________________
૧૬૦
પત્રાંક : ૯૫૪-૩
સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે ત ્ ધ્યાન મહીં; પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે, વર તે, જય તે.
૧૪ રાજલોકમાં ૧૪મે ગુણસ્થાનકે પહોંચવા આ ૧૪ કંડિકાનાં અમર અને અંતિમ કાવ્યની અંતિમ કંડિકા કહો કે, અંત્ય મંગલ કહો કે સ્વદેશ જવાનો સદુપદેશ ગણો, તે પ્રસ્તુત કડીનો આપણે સહુ યથાશક્તિ, યથાભક્તિ અને યથામતિ સ્વાધ્યાય કરી રહીએ.
સુખ ઃ
દુઃખ સુખથી ઉપરાંઠા થવું. (પત્રાંક ૫:૨૦)
સુખદુઃખ એ બન્ને મનની કલ્પના છે. (૫ત્રાંક ૮:૨)
સમભાવે સર્વ સુખ સંપાદન કરું છું. (પત્રાંક ૧૯:૨૭૯)
શુદ્ધ જ્ઞાનને આશ્રયે નિરાબાધ સુખ રહ્યું છે. ત્યાં જ પરમ સમાધિ રહી છે.
Jain Education International
प्रकाशशक्त्या यद्रूपमात्मनो ज्ञानमुच्यते ।
सुखं स्वरूपविश्रान्तिशक्त्या वाच्यं तदेव तु ॥
અધ્યાત્મ ઉપનિષદ્, ૨:૧૧ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજી અર્થાત્ આત્માનું જે સ્વરૂપ પ્રકાશ શક્તિની અપેક્ષાએ જ્ઞાન કહેવાય છે તે જ સ્વરૂપ વિશ્રામશક્તિ-આત્મ રમણતાના સંદર્ભમાં સુખ છે.
જે
જ્ઞાની પુરુષને જે સુખ વર્તે છે તે નિજ સ્વભાવમાં સ્થિતિનું વર્તે છે. (પત્રાંક ૬૦૩) ઉપજાતિ
પહેલું સુખ તે સમક્તિ સાર, બીજું સુખ તે સદ્ભુત વિચાર, ત્રીજુંસુખ તે સત્સંગ પ્રસંગ, ચોથું સુખ તે ૫૨માર્થ અસંગ.
अहो ज्ञानमहो ज्ञानमहो सुखमहो सुखम् । अहो शास्त्रमहो शास्त्रमहो गुरुरहो गुरुः ॥
(પત્રાંક ૭૮)
અવધૂત ઉપનિષદ્, શ્લોક ૩૨
પ.પૂ.બ્રહ્મચારીજી
એટલે કે, અહો જ્ઞાન ! અહો જ્ઞાન ! અહો સુખ ! અહો સુખ ! અહો શાસ્ત્ર ! અહો શાસ્ત્ર ! અહો ગુરુ ! અહો ગુરુ ! આ બધાંને જ ધન્ય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org