SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ૧૭મી સદીના ઉત્તરાર્ધમાં, શ્વેતાંબર આચાર્ય શ્રી વિનયવિજયજીએ “અન્નમસ્કાર સ્તોત્ર' રચ્યું છે. ઇ.સ. ૧૬૮૨માં, ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ‘સિદ્ધસહસ્રનામકોશ'ની રચના કરી છે. અને હા, સંસ્કૃત ભાષાથી અનભિન્ન જીવો માટે સહસ્ર નામની રચનાઓ ભાષામાં પા કરાઇ છે. તેના કર્તા તરીકે, દિગંબર પંડિતપ્રવર શ્રી બનારસીદાસજી અને શ્વેતાંબર મુનિ શ્રી જીવહર્ષગણિજી છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ગુજરાતી ભાષામાં પણ ‘સિદ્ધસહસ્રનામવર્ણન છંદ' રચ્યું છે. હવે પ્રશ્ન એ થાય કે, નામ સહસ્રના પાઠથી લાભ શું ? નામસ્તવ કરનારો આત્મા તીર્થંકર નામકર્મ સુધીનું પુણ્ય બાંધી શકે એવો તો એનો મહિમા છે. તે પ્રાપ્ત થાય એ દરમ્યાન સહસ્ર નામના પાઠથી શુભની અને શાન્તિની પ્રાપ્તિ, પાપોનો નાશ, અભીષ્ટ સિદ્ધિ અને સર્વ દુઃખોથી મુક્તિ વગેરેનો લાભ મળે છે. નવધા ભકિતમાં પણ સ્મરણ ભક્તિનો મહિમા ગાયો છે. श्रुताब्धेः अवगाहनात् साराऽसार समुद्धृतः । भक्तिर्भागवती बीजं परमानन्दसम्पदाम् ॥ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી અર્થાતુ, આગમ...શાસ્ત્રોના. શ્રુતના સાગરમાં ડૂબકી મારીને સાર એ મેળવ્યો છે કે, પવિત્ર ભક્તિ એ પરમાનંદ રૂપ મોક્ષની પ્રાપ્તિ માટેનું બીજ છે. મોક્ષનું બીજું નામ જ મહોદય. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પરમકૃપાળુ દેવ પ્રકાશે છે કે, સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય (ગાથા ૯૬) અર્થાત્ મોક્ષનો ઉપાય ભક્તિ છે એમ સમજું તો ઉદય ઉદય, મહાઉદય, મહોદય યાને મોક્ષ કે મુક્તિ જ છે. પરમકૃપાળુ દેવ પરમોપકારી પ.પૂ.પ્રભુશ્રીજીને ફરમાવે છે, પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. મનથી સ્થિરતા થવાનો મુખ્ય ઉપાય હમણાં તો પ્રભુભક્તિ સમજો. આગળ પણ તે અને તેવું જ છે. (પત્રાંક ૩૮૦) હવે આપણે સહસ્ત્ર સમુચ્ચયની વાત સંક્ષેપીને અત્રે શત સમુચ્ચય પર આવીએ છીએ. મનુષ્યને શતાયુ કહેવામાં આવે છે. તેનું આયુષ્ય સો વર્ષનું ગણાય છે. આ સો વર્ષ માત્ર કાળગણના પૂરતો નથી, પરંતુ તેમાં રહેલાં સર્જનાત્મક તત્ત્વને દર્શાવે છે. તેનાં એક એક દલનું ખીલવું તે તેના પૂર્ણ વિકાસનું પગલું છે. પૂર્ણ વિકસિત કમળને શતદલપા કહે છે. કઠોપનિષદ્ (૨:૩:૧૬)ની સાક્ષીએ, હૃદયમાં એકસો એક નાડી રહેલી છે. જેમાંની એક બ્રહ્મપ્ર સુધી પહોંચેલી છે. એ નાડી વડે ઊર્ધ્વગમન કરી આત્મા અમૃત તત્ત્વને પામે છે. બીજી નાડીઓ દ્વારા અનેક પ્રકારની દેહાન્તર અવસ્થા પ્રાપ્ત થાય છે. આ સોની સંખ્યા મનુષ્યત્વના વિકાસની સૂચક છે. માનવહૃદયકમળને એટલે જ શતદલકમલ કહેવાય છે. પરંતુ આ સોની મર્યાદા ધરાવતી સંખ્યા સાથે એકનો આંકડો ઉમેરવામાં આવ્યો છે. આ જે એક કિરણ છે તે મનુષ્યને સો-સો આવર્તામાંથી બહાર કાઢી ઊંચે લઇ જતું ભગવદ્દતત્ત્વછે, પરમાત્મ તત્ત્વ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001330
Book TitleRajchandra Nirvan Shatabdi Smaranika
Original Sutra AuthorN/A
AuthorSahaj Shrut Parab Rajkot
PublisherSahaj Shrut Parab Rajkot
Publication Year2001
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Rajchandra
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy