________________
૫૩ ખરા ગુણી તો જેને શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે તે આત્મજ્ઞાની છે. તેમના ગુણમાં અનુરક્ત થવાની આજ્ઞા આપી છે. રાગને જીતવા પ્રશસ્ત રાગની જરૂરત છે. પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો, ગુણચિંતન કરો. (પત્રાંક ૮૫) ગુણ જોતાં આવડે તો ગુણ પ્રાપ્ત થાય. ૧૦૨માં પાઠ ‘વિવિધ પ્રશ્નો ભાગ ૧'માં,
- અનાદિ કાળથી રખડતા આત્માની કર્મજાળ ટાળવા માટે ધર્મની અગત્ય છે. જીવ અને કર્મ બન્ને અનાદિ છે. જીવ દેહધારી હોય ત્યારે રૂપી અને સ્વસ્વરૂપે અરૂપી છે. સ્વકર્મના વિપાકથી દેહ મળે છે. કર્મના મુખ્ય આઠ પ્રકાર છે, એકેક કર્મના સંપૂર્ણ ક્ષયે આત્માના એકેક ગુણ પરિપૂર્ણ રીતે ખીલી ઊઠે છે. જ્ઞાનાવરણીયના ક્ષયે અનંત જ્ઞાન, દર્શનાવરણીયના ક્ષયે અનંત દર્શન, વેદનીયના ક્ષયે અવ્યાબાધ સુખ, મોહનીયના ક્ષયે ક્ષાયિક સમ્યકત્વ, આયુષ્યના ક્ષયે અક્ષયત્વ, નામના ક્ષયે અમૂર્તત્વ કે અરૂપીત્વ, ગોત્રના ક્ષયે અવગાહનત અને અંતરાય કર્મના ક્ષય અનંત વીર્ય ગુણ પ્રગટે છે. આ બધા સિદ્ધના ગુણ કહેવાય છે. ૧૦૩જા પાઠમાં વિવિધ પ્રશ્નો ભાગ ૨'માં,
કર્મો ટળતાં આત્મા શાશ્વત મોક્ષમાં જાય છે. આપણો મોક્ષ કોઇ વાર થયો છે ? ના. કારણ મોક્ષે ગયેલો આત્મા કર્મજાળ ન રહેતાં પુનર્જન્મ લેતો નથી. કેવળીની વ્યાખ્યા કરી અને તેરમે ગુણસ્થાનકે કહ્યા પછી ચૌદ ગુણસ્થાનકનાં નામ આપ્યા છે. વિસ્તારભયે સવિસ્તર વાત લેતા નથી. ૧૦૪થા પાઠમાં ‘વિવિધ પ્રશ્નો ભાગ ૩'માં,
કેવલી અને તીર્થંકર પ્રભુનો ફેર કહ્યો, હમણાં જેમનું શાસન છે તે મહાવીર પ્રભુના અને તે પહેલાંના તીર્થકરોના ઉપદેશમાં તત્ત્વસ્વરૂપે કોઇ ફેર નથી તેમ જણાવ્યું. મુખ્ય ઉપદેશ આત્માને તારો એ જ છે. તે માટે વ્યવહારથી સત્ દેવ, સત્ ધર્મ અને સત્ ગુરુનું સ્વરૂપ જાણવા અને નિશ્ચયથી સમ્યક્ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ જાણવા નિગ્રંથ ગુરુની આવશ્યકતા કહી છે. ૧૦૫મા પાઠ ‘વિવિધ પ્રશ્નો ભાગ ૪'માં,
જૈન દર્શન સર્વોત્તમ હોવા છતાં સર્વ આત્માઓ એના બોધને માનતા નથી, કારણો છે કર્મની બહુલતા, મિથ્યાત્વનાં જામેલાં દળિયા અને સત્સમાગમનો અભાવ, પછી જૈન મુનિની ચરણસિત્તેરી યાને મુળ ગુણ ૨૮ અને ઉત્તર ગુણ ૮૪ લાખ જેમાં સમાય છે તે સંયમનું સ્વરૂપ કહેતાં, બૌદ્ધ ધર્મના પંચશીલ અને સંન્યાસીના પંચયામ કરતાં પંચ મહાવ્રત સૂક્ષ્મ અને સંપૂર્ણ જણાવ્યા છે. ૧૦૬ઠ્ઠા પાઠ ‘વિવિધ પ્રશ્નો ભાગ ૫'માં,
| વેદ અને જૈન દર્શનની તુલના મૂકી છે. જ્યાં સુધી આત્માને આત્માની અનંત શક્તિની લેશ પણ દિવ્ય પ્રસાદી મળી નથી ત્યાં સુધી “જગત વગર બનાવ્યું હોય નહીં.’ તેમ લાગે પણ તત્ત્વજ્ઞાનથી અને શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિ રચિત “સમ્મતિ તર્ક મહાર્ણવ અવતારિકા' ગ્રંથના અભ્યાસથી શંકા નીકળી જશે. વળી લખે છે કે, જો જગતકર્તા હોત તો સર્વજ્ઞ પુરુષોને તેમ કહેવામાં કંઈ ગેરલાભ, નુકશાન કે હાનિ નહોતાં. ૧૦૭મા પાઠ “જિનેશ્વરની વાણી'માં,
| મનહર છંદમાં મનહર વાણીનો મહિમા મૂક્યો છે. વાણી અતિશયની વાત શું કરવી ? ૩૫ પ્રકારના ગુણોથી અલંકૃત હોય છે. અનંત ભાવને અનંત નય, અનંત નિક્ષેપ વડે પદાર્થનાં સ્વરૂપને કહેનારી છે. સકલ જગતનું કલ્યાણ કરનારી, મોહ હરનારી એટલે સંસાર સાગરથી તારનારી અને મોક્ષના પુરુષાર્થને પ્રેરનારી જિનવાણીને સત્પષોએ પ્રમાણભૂત ગણી છે. કોઈ વસ્તુ સાથે ઉપમા આપી શકાય તેમ નથી છતાં ઉપમા આપવા પ્રયત્ન કરે તો તેની બુદ્ધિ મપાઇ જાય છે. હવે કૃપાળુદેવ કહી જ દે છે કે, બાળ જીવો-અજ્ઞાની જીવો જિનવાણીનાં માહાભ્યને સમજી શકતા નથી પરંતુ સમ્યક્ દર્શન થાય તો જ તેનું માહાભ્ય લાગે, લાગે છે તેને જ લાગે છે અને જાણે છે તે જ જાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org