________________
પ૭
અનંત કાળથી આત્મા જેમાં પરિભ્રમણ કરતો રહ્યો છે તેનો મુખ્ય આંક તે ૮૪. ૮૪ સિદ્ધ, ૮૪ યોગાસન, ૮૪ આગમ હતાં (હાલ ૩૨-૪૫ ગણાયછે), ૮૪ વિજ્ઞાન, ૮૪ ચૌટાં, ૮૪ જ્ઞાતિ, ૮૪ ગચ્છ, ૮૪ લાખ નરકાવાસ, ૮૪ લાખ નાગકુમારના આવાસ, મંદાર પર્વતની ઊંચાઈ ૮૪ હજાર યોજન, ભગવતીજી સૂત્રનાં ૮૪ હજાર પદ, શક્રેન્દ્રના ૮૪ હજાર સામાનિક દેવ, દેવર્ષિ નારદજી રચિત ૮૪ ભક્તિસૂત્ર, ૮૪ લાખ પૂર્વ વર્ષનાં ઋષભદેવ ભગવાન અને સીમંધર સ્વામી સહિત વીસ વિહરમાન તીર્થકર દેવનાં આયુષ્ય, ઋષભદેવ પ્રભુના ૮૪ ગણધર અને ૮૪ હજાર શ્રમણ, સર્વ વૈમાનિક દેવોનાં વિમાન ૮૪ લાખ, ૯૭ હજાર ને ૨૩, છેલ્લે જીવને ઊપજવાનાં સ્થાન પણ ૮૪ લાખ !!!
૮૪ લક્ષ જીવયોનિમાં, ૭ લાખ પૃથ્વીકાય, ૭ લાખ અપકાય, ૭ લાખ તેઉકાય, ૭ લાખ વાયુકાય, ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ૧૪ લાખ સાધારણ વનસ્પતિકાય, ૨ લાખ બેઇન્દ્રિય, ૨ લાખ તેઇન્દ્રિય, ૨ લાખ ચઉરિન્દ્રિય, ૪ લાખ તિર્યંચ પંચેન્દ્રિય, ૪ લાખ નારકી, ૪ લાખ દેવ અને ૧૪ લાખ મનુષ્યની જીવયોનિનો સમાવેશ થાય છે.
પ્રસ્તુત પત્રાંક ૮૪ પ્રમાણે, જો જીવ અનુસરે અને પરમકૃપાળુ દેવનાં અનુશાસનમાં રહે તો, ૮+૪ એટલે બારમા ગુણસ્થાનકના અંત સુધી પહોંચી જાય અને એટલે સંપૂર્ણપણે આઠ કર્મનો ક્ષય + અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ કરે. ટૂંકમાં, ચોરાશીનું ચક્કર ચૂર્ણચૂર્ણ થઇ જાય અને પરિભ્રમણના ભૂકા બોલી જાય, ભાંગી જાય. આવું કોને ન ગમે? ભાઇ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે –
ભાઇ લખતાં જ જાણે કૃપાળુ દેવે સમસ્ત વિશ્વનું વાત્સલ્ય વહાવી દીધું છે. વિનમ્રતા પણ કેટલી? આ ‘ભાઈ’ શબ્દનું સંબોધન સૌરાષ્ટ્ર સ્પેશ્યલ છે. પોતે પરમાત્મા પણ જાણે ભાઇ થઇને પરમાર્થની ભેટ બંધાવતા લાગે.
મા એટલે જ પ્રકાશ, કિરણ , વીજળી, આભા, ચમક, કાન્તિ, સૌન્દર્ય, પ્રતિછાયા. છું એટલે જવું, આવવું, પહોંચવું, શીધ્ર અને વારંવાર જવું, ઉપસ્થિત થવું.
અરે, સ્મરણ કરવું એમ પણ અર્થ થાય. સંબોધન વાચી અવ્યય તરીકે પણ આ જ ‘’ છે. આ પણ સૌરાષ્ટ્રમાં ખાસ વિશેષ વપરાય છે.
ભાઇ કહેતાં, પ્રકાશ પ્રત્યે પહોંચનાર, આભા પ્રત્યે આવનાર, વીજળી પ્રત્યે જનાર, કિરણનું સ્મરણ કરનાર, ચમકને ચમકાવનાર, સૌંદર્યને બક્ષનાર, પ્રતિછાયા-પડછાયાને ઉપસ્થિત કરનાર, કાન્તિ કને ત્વરિત ગતિએ વારંવાર આવનાર તો આત્મા જ કે બીજું કંઇ ? તો, કૃપાળુ દેવે આપણને કરેલું ‘ભાઈ’ સંબોધન કેવું મીઠું, મઝાનું, વ્હાલું વાત્સલ્ય નીતરતું અને કારુણ્ય ઉભરતું વેદાય છે ?
‘આટલું તારે' એમ લઇએ તો, આ જેટલું લખ્યું છે તે તને તારી શકે છે. અને તારે-તમારે અવશ્ય કરવા જેવું છે એમ પણ અર્થ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org