SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ અવશ્ય એટલે ? અવ+વૈ ।જરૂર, ચોક્કસ, સર્વથા, શંકારહિત થઇને અને નિશ્ચય કરીને. તો બીજી રીતે વિચારતાં, ઞ + વશ પણે, સ્વતંત્ર રીતે, મુક્ત મને, મુક્ત થવા તારે આટલું કરવા જેવું છે. શ્રી કુંદકુંદાચાર્ય ભગવંત કૃત ‘નિયમસાર’ અને શ્રી વટ્ટકેરસ્વામી કૃત ‘મૂલાચાર’ શાસ્ત્રના આધારે કહું તો, પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠાં મનને વશ કે અધીન થયા સિવાય કરવું તે અવશપણે કર્યું કહેવાય જેના પરથી આવશ્યક શબ્દ યોજાયો હોય. ‘શ્રી નિયમસાર'માં ગાથા ૧૪૧-૧૪૨ અને ‘મૂલાચાર'માં ગાથા ૫૧૫ નો સંદર્ભછે. · નો શો અર્થ ? ૫૨મકૃપાળુ દેવનું ટપકું, મીંડું યે અર્થસભર જ હોય. વ્યાકરણ શાસ્ત્રમાં, (પૂર્ણ વિરામ . Full Stop) (અલ્પ વિરામ, Comma) (અર્ધવિરામ ; Semi Colon) (પ્રશ્નાર્થ ચિહ્ન ? interrogative sign) (આશ્ચર્યકારક ચિહ્ન ! exclamatory sign) (મહાવિરામ :) (વિગ્રહ કે લઘુરેખા - Small/ short line) (મહારેખા કે ગુરુરેખા — large/long line) કહેવાય છે તે રીતે, પત્રમાં ઉપર દર્શાવેલું : મહાવિરામ છે મહારેખા કે ગુરુરેખા છે. ગુરુ રાજે દોરેલી, દર્શાવેલી રેખા મોક્ષમયી, મંગળદાયી, કલ્યાણકારી અને શુભફળી જ હોય એમાં નવાઇ શી ? આ તો રાજ પ્રભુએ દોરેલી લક્ષ્મણરેખા છે. લક્ષ ત્યાં કરવાનો છે, મન ત્યાં રાખવાનું છે. આ લક્ષ્મણ રેખા – મર્યાદામાં ન રહ્યા તો આપણું અપહરણ આપણે જ કરીશું એટલે કે મોક્ષથી દૂર થઇ જઇશું. તેમ ન થવા દેવા માટે, અને - માટલું જેમ અવશ્યનું છે આટલું આપણે અવશ્ય કરવા જેવું છે. આટલું કરતાં આપણને અટળ અનુભવસ્વરૂપ મોક્ષ સમજાય અને ટળી જાય અનંતકાલીન ભવભ્રમણ. બસ, આટલું થતાં સંસારના રાહમાંથી મોક્ષનો વાટ પકડાઇ જાય. દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે ? તે સુખી છે કે દુઃખી ? એ સંભારી લે. વિદ્ ધાતુ - ક્રિયાપદ પરથી દેહ શબ્દ બન્યો. વેષ્ઠિ પ્રતિનિમ્ । એટલે કે, દ૨૨ોજ લીંપણ કરીએ છીએ, ધોળ કરીએ છીએ, વૃદ્ધિ પામતો જાય છે તે દેહ. ૧. પાણીનું તેમ અને કોઇપણ વિષય વિષે વિચાર કરવાની શરૂઆત કરીએ ત્યારે સૌથી પ્રથમ તેનાં અસ્તિત્વની વાત આવે, પછી તેનાં સ્વરૂપની. આત્માનું અસ્તિત્વ છે એમ તો ચાર્વાક દર્શન કે નાસ્તિક દર્શન કે લોકાયત દર્શન કે બાર્હસ્પત્ય દર્શન કે અનાત્મવાદી પણ સ્વીકારે છે. તેમની માન્યતાનો સાર મને તો એમ સમજાય છે કે, જગતમાં એક કે અનેક જે કોઇ મૂળભૂત તત્ત્વ છે તેમાં આત્મા કોઇ સ્વતંત્ર તત્ત્વ નથી, મૌલિક તત્ત્વ નથી. જ્યાં સુધી મનુષ્યમાં વિચાર શક્તિનો સમુચિત વિકાસ થતો નથી ત્યાં સુધી તે બાહ્યદષ્ટિ જ બની રહે છે, તેની દષ્ટિ બાહ્ય વિષયો સુધી જ સીમિત રહે છે. અને એટલે જ બાહ્ય ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય તત્ત્વોને જ મૌલિક કે સ્વતંત્ર તત્ત્વ માની બેસે છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ : આ ચાર ભૂતોનાં સંઘટનને શરીર, ઇન્દ્રિયાદિ વિષયોનું નામ આપેછે. આ ચાર ભૂતોના સંઘાતથી જ ચૈતન્યની ઉત્પત્તિ થાયછે. ચૈતન્યયુક્ત શરીર એ જ આત્માછે. મરણ એ જ મોક્ષ છે. આ ચાર્વાક દર્શનનો સાર, જેને દેહાત્મવાદી કે ભૂતાત્મવાદી પણ કહેવાય છે. Jain Education International જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કોઇને, ક્યારે કદી ન થાય. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૬૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001330
Book TitleRajchandra Nirvan Shatabdi Smaranika
Original Sutra AuthorN/A
AuthorSahaj Shrut Parab Rajkot
PublisherSahaj Shrut Parab Rajkot
Publication Year2001
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Rajchandra
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy