________________
૫૪
મારા રાજપ્રભુની વાણી રે, કોઇ સંત વિરલે જાણી રે, વહાલા જાણી તેણે માણી રે, વ્હાલા માણી તેણે વખાણી રે..
મારા રાજપ્રભુની વાણી રે... ૧૦૮મા પાઠ ‘પૂર્ણાલિકા મંગલ'માં,
- શાસ્ત્રનું અંત્યમંગલ કરવાનું ચૂકે તો કૃપાળુદેવ નહીં ! ભણીને ભૂલી ન જવા માટે તથા શિષ્ય પરંપરા ચાલુ રહે તે માટે અંત્ય મંગલ છે. સાત વારનાં નામમાં મોક્ષ કહ્યો છે. રવિવારથી શરૂ કરતાં, તપ અને ઉપધ્યાનથી રવિ એટલે સૂર્યરૂપ થાય, સાતમી યોગદૃષ્ટિમાં જીવ આવે. અહીં શ્રુતકેવળી જેવું જ્ઞાન હોય છે. પછી સોમ એટલે ચંદ્ર જેવા શાંત, શીતળ અને આઠમી છેલ્લી યોગદૃષ્ટિમાં જીવ આવે, કેવળજ્ઞાન પ્રગટાવે, મંગળ કહેતાં કલ્યાણની પરંપરાને પામે છે. બુધજનો-જ્ઞાની પુરુષો પણ પ્રણામ કરે છે. તે સયોગી ભગવંત ગુરુના યે ગુરુ છે. આત્માની સિદ્ધિમોક્ષના દાતા છે. અથવા મૂક કેવલી થતાં પોતે શુક્ર જેવા તેજસ્વી છે પણ ઉપદેશ ન આપે. છેલ્લે મન-વચન-કાયાના ત્રણે યોગ કેવળ એટલે સર્વથા શનિપણું (મંદતા) પામે છે અને એમ ત્રણે યોગસંધન થતાં અયોગી બનતાં સિદ્ધાલયમાં સ્થિર થાય છે, વિરામ કરે છે, અનંત અનંત આત્મિક સુખની લહેરમાં બિરાજે છે.
સમય સમયના સલામ છે સિદ્ધ પ્રભુને.
જ્ઞાનક્રિયાપ્યાં મોક્ષદા જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ છે. મોક્ષમાળામાં કેટલાક પાઠ જ્ઞાનની મહત્તા ગાય છે, કેટલાક ક્રિયાની આવશ્યકતા સમજાવે છે. સત્ અને શીલ એ બે તત્ત્વજ્ઞાનના પાયા છે. કેટલાક પાઠ સત્ ખાતે જાય છે, કેટલાક શીલ ખાતે.
| સ ર્જનજ્ઞાનવારિત્રાMિ મોક્ષHIT : | અર્થાત્ સમ્યફ દર્શન, સમ્યફ જ્ઞાન અને સમ્યફ ચારિત્ર એ મોક્ષમાર્ગ. સમ્યક્ દર્શનના બોધ અર્થે કેટલાક પાઠ, સમ્યફ જ્ઞાનના બોધ અર્થે અમુક પાઠ તો સમ્ય ચારિત્રના બોધ અર્થે અમુક પાઠ આપ્યા છે. મોક્ષમાળા'માં મોક્ષમૂર્તિ પરમકૃપાળુદેવનો વીતરાગ શાસન પ્રત્યેનો પ્રેમ ઉલ્લસે છે,
યુગ યુગના યોગીનો વૈરાગ્ય વિલસે છે, નિષ્પક્ષપાત ન્યાયષ્ટિ ઝળકે છે, પરમ કારુણ્યસભર હૃદય ધબકે છે, અલૌકિક તત્ત્વજ્ઞાન ચમત્કાર ચમકે છે,
અનુપમ સત્નશીલની સૌરભ મહેકે છે.
આમ મોક્ષમાર્ગની અપૂર્વ વાટની અપૂર્વ શૈલીથી ગૂંથણી કરીને અપૂર્વ વસ્તુની પ્રાપ્તિ કરાવવાનું જ પ્રયોજન છે.
અંતમાં, હું શું કહું? પ.પૂ.બ્રહ્મચારીજીના શબ્દોમાં,
દોહરા ધનમાં મન જેવું રમે, સુંદર સ્ત્રીમાં જેમ,
તેમ રમે જો રાજમાં, મોક્ષ મળે ના કેમ ? જ્ઞાનીની આજ્ઞા વિષે, વર્તે તો સુખી થાય; સદ્ગુરુની આજ્ઞા વડે, ધર્મ અને તપ થાય; મોક્ષમાર્ગમાં તો ટકે, એ જ અચૂક ઉપાય. મોક્ષમાર્ગ બીજો નહીં, મિથ્યા અન્ય ઉપાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org