________________
૩
રાજસ્તુતિ શતસમુચ્ચય
હિર, તારાં નામ છે હજાર, ક્યા નામે લખવી કંકોતરી ? નામ તારાં છે અપાર, ગણતાં ન આવે પાર, પહોંચે ના પૂરો વિચાર, ક્યા નામે લખવી કંકોતરી ? પ્રભુ, તારાં છે અનંત નામ, ક્યે નામે જવું જપમાળા ? ઘટ ઘટ આતમ રામ, ક્લે ઠામે શોધું પગપાળા ? ઓ રે. . . !જ્સિ નામસે પુારું ?
મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક સત્ન જ પ્રકાશ્યું છે. તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે. તે જ પ્રતીત કરવા યોગ્ય છે. તે જ અનુભવ રૂપ છે. અને તે જ પરમ પ્રેમે ભજવા યોગ્ય છે. ...એવું તે પરમ તત્ત્વ, પુરુષોત્તમ, હરિ, સિદ્ધ, ઇશ્વર, નિરંજન, અલખ, પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર અને ભગવત્ આદિ અનંત નામોએ કહેવાયું છે. (પત્રાંક ૨૦૯)
૧૭૧
પ્રભુના ગુણ તો અનંત. તીર્થંકર ભગવંતને આપણે ૧૦૦૮ ઉત્તમ લક્ષણવંત કહીને સ્મરીએ છીએ. સહસ્ર એટલે હજા૨. સૂર્યને સહસ્ર કિરણ, ઇન્દ્રને સહસ્ર નેત્ર, શેષનાગને અને પાર્શ્વનાથ પ્રભુના ધરણેન્દ્રને સહસ્ર ફેણ, ભગવતીને સહસ્ર ભુજા, ગરુડ – નૃસિંહ વગેરે દેવોને સહસ્ર દાઢ, કાર્તવીર્યાર્જુન અને બાણને સહસ્ર ભુજા કહીને સહસ્રનો મહિમા ગવાયો છે. મહાભારતમાં પણ યુધિષ્ઠિરના પાંચ પ્રશ્નોના ઉત્તર રૂપે ભીષ્મે કહ્યું 3, स्तुवन्नामसहस्रेण पुरुषः सततोत्थितः
=
'
યૌગિક દૃષ્ટિએ પણ શરીરનાં સહસ્રાર ચક્રમાં સહસ્ર દળની વાત સહસ્રનો જ મહિમા
સૂચવે છે.
જેમ વિષ્ણુસહસ્ર નામાવલિ, શિવસહસ્રનામાવલિ, લલિતાસહસ્રનામાવલિ વગેરે છે તેમ જિનસહસ્રનામાવલિ પણ છે. શ્વેતાંબર અને દિગંબર, બન્ને સંપ્રદાયમાં જિનસહસ્રનામસ્તોત્ર મળે છે.
૪થી સદીના અંતિમ ભાગમાં, શ્વેતાંબર આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજીએ જિનસહસ્રનામ સ્તોત્ર રચ્યું છે જે ‘સિદ્ધ શ્રેયઃ સમુદાય’ અને ‘શક્રસ્તવ’ નામે પ્રસિદ્ધછે અને મોટાભાગનું ગદ્યમાં છે. ૯મી સદીમાં, દિગંબર આચાર્ય શ્રી જિનસેનજી રચિત ‘આદિ પુરાણ’ના ૨૫મા પર્વના ૧૦૦ થી ૨૧૭ સુધીના શ્લોકનું સંકલન તે જિનસહસ્રનામ સ્તોત્ર.
Jain Education International
૧૨મી સદીમાં, શ્વેતાંબર આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજીએ જિનસહસ્રનામ સ્તોત્ર રચ્યું જેનું બીજું નામ છે ‘અર્હન્નામસહસ્ર સમુચ્ચય'.
૧૩મી સદીમાં, દિગંબર પંડિત શ્રી આશાધરજીએ જિનસહસ્રનામ સ્તોત્ર રચ્યું. ૧૫મી સદીમાં, દિગંબર આચાર્ય શ્રી સકલકીર્તિજીએ જિનસહસ્રનામ સ્તોત્ર રચ્યું. ૧૭મી સદીના પૂર્વાર્ધમાં, શ્વેતાંબર આચાર્ય શ્રી દેવવિજયગણિ રચિત જિનસહસ્રનામ સ્તોત્ર ‘અર્હન્નામસહસ્ર સમુચ્ચય’ પણ કહેવાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org