________________
૫૨
૯૮મા પાઠ, ‘તત્ત્વાવબોધ ભાગ ૧૭’માં,
| જૈન દર્શનના અખંડ તત્ત્વ સિદ્ધાંતોનું ખંડન ન થઇ શકતાં, જૈન દર્શનના અવર્ણવાદ લખવાનું, બોલવાનું શરૂ કરનાર શંકરાચાર્યજી અને દયાનંદ સરસ્વતીજીને લક્ષમાં રાખીને કૃપાળુદેવ પૂછે છે કે, આપના વેદ વિચારો કઇ બાબતમાં જૈનથી ચઢે છે? મર્મસ્થાન પર વાત આવે ત્યારે મૌન સેવવા સિવાય તેમની પાસે કોઇ સાધન રહેતું નથી ! ગમે તે દર્શન માનો પણ સર્વદર્શનના શાસ્ત્રતત્ત્વને જુઓ. સ્વતંત્ર આત્મિક શક્તિએ જે યોગ્ય લાગે તે અંગીકાર કરો, તત્ત્વને વિચારો. ‘કર વિચાર તો પામ.” (શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૧૭) ૯૯મા પાઠ, ‘સમાજની અગત્યમાં,
અંગ્રેજો હિન્દુસ્તાન પર હુકમ અને હકૂમત ચલાવતા હતા તે સમયની વાત છે. તે પ્રજાનો ઉત્સાહ અને સંપ વખાણ્યો છે. સર્વજ્ઞ પ્રણીત આત્મતત્ત્વનો બોધ અજ્ઞાત દશામાં આવી પડ્યો છે તો પૂર્વાચાર્યોના ગૂંથેલાં મહાન શાસ્ત્રો ભંડારોમાંથી પ્રકાશિત કરી, ગચ્છભેદને ટાળી, ધર્મવિદ્યાને પ્રફુલ્લિત કરવા સદાચારી શ્રીમંતધનવાનોએ અને ધીમંત-બુદ્ધિમાનોએ મળી મહાન સમાજની સ્થાપના કરવા માટે આંગ્લપ્રજાના ઉત્સાહ, સંપ અને કાર્યકુશળતા અનુસરણીય છે. જુઓ ને, પરમકૃપાળુ દેવના વરદ હસ્તે સ્થપાયેલ પરમ શ્રત પ્રભાવક મંડળ તરફથી સલ્ફાસ્ત્રોનાં પ્રકાશનથી મનુષ્યમંડળ પર કેટલો ઉપકાર થયો છે ! ૧૦૦મા પાઠ “મનોનિગ્રહનાં વિદન'માં,
- આત્માના મોક્ષની વાત છે માટે આત્માને તારવાની જ મુખ્ય વાત છે. તે માટે તત્ત્વજ્ઞાનનો પ્રકાશ અને સલ્ફીલનું સેવન મુખ્ય છે. તે પ્રાપ્ત કરવા માટે મન રૂપી ઘોડાને વશ કરવો પડે. મન વશ કરવામાં અઢાર વિનો છે. જેવાં કે આળસ, માન. આપવડાઇ, માયા, રસગારવલબ્ધતા વગેરે. અઢાર પાપસ્થાનક પણ ઓછા થશે ત્યારે જશે. લક્ષની બહોળતા કરવાનો બોધ છે. એકડો ને બે મીંડા સો તેમ એક મન જીતતાં જગ જીત્યા બરાબર છે. ૧૦૧મા પાઠ, “સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો'માં,
જેનું ફળ મહાન હોય તે મહાવાકય. આખી મોક્ષમાળા સ્મૃતિમાં ન રહે તો આ દશ મહાવાક્યો યાદ રાખવા જેવા છે. એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. ગોળ ગળ્યો અને લીમડો કડવો લાગે તેમ દરેક પદાર્થ તેના ધર્મ પ્રમાણે વર્તે છે. તેવી જ રીતે કર્મના નિયમો મુજબ બધું વ્યવસ્થિત ચાલે છે. જે મનુષ્ય સપુરુષોનાં ચરિત્ર રહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. રાગ દ્વેષ રહિત થવું એ જ પુરુષના ચરિત્રનું રહસ્ય છે. મનુષ્ય પણ પરમેશ્વર થઇ શકે છે એવી લોકશાહી છે, વ્યક્તિ સ્વાતંત્ર્ય છે, ભાવસ્વાતંત્ર્ય છે. ચંચળ ચિત્ત જ સર્વ વિષમ દુઃખનું મૂળિયું છે. આપણા અનુભવની વાત છે કે, આકાશપાતાળના ઘાટ ઘડ્યા કરતું મન કે સંકલ્પ વિકલ્પ જ દુઃખનું મૂળ છે. ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ એ બન્ને દુઃખદાયક છે. ઓળખાણ ઊંડી ખાણ છે, બધાના મન સાચવવાં પડે. થોડા સાથે અતિ પરિચયથી અવજ્ઞા થાય, પ્રતિબંધ થાય. આ બધી સંસાર અપેક્ષાએ વાક્ય હતાં, હવે મોક્ષની વાત.
સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. મોક્ષાભિલાષી મુમુક્ષુઓ સાથે હોવા છતાં એકાંતમાં છે તેમ કહેવાનો આશય સમજાય છે. ઇન્દ્રિયો તમને જીતે અને સુખ માનો તે કરતાં તેને તમે જીતવામાં જ સુખ, આનંદ અને પરમપદ પ્રાપ્ત કરશો. પાંચ ઇન્દ્રિયના વિષયો જીતે તે ઘણું જીતી જાય. રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. રાગ એ મોહનો વિકલ્પ છે. લોભનો પર્યાય છે. છેક દસમે ગુણસ્થાને લોભ જાય છે. સંસાર છે તે જ સૂચવે છે કે હજુ રાગ છે. યુવાવયનો સર્વ સંગ પરિત્યાગ પરમ પદને આપે છે. ધન કમાવાની ઉંમરે ધર્મ કમાય તો ધર્મસ્વરૂપ થઈને જ રહે. તે વયમાં મોહનું અને દેહનું બળ વધુ હોય છે તે દેહના બદલે આત્મા ખાતે જાય તો કર્મક્ષય કરી મોક્ષ મેળવે. યુવાવયમાં ત્યાગ કરીને પણ બાહ્ય રીતે ખોટી ન થતાં અતીન્દ્રિય એવું આત્મસ્વરૂપ વિચારે. * વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અતીન્દ્રિય સ્વરૂપ છે. દસમું મહાવાક્ય કે, ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ.
For Private & Personal Use Only
lain Education International
www.jainelibrary.org