________________
૫૫
બાર ભાવના બોધી ત્યારે, વૈરાગ્યે બીજા રામ, રામ, રામ; રચી દિન ત્રણમાં મોક્ષની માળા, રહી ઉરે નિષ્કામ, કામ, કામ.
પ.પૂ.બ્રહ્મચારીજી.
માલિની છંદ સુજન તુજ સુહાવે કંઠમાં પુષ્પમાળા, હૃદયદલ ધરે જો આદરે મોક્ષમાળા; સતત રુચિથી સાધે આત્મસિદ્ધિ સદાયે, સકલ સ્વરૂપ સિદ્ધિ શું શીધ્ર ના વરાયે?
પૂ.રાવજીભાઈ દેસાઈ
માલિની છંદ શતમુખ પ્રતિભાના ઓજપુંજે લસતા, કવિ શત અવધાની ભાવના બોધવંતા; દરશન સુપ્રભાવી ગૂંથી જેણે રસાળા, દિન ત્રણ મહીં વર્ષે સોળમે મોક્ષમાળા.
પૂ.ડૉ.ભગવાનદાસભાઇ મહેતા.
વસંતતિલકા છંદ શિક્ષા પ્રબોધક રચી શુભ મોક્ષમાળા, મુક્તિ સ્વયંવર તણી જ વિવાહમાળા; વૈરાગ્ય ગંગ નદી સંસ્કૃતિમાં વહાવા, નિત્યે પ્રશાંત રસમાં અવગાહી જાવા.
પૂ.ઓમ્કારભાઇ
અડિયલ છંદ પ્રતિશ્રોત મોક્ષમાર્ગ પ્રકાશે સાદરે, નિકટ ભવ્ય આત્માર્થે આદરે આદરે; ભાવનાબોધ સુબોધ મોક્ષમાળા શચી, કરવા આત્મત્વસિદ્ધિ આત્મસિદ્ધિ રચી.
પૂ.રત્નરાજ સ્વામી.
મંદાક્રાન્તા છંદ મંત્ર મંત્રો સ્મરણ કરતો, કાળ કાઢે હવે આ, જયાં ત્યાં જોવું, પર ભણી ભૂલી, બોલ ભૂલું પરાયા; . આત્મા માટે જીવન જીવવું, લક્ષ રાખી સદા એ, પામું સાચો જીવન પલટો, મોક્ષ-માર્ગી થવાને.
પ્રજ્ઞાવબોધ પુષ્પ ૭૪, ૫.પૂ.બ્રહ્મચારીજી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org