________________
૯૧
અભયદાન સાથે સંતોષનાં દાને ! આવા છે મોક્ષનાં દાનથી ય અદકાં એવાં દેવદીધાં દેવત્વ દાન ! આવી પ્રેરણાનું ગંગોત્રી શિખર પણ કેવું ?
શાન્તિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ ! માત્ર, તત્ત્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે. તેમની સ્તુતિ પણ તેમણે જાણે જાતિસ્મૃતિજ્ઞાનના બળે અભિનંદનાત્મક કરી છે :
પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર, બોધિત્વ દાને. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજયા મહાશાંતિ આનંદધામે.
(પત્રાંક ૧૩) પરમ કૃપાળુદેવનું કૌમાર કૌશલ કેવું આનંદમય હશે ! સ્વયં નોંધે પણ છે ને “હું સચ્ચિદાનંદ પરમાત્મા છું.” (પત્રાંક ૨૧-૫૫)
આ ગ્રંથારંભ જેવો જ બીજો ધન્ય પ્રસંગ છે. સં.૧૯૪૧ની કાર્તિકી પૂર્ણિમાનો. પરમ કૃપાળુદેવનો જન્મોત્સવ ઊજવવા જ જાણે જેતપરની વણિક જ્ઞાતિ ઉમટી છે. સોળ વર્ષે તો તેમની વિદ્યા સાક્ષાત્ સરસ્વતી સમી સોળ કળાએ ખીલી ઊઠી છે. એટલે ૧૭ મે (વર્ષે) પ્રવેશતાં જ, અવધાન આદિ સાથે કાવ્યકલાની શિરમોર છત્રપ્રબંધસ્થ પ્રાર્થના શ્રીમદ્ સ્વયં રચી દે છે અને પોતાનાં પ્રગટ સચ્ચિદાનંદ સ્વરૂપની ઝાંખી કરાવે છે. બે હજારની માનવમેદનીમાં નંદનવનનો અપાર આનંદ રેલે છે; જનતા જનાર્દનનાં દર્શન પામે છે.
અરિહંત આનંદકારી અપારી, સદા મોક્ષદાતા તથા દિવ્યકારી; વિનંતિ વણિકે વિવેકે વિચારી, વડી વંદના સાથ હે ! દુઃખહારી.
(પત્રાંક ૧૪) આ માત્ર “અરિહંતા મંગલમ્'ની સ્મૃતિ-શ્રુતિ વંદના નથી, આ તો મતિ-ઋતથી અદકેરાં અવધિ-મન:પર્યવની વડી વંદના છે. ભક્તિયોગની આ એક્તા વંદના છે અને એની કેવી રીઝ-રીતિ ? સદા મોક્ષદાતા. મૃત્યુંજયી સમાધિની આ છે જન્મકલ્યાણકા મોક્ષદાતા પ્રસાદી. મનુષ્યના જન્મસિદ્ધ મોક્ષહક્કના ખત પર સદા મોક્ષદાતાની મ્હોર મારી છે. તીર્થકરે કર્યા પ્રમાણે કરવાની નેમ દર્શાવતી ! પાંચ માસમાં જ “મોક્ષમાળા'ની વૈજયંતિથી જનમભોમકા ધન્યા બની રહે છે.
તેનું પૂર્ણમાલિકા મંગલ તો પ.કૃ.દેવના આ ધન્ય જીવનની એક કલ્યાણગાથા છે :
તપોપધ્યાને રવિરૂપ થાય, તે સાધીને સોમ રહી સુહાય.
| (મોક્ષમાળા શિક્ષાપાઠ ૧૦૮).
શ્રી મહાવીર સ્વામી તપોપધ્યાને સર્વજ્ઞસૂર્ય બની રહ્યા સ્વયં જગદિવાકર. અને તે યોગ સાધીને શ્રીમદ્ રાજચંદ્ર પૂર્ણિમા સમા શોભી રહ્યા ! શ્રીમદ્રનો જન્મ ‘રવિવારે પૂર્ણિમાએ' થયો. દેવદિવાળી યુગસર્જક બની રહી. પરમ કૃપાળુના જન્મકલ્યાણકે તેની સાર્થકતા ધન્યતા દર્શાવવાને જ શ્રીમદે પોતાનું નામ રાજચંદ્ર રખાવેલું. ત્યાં બીજા યુગની પણ એક કડી અનુસંધાન પામે છે. મોક્ષમાળાના ત્રીજા ખંડ વિષે ગર્ભિત સુચન પામેલી સૌરાષ્ટ્રનાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org