________________
૧૩૪
કે, સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ જ સર્વ પ્રકારે ‘સત્’જ આચરે છે, જગત જેને વિસ્તૃત થયું છે. અમે એ જ ઇચ્છીએ છીએ. (પત્રાંક ૨૬૦)
મૂળ શુદ્ધ તે આત્મપદ :
જેના મન, વચન, કાયાના યોગ સ્થિર થઇને જેની અંતવૃત્તિ રત્નત્રય રૂપ મોક્ષમાર્ગમાં જોડાઇ છે તે યોગી, મુમુક્ષુ, ચોથા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાનમાં વર્તતા સર્વ યોગીઓનો સમસ્ત વર્ગ મૂળ શુદ્ધ તે આત્મપદને જ ઇચ્છે છે, કારણ કે તેને જાણે છે. તે પદ એટલે મોક્ષપદ કહો કે સિદ્ધ પદ કહો તે છે. આઠેઆઠ કર્મના સંપૂર્ણ ક્ષયથી કર્મરહિત અને એટલે દેહાદિ યોગથી પણ રહિત એવા અયોગી સિદ્ધપદ રૂપ, નિરંજનપદ રૂપ શુદ્ધાત્માનું પદછે જે મૂળ તો સહજાત્મપદ છે જે પામ્યા પછી સિદ્ધશિલા પર તો માત્ર સ્થિતિ ક૨વાની છે, તેને ઇચ્છે છે, ઉપાસે છે. પદ કહેતાં, જેના દ્વારા અર્થબોધ થાય તે, શ્રી વિશેષાવશ્યક ભાષ્યની સાક્ષીએ. અહીં આત્મપદ કે શુદ્ધ આત્મપદ કહેતાં, આત્મા દ્વારા શુદ્ધાત્માનો અર્થબોધ થાય તે. આત્મા પોતાનું આત્મત્વ સંભાળી લે તે. અસલમાં તો પોતે શુદ્ધ જ છે. ‘આત્મા થઇને આત્મા બોલ્યો – આરાધ્યો તો બસ.’ સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે. (પત્રાંક ૬૦૯) આત્મા પોતાનાં સહજ સ્વરૂપમાં સ્થિતિ કરે એટલે કે પોતાની પદવી ધારણ કરી લે એટલે મોક્ષ જ છે. મૂળ શુદ્ધ સહજાત્મપદ છે, પરમાત્મપદ છે, સિદ્ધપદ છે.
કે
અનંત સુખ સ્વરૂપ ઃ
જોગી જન તે પદ શા માટે ઇચ્છે છે ? અનંત સુખ સ્વરૂપ છે, માટે.
સંસારના પ્રત્યેક સુખ વડે વિરાજિત રાજેશ્વર ભર્તુહરિજી છતાં પણ, સત્ય તત્ત્વજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવાથી તેનો ત્યાગ કરીને, યોગમાં પરમાનંદ માનીને ઉપદેશ કર્યો છે. (ભાવનાબોધ ઉપોદ્ઘાત) અતિ અતિ સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થયું કે, શુદ્ધ જ્ઞાનને આશ્રયે નિરાબાધ સુખ રહ્યું છે. તથા ત્યાં જ પરમ સમાધિ રહી છે. (પત્રાંક ૭૮)
શ્રીમદ્ કુંદકુંદાચાર્યજીએ ‘સમયસારજી’ના અન્ને ‘સૌખ્ય’ જ મૂક્યું ને ? ‘ઠરશે અરથમાં આતમા જે, સૌખ્ય ઉત્તમ તે થશે.’ (અંતિમ ગાથા ૪૧૫) આત્માનું સુખ અનભિલાપ્ય છે, શબ્દોથી કહી શકાતું નથી તેમ મોક્ષનું સુખ અનુપમેય છે, અનંત સુખ સ્વરૂપ છે, બસ.
Jain Education International
સાદિ અનંત અનંત સમાધિ સુખમાં,
અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો.
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? (પત્રાંક ૭૩૮)
સયોગી જિન સ્વરૂપ :
મૂળ શુદ્ધ તે આત્મપદ દેહાદિ યોગ સહિત એટલે કે દેહધારી, મુક્ત છતાં જીવતાજાગતા દેખાતા જીવન્મુક્ત, ચાર ઘનઘાતી કર્મનો ક્ષય કરી અનંત ચતુષ્ટય પદમાં સ્થિત એવા અરિહંત પ્રભુ યાને સયોગી જિનને વિષે પ્રગટપણે પ્રકાશી રહ્યું છે. સયોગી જિનનો હવાલો આપ્યો, છેક સુધી તીર્થપતિ જ હૃદયે ધરીને જીવ્યા, તીર્થંકર દેવની જ વાણી સુણીને સુણાવી છે. કૃપાળુદેવે આ અંત્યમંગલમાં પણ જિન પરમાત્માને નમસ્કાર કર્યા. વચનામૃતજીના પ્રારંભમાં ‘કામના’ અને અંતમાં ‘ઇચ્છા’ !
બોધું ધર્મદ મર્મ ભર્મ હરવા, છે અન્યથા કામ ના;
ભાખું મોક્ષ સુબોધ ધર્મ ધનના, જોડે કશું કામના. (પત્રાંક ૧:૧)
For Private & Personal Use Only
www.jainelibrary.org