________________
૭૦
હું અન્યનો નથી, અન્ય મારા નથી, મારું કોઈ નથી, હું કોઇનો નથી, શરીર મારું સ્વરૂપ નથી, હું દેહાદિ શરીર નથી, દેહ-સ્ત્રી-પુત્રાદિક કોઇપણ મારાં નથી. આ Negative શ્રોતી ભાવના.
આમ વિધિ-નિષેધથી મન-વચન-કાયાની સ્થિરતા વડે રોજ વિચારવું કે પાઠ કરવો તે શ્રોતી ભાવના. ટૂંકમાં, જ્ઞાની ભગવંતે આત્માનું જેવું સ્વરૂપ કહ્યું છે તેવું જ છે એ પરમ સત્યને તું અંગીકાર કર, પ્રતિશ્રોતી થા.
પ્રભુશ્રીજીના બોધમાં તો ખાસ આવે કે, વાત છે માન્યાની. ૬. જેમાંથી જેટલું દૂર થાય તેટલું કર.
હુંડાવસર્પિણી જેવો કરાળ કાળ, કળિયુગ, પાંચમા આરા જેવો વિષમ કાળ, વીસમીએકવીસમી સદીના દુષમ કાળના પાકાં ચીભડાં જેવા આપણે સાવ ફસકી ન જઇએ એટલે કરુણાભીના થઇને ‘થાય તેટલું કરવાની આજ્ઞા કૃપાળુદેવ આપતા હોય તેમ લાગે. જો કે, આપણા પર છોડવાથી આપણી જવાબદારી બેવડાઇ જાય છે ! ખરેખર તો, આત્માએ પોતે જ પોતાનો જવાબ માગવાનો છે અને જવાબ આપવાનો પણ છે. “એનો માગો શીધ્ર જવાબ !' ખેદ ખંખેરીને, નિરાશ નહીં થતાં, શ્રી ગુરુદેવ પરમકૃપાળુદેવને માથે રાખીને મંડી પડવાનું છે. આત્મવીર્ય ગોપવ્યા સિવાય સપુરુષાર્થ કરી લેવા જેવી પ્રેરણા કરે છે, ઉલ્લાસ સિચે છે, પ્રાણ પૂરે છે ! ૭. પારિણામિક વિચારવાળો થા.
આપણે જે કંઇ કાર્ય કરીએ, ક્રિયા કરીએ, ભાવ કરીએ, ભાવના ભાવીએ, વિચાર કરીએ, આયોજન કરીએ, નિર્ણય લઇએ, અભિપ્રાય આપીએ તેનાં પરિણામ કે ફળ, આ ભવે અને પરભવે, શું આવશે-કેવા આવશે તેનો વિચાર કરવા કૃપાળુદેવ કહે છે. જો કે, ફળની આશા રાખવાની તો ના છે. ત્યાં ઇચ્છાકામના અપેક્ષાપૂર્તિના અનુસંધાનમાં વાત છે. એક સંસ્કૃત સુભાષિતનું સ્મરણ થઈ આવ્યું, સહસા વિધીત ન શિયામ્ વિવેક: પરમ્ બાપાં પમ્ | કોઇપણ કામ સાહસથી-અવિચારીપણે-ગુણદોષનો વિવેક કર્યા વિના ન કરવું. અવિવેક-અવિચાર આપત્તિઓનું સૌથી મોટું સ્થાન છે.
માલિની વૃત્ત गुणवदगुणवद्वा वा कुर्वता कार्यमादौ परिणतिरवधार्या यत्नतः पंडितेन । अतिरभसकृतानां कर्मणामाविपत्तेर्भवति हृदयदाही शल्यतुल्यो विपाकः ॥
નીતિશતક શ્લોક ૪૯ : શ્રી ભર્તુહરિજી
અર્થાત્ ગુણવાળું કે ગુણ વગરનું કાર્ય કરનારા પંડિતે પ્રથમથી જ યત્નપૂર્વક પરિણામનો વિચાર કરવો જોઇએ. (એટલે કે, આ કાર્યનું પરિણામ સુખદાયક થશે વા દુઃખદાયક તે વિચારવું જોઇએ, તેમ ન કરે તો દુ:ખ થાય.) અતિ ઉતાવળથી કરેલાં કર્મોનું પરિણામ (સત્ય) બાણના ફણાની જેમ મરણ પર્યંત હૃદયમાં દાહક થઇ પડે છે.
લેખન-ચિત્રણ સઘળું સ્મૃતિના ચિત્રપટમાં છે. બાકી પત્ર-લેખિનીનો સમાગમ કરી જગતમાં દર્શાવવાનું પ્રયત્ન કર્યું નથી. યદિ હું એમ સમજી શકું છું કે તે વયચર્યા જનસમૂહને બહુ ઉપયોગી, પુનઃ પુનઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org