________________
ઘનઘાતી કર્મ સબ હતા, સબ જાનત કેવલ વંતા, પ્રભુ અતિશય ચોત્રીસ સોહંતા, પ્રભુ તીન ભવનમેં મહંતા, એક યોજન વાણી વાગતા, ચાર તીર્થની સ્થાપના કરતા, હમ સબ તનમનસે નમંતા,
શિવ દીજો શ્રી ભગવંતા રે... નમું નમું રે દેવ અરિહંતા. આનંદકારીઃ
आनन्दमानन्दकरं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधरूपम् । योगीन्द्रमीडयं भवरोगवैद्यं, श्रीमद् गुरुं नित्यमहं नमामि ।
પરમોપકારી પ.પૂ.પ્રભુશ્રીજીની આજ્ઞાનુસાર પ્રતિદિન સાયંકાલીન દેવવંદને ગાઇએ છીએ કે, જે આનંદ સ્વરૂપ છે અને આનંદને આપનારા છે, રાગદ્વેષથી રહિત હોવાથી પ્રસન્ન છે, જ્ઞાનસ્વરૂપ જ્ઞાનની મૂર્તિ છે, આત્મજ્ઞાન સ્વરૂપ અનુભવસ્વરૂપ છે, મહાયોગીઓથી મીડ્ય એટલે વખાણવા યોગ્ય છે, સંસાર રૂપી રોગને મટાડનાર વૈદ્ય છે તે શ્રીમદ્ સદ્દગુરુને હું નિત્ય નમસ્કાર કરું છું. જેણે શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરી લીધું છે તેનામાં આનંદ છે, બીજું હોય પણ શું? અરિહંત પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. જગતના બીજા દ્રવ્યો પણ સત્ છે. પરંતુ આત્મદ્રવ્ય તો સાથે સાથે ચિત્ પણ છે, આનંદી પણ છે. જ્ઞાનચેતના અને દર્શનચેતના તેની સત્તાછે. જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ બીજાં સત્ દ્રવ્યોથી આત્માની ભિન્નતા પ્રગટ કરે છે. હું જો બીજા જડ, પુદ્ગલ દ્રવ્યમાં આનંદ શોધું તો એ ભૂલ છે, મારી ભૂલ છે. માટે સચ્ચિદાનંદ સ્થિતિની પ્રાપ્તિ અર્થે અરિહંત પરમાત્માની પ્રાર્થના કરવી જોઇએ.
નવસ્મરણમાં, चउतीस अइसयजुआ, अटठमहापाडिहेर कव सोहा । तित्थयरा गयमोहा, झाएअव्वा पयत्तेणं ॥
‘તિજયપહત્ત' - શ્રી માનદેવસૂરિજી
અર્થાત્ અરિહંત પરમાત્મા ૩૪ અતિશયયુક્ત છે, ૮ મહાપ્રાતિહાર્ય એની શોભા વધારે છે. એવા ગતમોહ તીર્થંકર પરમાત્માનું પ્રયત્નપૂર્વક ધ્યાન કરવું જોઇએ. મોહ જતાં મોક્ષસ્વરૂપ પરમાત્મા આનંદમય જ છે, આનંદકર જ છે.
આત્મા અનંત સુખનો ધણી (ધની-ધનિક) છે, અનંત ચતુષ્ટય તો એનામાં જ પડેલા છે, આત્મા પરમાત્મા થઈ શકે છે એવી લોકશાહી છે, દ્રવ્ય-ગુણ-પર્યાયની નિજી સ્વતંત્રતા છે વગેરે વગેરે આપણી પાસે આવ્યું ક્યાંથી ? તો જ્યાં સર્વજ્ઞતા સાંપડી છે, અરિહંતતા આવિર્ભાવ પામી છે ત્યાંથી આવ્યું.
શ્રી યશોવિજયજી ઉપાધ્યાય નવપદજીની પૂજાનો પ્રારંભ જ ક્યાંથી કરે છે એ વિચારીએ તો - उपजाति वृत्तम्। પ્રાકૃત उप्पन्नसन्नाण महोमयाणं, सप्पाडिहेरासणसंठियाणं ।
सद्देसणाणंदियसज्जणाणं, नमो नमो होउ सया जिणाणम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org