________________
મોક્ષમૂર્તિ શ્રી પરમકૃપાળુદેવ સહજ' સ્વરૂપે કૈવલ્ય સિદ્ધા, સ્વયં મોક્ષમૂર્તિ નિર્વાણ દાતા, પરમકૃપાળુદેવા, નમું હું, ૐ વીર, રામ જયવંત વંદું.
જેઓને ભ્રાન્તિથી કરી પરમાર્થનો લક્ષ મળવો દુર્લભ થયો છે એવા ભારતક્ષેત્રવાસી મનુષ્ય પ્રત્યે તે પરમકૃપાળુ પરમકૃપા કરશે. (પત્રાંક ૧૯૧) એવું વચન આપી પરમ કૃપાળુદેવ મહાભાગ્ય જીવન્મુક્ત શ્રી સૌભાગ્યભાઇની પરમાર્થ-પ્રભાવના વૃત્તિને ધીરજ આપે છે. આમ પરમ કૃપાળુદેવે માત્ર ભારત નહીં પણ સમગ્ર ભરતક્ષેત્ર પ્રત્યે પોતાની જવાબદારીનું પૂરું ભાન રાખ્યું છે. ચક્રવર્તી ભરતેશ્વરના નામથી સમગ્ર પૃથ્વી જ ભરતક્ષેત્ર છે. આ પૃથ્વી ઉપર પ્રથમ તો યુગલિયાંનો યુગ હતો. તેમાં શ્રી ઋષભદેવ ભગવાને સંસ્કૃતિ સરજી. તેઓ મોક્ષની યોગ્યતા પામે તે અર્થે ભરતેશ્વરે ચાર વર્ણાશ્રમ ધર્મો પ્રવર્તાવ્યા. બ્રાહ્મી-સુંદરી દ્વારા ભાષા-સાહિત્ય-કલાઓની વિદ્યા-કેળવણીથી યુગને સંસ્કાર્યો. ચોરાશી લાખ પૂર્વ વર્ષના આયુષ્યવંત ભગવંત શ્રી ઋષભદેવે પોતાનાં ૮૩ લાખ પૂર્વ વર્ષ તો પૃથ્વીના સંસ્કૃતિસર્જનમાં ગાળ્યાં. એવા તો એ સમગ્ર સૃષ્ટિના સૃજન-મુક્તિમયી સર્વતોભદ્ર કલ્યાણકારી વિધાતા હતા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચતુર્વિધ પુરુષાર્થના નિધિ સમા એ નિરવધિ પૌરુષમય યુગાદિદેવ હતા. એવા શ્રી આદીશ્વરનાં પ્રેરણા-પૌરુષ ઝીલતા પરમ કૃપાળુદેવ જીવનમુક્તની અદાથી મંગલ વંદનામાં પણ ક્રાન્તિકારી પ્રભુત્વ દાખવે છે. ત્યાં સ્વયં ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ક્રમનો ય વિક્રમ સરજે છે.
“ભાખું મોક્ષ, સુબોધ ધર્મ-ધનના, જોડે કશું કામના !” (પત્રાંક ૧)
પ્રથમ તો ભાખવો છે બસ મોક્ષ જ. “મોક્ષમાળા'ની એમની યોજના તેની અનુપમ સૂચક છે – તેના જ નામથી, તેની નેમની. ‘નિગમ' નયની ધ્યેયમૂલક રામબાણ-વેધકતા આ બીજા શ્રીરામ ચૂકતા નથી. ભાવનાબોધમાં તેની જ દેઢતા દર્શાવી છે : ‘નિવાબસેટ્ટા નંદ સંબંધHI.'
બધા ય ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે.”
શ્રી સૂત્રકૃતાંગના સારસમી આ પંક્તિનો સંદર્ભ દર્શાવી શ્રીમદ્ પોતાની શ્રુતિ-સ્મૃતિની સંવિત્તિને કેવી મુક્ત કૃતાર્થતા અર્પે છે !
માંડ સોળ વર્ષ પૂરાં થયાં છે. પણ અવધિ-મન:પર્યવ જ્ઞાન જે મહામુનિઓને હોય છે, તે આ જ્ઞાનાવતારને સહજ છે. એની પ્રતીતિ થવાથી મોરબીના શ્રી ધારશીભાઇ જેવા ન્યાયાધીશ પણ તેમને જ્ઞાની પુરુષ તરીકે સન્માને છે. આવાં જ્ઞાન સાથે જાતિસ્મૃતિ પણ તેની વિશાળતા પકડેને ? નવસો ભવનાં જાતિસ્મૃતિ જ્ઞાનમાં સાતસો ભવ તો જાણે માનવતામયી ! બ્રાન્તિગત ભારતવાસી મનુષ્ય ને એટલે સમગ્ર માનવજાતને તેનું મનુષ્યપણું યથાર્થ નીવડે તે માટે જાણે કે એ બીજી મનુસ્મૃતિ ન લખતા હોય તેમ માનીતિ - વચન સપ્તશતી લખી દે છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org