________________
૧૭૩
સો-સો પરિવર્તનો કહો કે અસંખ્યાત સમયની પર્યાય કહો : આ બધાં વચ્ચે એક અને અવિકારી રહેનારું તો આત્મતત્ત્વ જ છે.
સોની સંખ્યા દ્વારા વિશ્વમાં અનુપ્રવેશ અને તેથી પર એક સંખ્યા દ્વારા પરાત્પરનું દર્શન છે. શત અન્વય સ્વરૂપ છે તો એક તેથી વ્યતિરેક સ્વરૂપ છે.
અહીં તો રાજપ્રભુનાં સ્મરણનો સો વિશેષણોથી સ્તુતિ કરવાનો કે કાલી-ઘેલી રીતે તેમની નવા િશને નવાજવાનો નમ્ર પ્રયાસ છે.
દેવર્ષિ નારદજીને પણ બ્રહ્માએ કહી જ દીધું કે, કળિયુગમાં સંસાર તહેવાનો ઉપાય પ્રભુનું નામસ્મરણ જ છે. નામસંકીર્તન તે નામસંકીર્તન. ગાન આત્મસિદ્ધિનું, નામ રાજપ્રભુનું અને તાન પરમાત્મા સાથેનું.
પણ પ્રશ્ન થાય કે, નામસ્મરણ કરવા માટે શું એ નામનું રહસ્ય કે અર્થ જાણવો જરૂરી છે ? જી હાં, નામ કે વિશેષણની પાછળ જે ભાવ-દર્શન પ્રગટ-અપ્રગટપણે રહ્યાં છે તે જાણતા હોઇએ તો, નામસ્મરણ વેળા વિશેષ આનંદ થાય, મન ખીલે બંધાય, સમયાંતરે નામ સાથે એકરૂપતા સધાય.
કામિતદાયક પદ શરણ, મન સ્થિર કર પ્રભુ ધ્યાન;
નામસ્મરણ ગુરુરાજનું, પ્રગટ કલ્યાણ નિદાન. અજગ્ન એટલે અવિરત.
- પ્રભુનું નામ જયારે અવિરત લેવાય છે ત્યારે તેમાંથી અનંત શ્રી પ્રગટ થાય છે. જયાં રાજ નામાવલિની અજગ્ન સહસ્ર ધારા વહે છે ત્યાં પવિત્રતમ વાતાવરણ થવાથી પરમ પવિત્ર શ્રી રાજધામ બની જાય છે. આ અજગ્ન એટલે કે અજપાજપ જાપ બની ૨હે, આત્માની નિરંતર પ્રતીતિ રહ્યા કરે એ જ રાજપ્રભુ પાસે પ્રયાચના.
શ, શત નામે નિજ નામ ઓગળે, શત શત રૂપે નિજ પીંડ પીગળે , નદી ભજીને જયમ નામ રૂપ, સિંધુ બની કેવળ સિંધુમાં ભળે .
| શ્રી મકરંદભાઇ દવે. પદાર્થની નિશ્ચળતા, જ્ઞાનની ઉજ્જવળતા અને ભક્તિની નિર્માતા : આ ત્રિવેણી તીર્થ છે., ગ તીર્થે એકાકાર થાય છે અને ચૈતન્યના શબ્દાતીત મહાસિધુમાં અંતે ભળી જાય છે, આત્મા બહિરાત્મા મટી, - એ . ના થઇ, પરમાત્મા બની જાય છે.
આ અવ્વલ નંબરના અઝીઝ (પ્રિય, પૂજય)
અલ્લાહ (ઇશ્વર) આફતાબ (સૂર્ય) અલિમ (વિદ્વાન) ઇલ્મી (જ્ઞાની) ઓલિયા (સિદ્ધ)
અનવર (જળહળ સ્વરૂપ) પરમકૃપાળુદેવ પર આફરીન પુકાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org