________________
૫૯
ઉપનિષદોમાં, દેહમાં વિચાર કરનારની વિચારણા શરૂ થઇ અને અસત્, સત્, આકાશ જેવાં તત્ત્વોની માન્યતાથી માંડીને દૃષ્ટિ આત્માભિમુખ થતાં થતાં પ્રાણ આત્મા (શ્રી આચારાંગ સૂત્રમાં જીવ માટે વપરાતા ભૂત, પ્રાણ શબ્દ પણ સૂચક છે), મનોમય આત્મા, પ્રજ્ઞાન આત્મા, આનંદ આત્મા અને છેવટે ચિદાત્મા - ચેતન આત્મા - બ્રહ્મપુરુષ સુધી પહોંચી.
કઠોપનિષદ્ અધ્યાય ૧, વલ્લી ૨, શ્લોક ૩જો સ્વીકારે જ છે કે,
આત્માનં રથિનું વિદ્ધિ શરીર થમેવ તુ । શરીર રથ છે, આત્મા રથી છે, તેને તું ઓળખ.
છાગલેય ઉપનિષદ્દ્ના અંતમાં પણ,
यथैतत् कूबरस्तक्ष्णापोज्झितो नेङ्गते मनाक् । परित्यक्तोऽयमात्मना तद्वद्देहे વિરાયતે।
यदस्य
અર્થાત્, રથમાં તેને હાંકનાર સારથિની જેમ આ દેહમાં તેનો પ્રેરક આત્મા પ્રકાશે છે. જેમ પ્રેરક સારથિ દ્વારા તજી દેવાયેલો રથ ચાલી શકતો નથી, તેવી જ રીતે જ્ઞાનસ્વરૂપ આત્મા દ્વારા છોડી દેવાતાં શરીરમાં કોઇ ચેષ્ટા-ક્રિયા-ગતિ રહેતી નથી.
प्रधयश्चक्रा युगमक्षै वरत्रिका । प्रतोदश्चर्मकील ।
કેનોપનિષદ્રના ખંડ ૧, શ્લોક ૬માં,
यच्चक्षुषा न पश्यति येन चक्षूंषि पश्यति ।
तदेव ब्रह्म त्वं विद्धि नेदं यदिदमुपासते ॥
સારાંશ કે, આંખ જુએ છે તે નહીં પણ જેના વડે આંખ જોઇ શકે છે તે બ્રહ્મ છે. તેવી જ રીતે, મન જેને મનન કરે છે તે નહીં પણ મન જેના વડે તેમ કરી શકે છે તે બ્રહ્મ છે. આમ કેનોપનિષદે આત્માને ઇન્દ્રિય અને મનથી ભિન્ન જણાવ્યો.
Jain Education International
બૃહદારણ્યક ઉપનિષમાં, આત્મા સ્વયંપ્રકાશક માન્યો. દષ્ટા, શ્રોતા, મન્તા, વિજ્ઞાતા આત્મા છે એમ જણાવ્યું. યાજ્ઞવલ્ક્ય અને જનક રાજા તથા યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયી વચ્ચેના સંવાદ સુપ્રસિદ્ધ છે. અલબત્ત, પત્રાંક ૭૧૫માં ‘મૂળ મારગ સાંભળો જિનનો રે' પદમાં કૃપાળુ દેવે આપણને ગોખાવેલું ને ગવરાવેલું ‘છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ’' પદ અને પત્રાંક ૭૧૮ રૂપે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથા ૧૨૭માં, “ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ’'નું પ્રવચન ખરેખર પ્ર-વચન જ છે.
આ તો કૃપાળુદેવે આપણને આ પત્રમાં પૂછ્યું કે, દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે ? માટે વિચારણા કરવાનો યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. દેહ, ઇન્દ્રિય, મન વગેરેથી એનો વિચાર ક૨ના૨ ભિન્ન જ છે એમ કબૂલ કરીએ છીએ, શિરોમાન્ય ગણીને સેવીએ છીએ. કૃપાળુદેવ જિજ્ઞાસા જગવે છે અને વિચા૨ ક૨ના૨ બેઠો છે તેમ લખે છે પણ ‘આત્મા’ શબ્દ લખતા નથી, આપણી પાસેથી કઢાવે છે. વળી દેહ શબ્દ યોજયો છે, શ૨ી૨ નહીં, શા માટે ? અથર્વવેદ અનુસાર, આત્મન્ શબ્દનો અર્થ શરીર હતો અને જે આત્મા શરીરને ધારણ કરે તેને આત્મન્વી કહેવામાં આવતો. પાછળથી આત્મન્વીના બદલે શારીરિક શબ્દ પ્રચલિત થયો. એથી આત્મા સંબંધી વિવેચન કરનાર બ્રહ્મસૂત્રો અથવા વેદાંતદર્શનને શારીરિક-મીમાંસા દર્શન પણ કહેવાય છે. દેહ કે શરીર તથા આત્મા - બન્નેનાં લક્ષણ જુદાં છે, એક કેમ મનાય ?
For Private & Personal Use Only
www.jainelibrary.org