________________
૧૩૫
પ્રશ્ન થાય કે, જ્ઞાની ઇચ્છારહિત કે ઇચ્છાસહિત એમ કહેવું પણ બનતું નથી; તે સહજસ્વરૂપ છે. (પત્રાંક ૩૭૭) તો પછી કૃપાળુદેવ ઇચ્છે છે જે જોગીજન’લખે? જરૂર લખે, ઇચ્છે એટલે જાણે, વારંવાર તે રૂપ થયા કરે અને વળી સમર્થ છે એ અર્થ બરાબર બેસે છે. તે સઘળા યોગીજનોએ આત્મસ્વરૂપ જાણ્યું છે, આસ્વાદું છે એટલે વારંવાર અનુભવ્યા કરે છે, માણ્યા કરે છે અને આખરે સમ્ + બની રહે છે, નિષ્ણાત-નિગ્રંથ-સ્નાતક થઇ જાય છે.
આ ઇષ્ટ પદ, પરમ ઇષ્ટ પદ પ્રાપ્ત શી રીતે થાય? સાધ્ય પદ સાધવું શી રીતે ? તેનાં સાધન રૂપે મોક્ષમાર્ગનું – યોગમાર્ગનું નિરૂપણ કરતું પંચસૂત્ર પ્રકાશે છે હવેની પાંચ ગાથામાં.
આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. (૨)
સિદ્ધ ભગવાન તો અરૂપી છે. જીવને તો અનાદિથી માત્ર રૂપી પદાર્થોનો જ પરિચય છે, ક્યાં મેળ પડે ? સિદ્ધના જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંત આત્મિક ગુણો રૂપ સ્વભાવ અરૂપીપણાને લીધે સમજમાં આવવા અઘરા છે, અગમ્ય છે, ગમ ન પડે તેવી અગમ-નિગમ ને આગમની વાત છે. આ શુદ્ધાત્મપદ અમૂર્ત છે, સ્ટેજે ખ્યાલમાં આવે તેમ નથી.
પોતાનાં સ્વરૂપની ભ્રમણા ટાળવી, આત્માને આત્મભાવે ઓળખવો. એવી આત્મસ્વભાવ વર્તના તે નિશ્ચયધર્મ છે. (મોક્ષમાળા શિક્ષાપાઠ ૯ : સત્ ધર્મ તત્ત્વ)
નિજ સ્વભાવ તો અચિંત્ય અવ્યાબાધ સ્વરૂપ, કેવળ ન્યારો છે. (પત્રાંક ૬૫૧) જ્ઞાની પુરુષને જે સુખ વર્તે છે તે નિજ સ્વભાવમાં સ્થિતિનું વર્તે છે. (પત્રાંક ૬૦૩)
જ્ઞાનીની દૃષ્ટિ પ્રથમ નિરાલંબન છે, રુચિ ઉત્પન્ન કરતી નથી, જીવની પ્રકૃતિને મળતી આવતી નથી; તેથી જીવ તે દૃષ્ટિમાં રુચિવાન થતો નથી પણ જે જીવોએ પરિષહ વેઠીને થોડા કાળ સુધી તે દૃષ્ટિનું આરાધન કર્યું છે, તે સર્વ દુઃખના ક્ષય રૂપ નિર્વાણને પામ્યા છે; તેના ઉપાયને પામ્યા છે. (પત્રાંક ૮૧૦)
આત્મસ્વભાવ કહો, આત્મદ્રવ્ય કહો, આત્મતત્ત્વ કહો, પરમાર્થ કહો, શુદ્ધાત્મા કહો, પરમ સ્વભાવ કહો કે સ્વસ્વભાવ કહો : બધું એક જ છે.
મતિ, શ્રુત, અવધિ, મનઃ, કેવલ, તેહ પદ એક જ ખરે, આ જ્ઞાનપદ પરમાર્થ છે, જે પામી જીવ મુક્તિ લહે. (ગાથા ૨૦૪)
શ્રી સમયસાર પદ્યાનુવાદ : પૂ.શ્રી હિંમતલાલભાઇ શાહ
કોઈ બહારની ક્રિયા માર્ગ દેખાડતી નથી. જ્ઞાન જ માર્ગ દેખાડે છે. ચિત્ત અંતર્મુખ થાય, તેની વિચારધારામાં જ્ઞાનસ્વભાવી આત્માનું અવભાસન આવે, એટલે કે ભાવભાસન થાય, ભાવભા પુરુષાર્થ થાય તો, આત્મદર્શન થાય.
આવ્યંતર ભાવ તે સ્વભાવ. વસ્તુસ્થિતિનો ભીતરી ગુણ જે બાહ્ય પરિસ્થિતિ પર અવલંબિત નથી, (ધવલાજી ટીકા)
સ્વભાવ પરની અપેક્ષા રાખે નહીં. એટલે તો એ સ્વભાવ છે. (ન્યાય વિનિશ્ચય ટીકા) સ્વભાવ અનપેક્ષ છે, નિરપેક્ષ છે, તેથી અનાદિ અનંત છે. (પ્રવચનસાર) સ્વભાવ અતર્કગોચર છે. (આપ્તમીમાંસા)
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International