SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ દ્રવ્યની ઉત્પાદ-વ્યય-ધ્રુવતાની એક્તા સ્વરૂપ પરિણામ તે સ્વભાવ. (પ્રવચનસાર ૮૭-૧૧૦) સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે. (પત્રાંક ૪૯૩, છ પદનો પત્ર) स्वभावलाभात् किमपि प्राप्तव्यं नावशिष्यते । इत्यात्मैश्वर्यसंपन्नो नि:स्पृहो जायते मुनिः ॥ - જ્ઞાનસાર-નિઃસ્પૃહાટક : ઉપા.યશોવિજયજી અર્થાત આત્મસ્વભાવની પ્રાપ્તિથી બીજું કંઇ પ્રાપ્ત કરવા યોગ્ય બાકી રહેતું નથી એમ આત્માના ઐશ્વર્યથી યુક્ત મુનિ સ્પૃહા રહિત થાય છે. અહીં આપણને પત્રાંક ૬૮૦નું સ્મરણ થઈ જ આવે છે, જેની મોક્ષ સિવાય કોઈપણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઇ છે.. આત્મસ્વભાવ અગમ્ય છે માટે તે સ્વરૂપ યોગી જિન, સદેહે વિચરમાન અરિહંત પ્રભુ કે કેવલી ભગવાનનાં અવલંબનથી સહેજે સમજાય એમ કહી, સિદ્ધ સ્વરૂપનું ઓળખાણ કરાવનાર અરિહંતસ્વરૂપની મહત્તા ગાઇ છે, જેની કોઇ ઇયત્તા-સીમા-મર્યાદા નથી. એટલે તો એને મંગલ, લોકોત્તમ અને અનન્ય શરણ કહ્યું છે. જિનપદનાં અવલંબન વિના જીવ સ્વાવલંબી થઇ શકતો નથી. જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાાં શાસ્ત્ર સુખદાઇ. (૩) જિન એ કાંઇ સંપ્રદાયવાચક શબ્દ નથી, મહાન તત્ત્વવાચક શબ્દ છે. રાગાદિ સર્વ આંતર શત્રુને જીતી જે શુદ્ધ સહજાત્મસ્વરૂપને પ્રાપ્ત છે એવા આત્મા તે જિન. આત્મા અને કર્મના સનાતન યુદ્ધમાં કર્મકટકનો સંહાર કરી જે વિજયશ્રી વર્યા છે એવા ખરેખરા વીર તે જ જિન છે. નિજ સ્વરૂપનો જય કર્યો છે માટે તો જિન છે. એક દૃષ્ટાંત લઇએ. બકરાંને ચરાવનાર કોઇ એક ભરવાડ અરણ્યમાં પર્વતની ગુફામાં તરતનાં જન્મેલાં સિંહનાં બે બચ્ચામાંથી એક પોતાને ઘેર લાવ્યો અને તેને નિત્ય દૂધ પાઇને મોટું કર્યું. તે બચ્ચે દરરોજ બકરાંના ટોળા સાથે અરણ્યમાં જાય અને આખો દિવસ બકરાં સાથે બેસે, ફરે, દોડે, પાણી પીએ અને સાયંકાળે બકરાંના ટોળાં સાથે જ ઘેર આવે. ભરવાડ પણ તેને બકરાંના વાડામાં બકરાં સાથે જ પૂરી રાખે. એવી રીતે તે સિંહના બચ્ચાંને રાત્રિ-દિવસ બકરાંના સંગથી પોતાનું સિંહ સ્વરૂપ ભૂલાઇ ‘હું બકરો છું’ એવું દેઢ અજ્ઞાન થયું અને તેને ભરવાડ પણ હંમેશાં બકરો કહી બોલાવવા લાગ્યો. કોઇ દિવસ પણ ‘તું સિંહ છે” એમ ન કહે. તેથી સિંહને બકરો હોવાનું મિથ્યાજ્ઞાન દેઢ થયું. એક દિવસ વનમાં બકરાંના ટોળા સાથે તે સિંહ ઊભો હતો, તેવામાં પર્વતમાંથી એક બીજો સિંહ નીકળ્યો. તેણે બકરાના ટોળામાં પેલા સિંહને જોયો એટલે આશ્ચર્ય પામી મોટી ગર્જના કરી. તે સાંભળી સર્વ બકરાં નાસવા લાગ્યાં અને બકરાંનો સંગી સિંહ પણ નાસી જવા લાગ્યો. તે જોઇને પર્વતના સિંહે બૂમ પાડી કહ્યું, હે મિત્ર ! હે ભાઇબંધ ! ઊભો રહે. મારે તને એક વાત કહેવી છે. તેથી બકરાંનો સંગી સિંહ ઊભો રહ્યો. | ત્યાર પછી તે પર્વતનો સિંહ તેની પાસે આવી કહે છે : હે ભાઇ ! તું સિંહ થઇને બકરાના ટોળામાં કેમ રહે છે? ત્યારે બકરાંનો સંગી સિંહ રોષ કરી બોલ્યો, હું તો સિંહ નથી. તું હો તો, ભલે હો. હું તો બકરો છું. મને એવી જૂઠી વાત કહેવી નહીં. આવું વિપરીત બોલવું સાંભળીને તે પર્વતના સિંહના મનમાં વિચાર થયો : જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001330
Book TitleRajchandra Nirvan Shatabdi Smaranika
Original Sutra AuthorN/A
AuthorSahaj Shrut Parab Rajkot
PublisherSahaj Shrut Parab Rajkot
Publication Year2001
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Rajchandra
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy