SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ દિવસથી આ જન્મ્યો છે ત્યારથી જ તેને બકરાંનો સંગ થયો છે અને તેને વનમાં સાથે ફેરવનાર ભરવાડ પણ બકરો કહીને જ બોલાવે છે; તેથી જ તેને ‘હું બકરો છું' એવું મિથ્યા જ્ઞાન દેઢીભૂત થયું છે તે મારે ઉપદેશથી મટાડવું. એમ વિચારીને પર્વતનો સિંહ પેલા બકરાના અધ્યાસવાળા સિંહને કહે છે : હે ભાઇ ! તું વિચાર કરીને જો તો ખરો. તે બકરાં તો સર્વ નાના છે અને તું તો મોટો જુદો દેખાય છે; તો કહે, હું મોટો બકરો છું. એમ સાંભળી આ સિંહ કહે છે : હે ભાઇ ! તું ફરીથી વિચાર કરી જો. મારી સામું જો. હું પોતે સિંહ છું. મારા લક્ષણ તારાં લક્ષણ સાથે મળે છે. તે બકરાનું એક પણ લક્ષણ તારી સાથે મળતું નથી. બકરાના પગમાં બળે ખરી છે, મારા-તારા પગમાં પાંચ-પાંચ નખ છે. બકરાનું પૂંછડું હલ્યા કરે છે, તારું-મારું લાંબું છે. તો તું બકરો નથી. હવે અજ્ઞાની સિંહને કંઇક વિશ્વાસ આવતાં કહેવા લાગ્યો, તારી વાત સાચી જણાય છે પણ મારું મન માનતું નથી. છે ત્યારે પર્વતના સિંહે પેલા અજ્ઞ સિંહને નજીકનાં તળાવના કિનારે ઊભો રાખી પાણીમાં માં જોવા કહ્યું અને બોલ્યો; જો, તારું-મારું મુખ સરખું છે ને બકરાનું મુખ તો લાંબું છે, ગોળ નથી. તારી-મારી ડોક લીસી છે, બકરાંની ડોકમાં બે આંચળ છે. તારી-મારી કટિ, વાળ, કાન, શરીરનો વર્ણ બકરાંની સાથે મળતો નથી. બકરાંને શિંગડાં છે ને તને નથી. માટે તું વિચારી જો . બકરાંનાં લક્ષણ તારામાં નથી અને સિંહનાં બધાં લક્ષણ તારામાં છે, તો તું સિંહ શા માટે નહીં? સિંહ હોવા છતાં, તું ‘બકરો છું એમ માને છે, તેનું કારણ એ છે કે, જન્મથી જ તને બકરાંનો તથા ભરવાડનો સંગ રહ્યો છે. તેથી મિથ્યાભિમાન થયું છે. હવે હું બકરો છું એમ મૂકીને હું સિંહ છું’ એમ નિશ્ચય કર. આ વાત સાંભળી, વિચારી, પોતાનાં લક્ષણો તપાસી નિશ્ચય કર્યો કે, હું સિંહ છું. પશ્ચાત્તાપ કર્યો કે, આટલા કાળ સુધી મિથ્યા માનતામાં જ રહ્યો કે, હું બકરો છું, હવે કોઇ દિવસ બકરાંનો સંગ નહીં કરું, તેનો નાશ કરીશ. આવો નિશ્ચય કરીને સિંહ સાથે વિચરવા લાગ્યો. આશા ત્યાં વાસા (વાસના) થઇ, દેહ ભાવથી હાણ; સિંહ ભુલી બકરો બન્યો, ત્રાહ્ય ત્રાહ્ય ભગવાન. શ્રી શિશુચંદજી આવી રીતે આત્માને અનાદિ કાળથી સ્વસ્વરૂપનું અજ્ઞાન રહ્યું છે. કર્મના સંબંધથી દેન્દ્રિય વગેરેના સમુદાયરૂપ બકરાંના ટોળામાં આવી અજ્ઞાન...અવિદ્યા...મિથ્યાત્વશાત્ હું મનુષ્ય, હું પુરુષ, હું સ્ત્રી, હું દેવ, હું વાણિયો, હું બ્રાહ્મણ, હું મુમુક્ષુ, હું આશ્રમવાસી એમ માન્યું છે અને પોતાનું સ્વાભાવિક સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ ભૂલી ગયો છે. વળી ભરવાડ સરખા ગુરુ પણ તું સંસારી છે, તે વાણિયા છે, તે વિદ્વાન છે, તું બાળક છે વગેરે ખોટા બોધથી અજ્ઞાન દઢ કરાવે છે. અજકુલગત કેશરી લહે રે, નિજપદ સિંહ નિહાળ; તિમ પ્રભુભક્ત ભવિ લહે રે, આતમ શક્તિ સંભાળ. અજિત જિન તારજો રે... શ્રી અજિત જિન સ્તવન : શ્રી દેવચંદ્રજી મહારાજ જિન થઇ જિનવર આરાધે, તે સહી જિનવર હોવે રે; ભૂંગી ઇલિકાને ચટકાવે, તે ભંગી જગ જોવે રે. | શ્રી નમિ જિન સ્તવન : શ્રી આનંદઘનજી મહારાજ જેમ સિંહને જોઇને અજકુલગત સિંહને નિજ સ્વરૂપનું ભાન થાય છે તેમ જિનસ્વરૂપનાં દર્શને મુમુક્ષુને ‘દર્પણ જિમ અવિકાર' પ્રભુના રૂપદર્પણમાં નિજ સ્વરૂપનું દર્શન થાય છે. અવિકાર એવા નિર્મલ દર્પણમાં જેમ પુરુષના સ્વરૂપનું અર્પણ થાય છે તેમ નિર્વિકાર એવા નિર્મલ અંતરાત્મામાં જ પરમાત્માના સ્વરૂપનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001330
Book TitleRajchandra Nirvan Shatabdi Smaranika
Original Sutra AuthorN/A
AuthorSahaj Shrut Parab Rajkot
PublisherSahaj Shrut Parab Rajkot
Publication Year2001
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Rajchandra
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy