________________
૭૨
સમયે સમયે ચૂકવા જેવું નથી. આખરમાં સમાધિ મરણ કરવા માટે, અંતિમ સમયે સમાધિભાવ રાખવો પડશે. એ માટે અત્યારથી જ, મૃત્યુના આવવા પહેલાં, અસહ્ય વેદનીયના ઉદય પહેલાં, સંભાળવા જેવું છે, આત્માની ભાળ લેવા જેવું છે.
પળ પણ ભરનાર. (પત્રાંક ૧૦૫)
એકી સાથે એક જ સમય જીવાય છે, બે નહીં.
ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયો, છતાં સિદ્ધિ થઇ નહીં. (પત્રાંક ૨-૪) છેવટનો નિર્ણય થવો જોઇએ, સર્વ પ્રકારનો નિર્ણય તત્ત્વજ્ઞાનમાં છે. (પત્રાંક ૬) મહાવીરના બોધને પાત્ર કોણ ? દસ બોલમાં છઠ્ઠો બોલ આપી દીધો કે, ઉપયોગથી એક
કણબીને કણની કિંમત હોય, વેપારીને મણની કિંમત હોય, સાધકને ક્ષણની કિંમત હોય.
ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંત વાર ધિક્કાર હો ! (પત્રાંક ૯૩૫)
ઉપયોગ એ જ સાધના છે, વિશેષ સાધના તે માત્ર સત્પુરુષના ચરણકમળ છે. (પત્રાંક ૩૭)
તા.૨-૮-૧૯૩૨ના રોજ પ્રભુશ્રીજી બોધ કરે છે,
છેલ્લે, છેવટનું
Jain Education International
ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કાં અહો ! રાચી રહો ? (શિક્ષાપાઠ ૬૭)
૬
આત્મા ઉપયોગ સ્વરૂપ છે. ઉપયોગ સદા ય નિરંતર છે. તે ઉપયોગ ઉપર ઉપયોગ રાખવો. સૂર્ય-ચંદ્ર વાદળાં આડે ન દેખાય તો પણ છે એમ પ્રતીતિ છે; તેમ શુદ્ધ સ્વરૂપ છે એ પ્રતીતિ ભૂલવા યોગ્ય નથી. ઉપયોગ ભૂલી જવાય છે એ ભૂલ મહાવીર સ્વામીએ દીઠી. તે ઠામ ઠામ આગમમાં ઉપદેશી છે. એ સર્વ ભૂલની બીજભૂત ભૂલ છે.
ઉપયોગ એ ધર્મ. (પત્રાંક ૨૦-૭૨)
=
છેલ્લું. ભલામણ = ભલું થાય તેવી શીખ, શિખામણ.
ટૂંકમાં, ઉપયોગ એ જ ધર્મ.
પ્રભુશ્રીના શબ્દોમાં, બેટ્ટો હોય તે બીજું જુવે ! અંતમાં, બા.બ્ર.પ.પૂ.ડૉ.શ્રી શાન્તિભાઇના શબ્દોમાં,
હરિગીત
ઉપયોગપૂર્વક સમજ તું, ઉપયોગથી નિજ ભાન લે, ઉપયોગ વણ વિભાવ નહીં, ઉપયોગ સ્વરૂપ સંભાળી લે; ઉપયોગપૂર્વક સમજતાં, ઉપયોગ સ્વભાવે સ્વરૂપ છે, ઉપયોગપૂર્વક સ્વરૂપ કેવલ, સહજ સ્વભાવે સ્થિતિ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org