________________
૪. મહાગોપ :
૧૩
ભૂલભૂલામણીથી ભરપૂર છે. પણ અરિહંત પ્રભુ મોક્ષ સુધીનો માર્ગ બરાબર જાણે છે એટલે એમના સાર્થમાં જે કોઇ જોડાય છે તેમને મોક્ષ સુધી સુરક્ષાપૂર્વક પહોંચાડે છે.
હરિગીત
પરમાત્મપદ અરિહંતનું સમજાય સદ્ગુરુસંગથી, દૂરબીનથી જેવી રીતે દેખાય હિમગિરિ ગંગથી; શાસ્ત્રો કહે વાતો બધી નકશા સમી ચિતારથી, ગુરુગમ વિના બીના ન હૃદયંગમ બન્ને વિચારથી.
‘પ્રજ્ઞાવબોધ’ પુષ્પ ૨ : પ.પૂ.બ્રહ્મચારીજી
ગોપ ગાયોને પોતાના કબજામાં રાખે છે. આમતેમ રખડતી ગાયો ગોપના અવાજ સાંભળતાં જ નજર સામે આવી જાય છે. તેમજ ભગવાન પણ સંસારવનમાં રઝળતા જીવોને પોતાના કબજામાં રાખી એમની રક્ષા કરે છે. અરિહંતની વાણી સાંભળીને ભવ્ય જીવો માર્ગ ૫૨ આવી જાય છે. ગોપ જેમ સહી સલામત રીતે ગાયોને મુકામ તરફ લઇ જાય છે તેમ મોક્ષના મુકામ સુધી અરિહંત લઇ જાય છે.
ગો એટલે ઇન્દ્રિય. ઇન્દ્રિયને કબજામાં રાખે તે ગોપ. અરિહંત ભગવંતે તો બધી ઇન્દ્રિયો
તથા અનિન્દ્રિય એટલે મનને પૂર્ણપણે પોતાને વશ કરેલ છે તેથી મહાગોપ કહેવાય છે.
આટલી વાત પછી મુખ્ય વાત કે, અરિહંત દેવ સિવાય કોઇ દેવનું સ્થાપન હૃદયમાં ન હોવું ઘટે. અરિહંત પ્રભુની શ્રેષ્ઠતા જાણતા હોવા છતાં આપણે અન્ય દેવને માનીએ તેનો મતલબ એ કે, હજુ સુધી આપણને અરિહંતનું યથાર્થ ઓળખાણ નથી અને પૂરો પ્રેમ નથી.
Jain Education International
શ્રી આવશ્યક સૂત્રમાં ફરમાવ્યું છે તેમ,
अरिहंतो महदेवो, जावज्जीवं सुसाहुणो गुरुणो ।
जिण पण्णत्तं तत्तं, इअ सम्मत्तं मए गहियं ॥
અર્થાત્ જીવનપર્યંત અરિહંત જ મારા દેવ, સુસાધુ મારા ગુરુ, જિનેશ્વર કથિત તત્ત્વ મારો ધર્મ એવી દૃઢ શ્રદ્ધાને સમકિતને હું ગ્રહણ કરું છું.
દિવ્યકારી :
સંસ્કૃત ભાષામાં વિવ્ ધાતુ (ક્રિયાપદ, verb) છે. દૈવી, સ્વર્ગીય, અલૌકિક, દમકદાર, ચમકીલું, મનોહર, સુંદર, અલૌકિક તત્ત્વવેત્તા પુરુષ, તત્ત્વજ્ઞાન પમાડનારા, લોકોત્તર ગુણ બક્ષનારા અરિહંત પ્રભુ પોતે તો દિવ્યાતિદિવ્ય, ભવ્યાતિભવ્ય, રમ્યાતિરમ્ય તો છે જ પણ ભવિજનોને, મુમુક્ષુઓને યં દિવ્યતા બક્ષે છે. well, દિવ્યધ્વનિ પ્રકાશનાર દિવ્ય જ હોય ને ?
વિવેકીનું વીતરાગ પ્રતિ આકર્ષણ છે, શા માટે? રાગદ્વેષરહિત જ્ઞાનપુંજછે. વિકારરહિત છે, માટે શુદ્ધ છે. આનંદ સ્વરૂપછે. લોકમાં મંગળ એ જ છે. મંગળો લાવે, પાપો ાતાવે, અવ તો ઉન્હીં સે लगाव लग जावे ।
For Private & Personal Use Only
www.jainelibrary.org