SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ થવાની આવશ્યકતા કહી છે. પત્રાંક ૩૩૪માં, “સર્વસંગ’ શબ્દનો લક્ષ્યાર્થ એવો છે કે અખંડપણે આત્મધ્યાન કે બોધ મુખ્યપણે ન રખાવી શકે એવો સંગ. એવા સંગનો ત્યાગતે સર્વસંગપરિત્યાગ. કૃપાળુદેવને ઉપાધિપ્રસંગ અને ઉદાસીનતા વચ્ચે જાણે દોડ લાગી અને અતિઉદાસીનતા જીતી જતાં, તેમનાં અત્યંત ઉદાસ પરિણામ થઇ જતાં ચિત્ત ક્યાંય ક્ષણવાર પણ ટકતું નથી. અપ્રતિબદ્ધપણે, પ્રતિબંધ રહિતતાથી, તદ્દન અસંગતતામાં રહેવા માટે સર્વસંગપરિત્યાગ જરૂરી માન્યો છે. તે માટે નિગ્રંથ સદ્ગુરુ એટલે ગ્રંથિ રહિત ગુરુ, મિથ્યાત્વની ગાંઠ નથી તેવા સતને પ્રાપ્ત ગુરુ, બાહ્ય ગ્રંથિ પણ છૂટી ગઇ છે તેવા ગુરુ. પત્રાંક ૪૪૮ પ્રમાણે, માહણ-શ્રમણ-ભિક્ષુ અને નિર્ગથ એ ચારની અનુક્રમે વિશેષથી વિશેષ વીતરાગ અવસ્થા છે. નિગ્રંથની ઘણી દશાઓમાં એક શબ્દ આત્મવાદ પ્રાપ્ત હતો. જિનાગમમાં પુલાક, બકુશ, કુશીલ, પ્રતિસેવન અને સ્નાતક એમ નિગ્રંથના પ્રકાર દર્શાવ્યા છે. ઘણા કાળ સુધી નિગ્રંથ શબ્દ જ વધુ વપરાયો છે. સર્વજ્ઞનો ધર્મ, વીતરાગનો ધર્મ, આત્માનો ધર્મ, જિન પ્રરૂપિત ધર્મ એટલે કે જૈન ધર્મ જેવા શબ્દપ્રયોગ પાછળથી પ્રયોજાતા લાગે છે. જુઓને, પરમ કૃપાળુદેવે પણ નિગ્રંથ શબ્દ સવિશેષ લખ્યો છે. ટૂંકમાં, તેમણે આત્મા પ્રાપ્ત કર્યો, દશા કરીને પ્રગટ કરી (ઓર દશા), પોતે સદેહે વિદ્યમાન પ્રત્યક્ષ સત્પષ છે, માટે આપણને નિગ્રંથ સદ્ગુરુના ચરણમાં જઇને પડવાનું લખ્યું છે તે આજે પણ તેમને જ પ્રત્યક્ષ માનવા યોગ્ય છે. આત્મત્વ પ્રાપ્ત પુરુષનાં જ ચરણકમળ સેવવા યોગ્ય છે. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યફપ્રતીતિ આવ્યા વિના સત્ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આધ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. (પત્રાંક ૧૯૪) ૫. જેવા ભાવથી પડાય તેવા ભાવથી સર્વકાળ રહેવા માટેની વિચારણા પ્રથમ કરી લે. જો તને પૂર્વકર્મ બળવાન લાગતાં હોય તો અત્યાગી, દેશયાગી રહીને પણ તે વસ્તુને વિસારીશ નહીં. - એક સ્પષ્ટતા કહ્યું કે, “તત્ત્વજ્ઞાન'ની અમુક જૂની આવૃત્તિમાં કદાચ ‘પડાયના બદલે ચઢાય' છપાયું છે. પણ પરમ કૃપાળુદેવના હસ્તાક્ષરમાં ‘પડાય છે, તે જ માન્ય કરવા યોગ્ય છે. સદ્દગુરુ મળ્યા ને શિરોમાન્ય કર્યા, તેમનાં ચરણમાં મસ્તક મૂક્યું તો જે ઉત્કૃષ્ટ ભાવથી મૂક્યું હોય તેવા જ ભાવ છેક મરણ સુધી ટકી રહે તેનો વિચાર પહેલાં કરી લેવો. ૫.પૂ.બ્રહ્મચારીજી સમજાવે છે તેમ, હાથીના દાંત બે ફૂટે છે તે નીકળ્યા તે નીકળ્યા. પછી પાછા પેસે નહીં. તેમ સદ્દગુરુયોગે જીવે લીધેલો અલ્પ ત્યાગ પ્રાણત્યાગ જેવા પ્રસંગે પણ ચૂકવો નહીં. આજના જીવોની મનોદશા તથા વર્તના કાચબાની ડોકની પેઠે બહાર નીકળે છે અને અંદર પેસી જાય તેવી અસ્થિર છે, તેમ નહીં કરવા માટેની વિચારણા પ્રથમ કરી પછી સદ્દગુરુના ચરણમાં જઇને પડવું. પોતાની શક્તિ-સંયોગ પ્રમાણે ભાવ કરવા, વિચાર કરવા અને પછી દઢ નિશ્ચયમાં ટકી રહેવું. માઉન્ટ આબુ - શ્રી આબુજી તીર્થની વાત છે. ૪થી જૂન, ૧૯૪૯નો દિવસ. ૫.પૂ.બ્રહ્મચારીજીએ પ્રસ્તુત પત્રનાં આ વચનને સમજાવતાં કહ્યું કે, ભવિષ્યમાં દોષ ન આવે તેવા ભાવે સદાય રહેવાય તેવી વિચારણા પહેલી કરવી. જ્ઞાનીનું ખોટું - ખરાબ ન દેખાય તેમ કરવું. માનો કે, આપણાં પૂર્વોપાર્જિત કર્મ બળિયાં છે અને ગમે તેટલી તીવ્ર ભાવના હોવા છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001330
Book TitleRajchandra Nirvan Shatabdi Smaranika
Original Sutra AuthorN/A
AuthorSahaj Shrut Parab Rajkot
PublisherSahaj Shrut Parab Rajkot
Publication Year2001
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Rajchandra
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy