડીલ બનેવી શ્રી ચત્રભૂજભાઇને વંદન પાઠવે છે. વળી, સ્થાનકવાસી આમ્નાયમાં, વિ.સં.૧૮૦૭માં ઝાલોર (રાજસ્થાન) મુકામે રચિત ‘મોટી સાધુવંદણા’નું પ્રસિદ્ધ કાવ્ય છે. જેમાં આદ્ય તીર્થંકર શ્રી ઋષભદેવથી માંડીને અનેકાનેક મોક્ષગામી મહાત્માઓને વંદના છે તેનો પણ લક્ષ કરાવતા લાગે છે.
હરિગીત
“આ મોહ ને અજ્ઞાનથી મુકાવનારા આપ છો,
કરુણા કરી સદ્બોધ ખડગે, શત્રુ-શિરો કાપજો .’’
Jain Education International
શ્રી પદ્મનંદિ આલોચના પદ્યાનુવાદ : પ.પૂ.શ્રી બ્રહ્મચારીજી
વટવૃક્ષ (વડલો) તો આપે જોયું જ હોય. એક વડલાને વડવાઇઓ અનેક. કેટલું ફૂલેફાલે ? એક વડવાઇમાંથી સો વટવૃક્ષ બની જાય છે. મૂળ વટવૃક્ષ ક્યું છે તે ઓળખી યે શકાતું નથી ! એક અંશ
For Private & Personal Use Only
www.jainelibrary.org