________________
૭૧
મનન કરવા યોગ્ય અને પરિણામે તેઓ ભણીથી મને શ્રેયની પ્રાપ્તિ થાય તેવી છે; પણ મારી સ્મૃતિએ તે પરિશ્રમ લેવાની મને ચોખ્ખી ના કહી હતી, એટલે નિરુપાયતાથી ક્ષમા ઇચ્છી લઉં છું. પારિણામિક વિચારથી તે સ્મૃતિની ઇચ્છાને દબાવી, તે જ સ્મૃતિને સમજાવી, તે વયચર્યા ધીરે ધીરે બનશે તો, અવશ્ય ધવળ-પત્ર પર મૂકીશ. (પત્રાંક ૮૯)
ભગવાન જેવા ભગવાને.. કૃપાળુદેવે પણ પરિણામનો કેવો વિચાર કર્યો છે? તો આપણે અનુયાયીઓએ ખરા અનુયાયી થવું હોય તો અનુશ્રોતી અને પ્રતિશ્રોતી થવું જ રહ્યું. ૮. અનુત્તરવાસી થઇને વર્ત.
અનુત્તર એટલે જેનો જવાબ નથી, જેનો જવાબ આપી શકાય તેવો નથી તે. તે આત્મા એમ કહીએ તો, જવાબ તો આપ્યો ગણાય ! અનુત્તર એટલે જેનાથી બીજુ કંઇ ચઢિયાતું નથી તે. સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ, પ્રધાન તે અનુત્તર. અનુત્તર એટલે નિરુત્તર પણ થાય. એક અક્ષર બોલતાં અતિશય-અતિશય એવી પ્રેરણાએ પણ વાણી મૌનપણાને પ્રાપ્ત થશે; અને તે મૌનપણું પ્રાપ્ત થયા પહેલાં જીવને એક અક્ષર સત્ય બોલાય એમ બનવું અશક્ય છે; આ વાત કોઇપણ પ્રકારે ત્રણે કાળને વિષે સંદેહપાત્ર નથી. (પત્રાંક ૩૯૭)
જહાં કલપના-જલપના, તહાં માનું દુ:ખ છાંઇ; મિ. કલપના-જલપના, તબ વસ્તુ તીન પાઇ.
હાથનોંધ ૧/૧૨, ‘મારગ સાચા મિલ ગયા” પદ.
એટલે કે, અંતર્વાચા અને બહિર્વાચાનો ત્યાગ એકી સમયે થાય છે (સમાસે) ત્યારે પ્રગટતી પરમાત્માદશાની આશયભરિત “સમાધિ શતક'ની સત્તરમી ગાથા અને ઉપરોક્ત કડીમાં ઉપસતી એ જ રહસ્યમયી વાત - જયાં મનની કલ્પના-જલ્પના કે વચનથી કલ્પના-જલ્પના છે ત્યાં દુઃખ છે, એ મટે છે ત્યાં રત્નત્રયની પ્રાપ્તિ થતાં પરિભ્રમણ મટે છે. “એ ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મા રૂપ', મૂળ મારગ સાંભળો જિનનો રે... (પત્રાંક ૭૧૫)
આત્મામાં વસવાવાળો થા. “મોક્ષભાવ નિવાસ', શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા ૯૮ સ્વભાવમાં વસવું એ જ મોક્ષવાસ છે, આત્મનિવાસ છે.
એવી દશા લાવવા, જયાં આત્મા પ્રગટ છે ત્યાં, પરમકૃપાળુ રાજપ્રભુમાં ચિત્તનો વાસ કરવા જેવું છે. ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીના શબ્દોમાં, મનને તે ખીલે બાંધવા જેવું છે.
આખ્યાનકી છંદ તેવી દશામાં ખુરી ઊઠતી કો', અપૂર્વ આનંદ-ઝરા સમી જો; ઊર્મિ ઉરે વિસ્તૃત થાય અન્ય, સ્વરૂપનું ભાન અકથ્ય, ધન્ય ! શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદું.
પ્રજ્ઞાવબોધ પુષ્પ ૯૭, આત્મભાવના : પ.પૂ.બ્રહ્મચારીજી ૯. છેવટનું સમયે સમયે ચૂકીશ નહીં. એ જ ભલામણ અને એ જ ધર્મ.
છેવટે આ દેહને તો મૂકીને જવાનું છે. શાશ્વત પદાર્થ તો આત્મા જ છે. માટે આત્માનું
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org