________________
co
ભવાંતરોની કતારમાં પુણ્યપાપનું સમતોલપણું જાળવનાર આ કાળનો ક્ષયોપશમી પુરુષ આત્મા-પરમાત્માની, બ્રહ્મ-પરબ્રહ્મની પણ કેવી આનંદકારી સમતુલા જાળવે છે ! અને તે પણ સહજ સ્વભાવે, સહજ સ્વરૂપે. એ એમની સમાધિ ક્ષમતાની સાહજિકતા છે, અથથી સતત અંત સુધીની.
જિનપદ નિજપદ એક્તા, ભેદભાવ નહિ કાંઇ, લક્ષ થવાને તેહનો, કહયાં શાસ્ત્ર સુખદાઇ.
(પત્રાંક ૯૫૪) નાગ સે સવં નાડુ' ની આ શ્રુતકેવલા ગુરુગમ કેવી અભેદતા દાખવે છે !
જાતિસ્મૃતિ, મનુસ્મૃતિ કે મંત્રસૃતિ : આ બધી સ્મૃતિ વાસ્તવિકતાએ ચેતનાની સ્વપર-પ્રકાશકતાનાં અનુભૂતિરૂપે એક સ્મૃતિસ્કૂરણો છે. તે ધ્રુવતા-નિર્ભર હોવાથી ‘સત્'નું યથાર્થ ભાન છે; ત્રિપદીના ઉપયોગનું જેને ભાન છે તેવા રાયચંદ સ્વયં વીર આ સૌને સમેટે છે, નિત્ય સ્મૃતિ રૂપે. (પત્રાંક ૭)
૧. જે મહાકામ માટે તું જમ્યો છે તે મહાકામનું અનુપ્રેક્ષણ કર.
સની ધ્રુવતાને નિત્યતામાં અનુભવતાં ધ્યાનને તેની ધારણ અર્પે છે. મહાકામની અનુપ્રેક્ષા-ધ્યાન પ્રગટાવે છે અને “મોક્ષ'નાં સ્વરૂપને સમાધિસ્થ કરે છે.
૪. દઢ યોગી છો, તેવો જ રહે.
૭. મહાગંભીર થા. અનંત જ્ઞાન-દર્શન-વીર્ય-સુખથી ભરપૂર નિધિની આ સાગરવર ગંભીરતા ! પ્રજ્ઞામયી છે એટલે પ્રજ્ઞાપનીયતાથી વિચારણા ધરે છે.
૮. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવવિચારી જા. વિચારીને એ ચારેય ભાવોને સમેટી લે – ‘અર્થમાં, યથાર્થમાં, આ છે ત્રીજો પુરુષાર્થને?
૯. યથાર્થ કર. ૧૦. કાર્યસિદ્ધિ કરીને ચાલ્યો જા. જાણે ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવો છે !
જૈન સિદ્ધાંતમાં, સંસારના સૃજનમાં આઠ કર્મ પ્રકૃતિ ગણાવાય છે, ભલે, અહીં તો છે ‘સહજ’અને સહજપ્રકૃતિ. (પત્રાંક ૮) એમાં પ્રથમ સ્થાને છે, પરહિત એ જ નિજહિત સમજવું અને પરદુઃખ એ પોતાનું દુઃખ સમજવું.
આ છે “રાયચંદ વીર'નું પરમ કૃપાળુદેવપણું. વૃત્તિ તેવી કૃતિ એ જ સ્વાભાવિક સહજપ્રકૃતિનું સ્કૂરણ તે એમનાં સૃજનમાં લીલયા પ્રગટતું રહ્યું છે. મોક્ષમાળામાં “વાંચનારને ભલામણ” કર્યા બાદ પ્રથમ જ બોલે છે :
સર્વમાન્ય ધર્મ. ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન, અભયદાન સાથે સંતોષ ઘો પ્રાણીને દળવા દોષ.
(શિક્ષાપાઠ ૨) આત્માના સઘળાય દોષ દળી નાખી અઢાર દોષરહિત એવો જિનદેવ બને - બસ માત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org